________________
અધ્યાત્મસાર
થાય છે. સુકૃતરૂપી પર્વતને માટે વજ્ર સમાન એવા એ વિલાસો પ્રત્યે વિરક્ત યોગીઓની દૃષ્ટિ જતી નથી.
વિશેષાર્થ : ચક્ષુરિન્દ્રિયના વિષયનું વિવેચન કરતાં ગ્રંથકારે અહીં અબુધ માણસો સ્ત્રીઓના હાવભાવથી આનંદિત કે ચલિત થઈ જાય છે તેનું વર્ણન કર્યું છે. પ્રસંગ ઉપસ્થિત ન થયો હોય ત્યાં સુધી માણસ કદાચ સંયમી રહી શકે. પરંતુ રૂપવતી લલના આકર્ષણ કરવા માટે પોતે સામેથી એવા પ્રકારનાં હાવભાવ, નયનકટાક્ષ, હાસ્ય, ગતિ, ચોષ્ટાઓ ઇત્યાદિ કરે ત્યારે પોતાના મનને વશ રાખવું એ કેટલાય પુરુષો માટે દુષ્કર છે. પુરુષોને કેવી રીતે ચલિત કરવા એની કળા સ્ત્રીઓમાં કુદરતી રીતે રહેલી છે. (અન્ય પક્ષે કેટલાયે પુરુષો સ્ત્રીને વશ કરવાની કળામાં નિપુણ હોય છે.) ક્યારેક તો માત્ર પોતાનો સ્વાર્થ સાધવા માટે જ સ્ત્રીઓ ભાવ બતાવતી હોય છે અને સ્વાર્થનું કામ પતી ગયા પછી ઘેલા થયેલા પુરુષની સામે તે નજર સુદ્ધાં કરતી નથી. સરળ રીતે ન આકર્ષાતા પુરુષોને વશ કરવા તે સ્પર્શાદિની છૂટ લે છે, અંગાંગો બતાવે છે, વસ્ત્ર-સંકોચન કરે છે અને પુરુષોની નજરને માપતી રહે છે. ભૂતકાળનો ઇતિહાસ કહે છે કે મોટા મોટા મહર્ષિઓ પણ વર્ષોની તપશ્ચર્યાનો ભંગ કરી લલના પાછળ લપટાયા છે. મોટા જ્ઞાની મહાત્માઓ પણ સંયમનો માર્ગ ચૂકીને લપસી પડ્યા છે અને પતિત થયા છે. કામદેવ વિદ્વાનોને કે સંન્યાસીઓને ન પીડે એવું નથી. એટલા માટે જ ઉપાધ્યાયજી માહારાજે સ્ત્રીઓના આવા વિલાસોને વજ્ર સમાન ગણ્યા છે. વજ્રનો પ્રહાર થતાં મોટા પર્વતોના જેમ ટુકડા થઈ જાય છે, તેમ સ્ત્રીઓના હાવભાવરૂપી વજ્રના પ્રહારથી સાધારણ સંયમી માણસોના સુકૃતરૂપી પર્વતના ભુક્કા થઈ જાય છે. આમ છતાં એવા સમર્થ મહાન યોગીઓ પણ હોય છે કે જેના ચિત્ત ઉપર આવા વિલાસોની કશી જ અસર થતી નથી. અરે, કેવળ ઔત્સુક્સ ખાતર પણ તેઓ સ્ત્રીઓના આવા વિલાસો તરફ નજર કરતા નથી. તેમને એ વિષયમાં બિલકુલ રસ જ નથી. તેમનો સંયમનો, બ્રહ્મચર્યનો રસ અંદરથી એટલો બધો ઊછળતો હોય છે કે વજ્ર સમાન વિલાસો પણ તેમને રાઈના દાણા જેવા ક્ષુદ્ર, તુચ્છ અને નિરર્થક ભાસે છે.
[૧૯૧] 7 મુદ્દે મૂળનામિક્કિા-તવતીચન્દ્રનધન્દ્રસૌરમમ્ ।
विदुषां निरुपाधिबाधित - स्मरशीलेन सुगंधिवर्ष्मणाम् ॥९॥
અનુવાદ : જેમનાં શરીર નિરુપાધિક છે અને કામદેવને બાધિત કરનાર શીલ વડે સુગંધી છે એવા પંડિત પુરુષોને કસ્તુરી, માલતી-પુષ્પ, એલચી (લવલી), ચંદન, કપૂર (ચંદ્ર)ની સૌરભથી આનંદ થતો નથી.
વિશેષાર્થ : આગળના શ્લોકમાં ચક્ષુરિન્દ્રિયના વિષયનું નિરૂપણ કર્યા પછી ગ્રંથકાર હવે આ શ્લોકમાં ઘ્રાણેન્દ્રિયના વિષયનું નિરૂપણ કરે છે. જગતમાં કસ્તુરી, માલતીપુષ્પ, એલચી, ચંદન, કપૂર, ભાતભાતનાં અત્તરો વગેરે અનેક સુગંધી પદાર્થો છે. તેની સુગંધથી મન આકર્ષાય છે. માત્ર મનુષ્યોમાં જ આમ બને છે એવું નથી. પશુપક્ષીઓમાં પણ તે જોવા મળે છે. કેટલાંક પશુપક્ષીઓની ઘ્રાણેન્દ્રિય તો મનુષ્ય કરતાં પણ વધુ તીવ્ર હોય છે અને તેનાથી ખેંચાઈને તેઓ તેના તરફ દોડે છે. ગંધથી તેઓ પોતાનો આહાર કઈ દિશામાં છે તે જાણી લે છે અને તે તરફ ધસે છે. સુગંધી ફૂલ હોય ત્યાં ભમરો-ભમરી ખેંચાયા વગર રહે નહિ. આવાં કેટલાંક સુગંધી દ્રવ્યો કામોત્તેજક પણ હોય છે. પરંતુ પંડિત કે જ્ઞાની પુરુષો તો કામદેવને પરાજિત
Jain Education International_2010_05
૧૦૪
For Private
Personal Use Only
www.jainelibrary.org