________________
પ્રબંધ બીજો, અધિકાર સાતમો : વૈરાગ્ય-વિષય અધિકાર
અભુત લાવણ્યને નિહાળતાં યોગી મહાત્માઓને એમ નહિ લાગે કે “વાહ! વિધાતાએ કેવું અદ્ભુત રમણીય રૂપ ઘડ્યું છે !” એમને તો ઉગ થશે કે શુક્ર અને રુધિરના સંયોગથી ઉત્પન્ન થયેલું આ
ઔદારિક શરીરનું રૂપ ક્ષણે ક્ષણે ઘસાતું જઈને એક દિવસ નષ્ટ થઈ જશે ! અરે રે, કેવી છે આ દેહની દશા ! પોતાના રૂપનું અભિમાન કરનારી આ મહિલા કાળના ઝપાટામાં આવીને કરમાઈ જશે અને વિલીન પણ થઈ જશે. દેહની ત્વચા જ માત્ર રૂપાળી છે. એની નીચે તો લોહીમાંસ એવાં રહેલાં છે કે જે ઉઘાડાં કરવામાં આવે તો જોવાં પણ ન ગમે. જેમ સ્ત્રીના તેમ પુરુષના શરીરનું પણ એવું જ છે.
બીજી બાજુ આત્માનું સૌન્દર્ય કેવું છે? તે અવિનાશી છે, નિર્મળ છે અને વિસ્તર્ણ છે. એ નિહાળવા માટે જ્ઞાનચક્ષુ જોઈએ. યોગી મહાત્માઓનાં જ્ઞાનચક્ષુ ખૂલી ગયાં હોય છે. પોતાનાં અંતર્થક્ષુથી આત્માના સૌન્દર્યને નિહાળ્યા પછી ચર્મચક્ષુથી જોવા મળેલું સ્થૂલ ઔદારિક, નાશવંત સૌન્દર્ય અરુચિકર, ઉદ્વેગકર લાગે એમાં આશ્ચર્ય શું ? [૧૮૯] પરદપાવલંતં વિષયો યતઘનુ ચર્મરક્ષN: I
न हि रूपमिदं मुदे यथा निरपायानुभवैकगोचरः ॥७॥ અનુવાદ : જે પ્રમાણે અપાયરહિત અને અનુભવગોચર એવા આત્મસ્વરૂપથી (યોગીઓને) હર્ષ થાય છે, તે પ્રમાણે અન્ય જનોથી જોવાતું, અપાયથી વ્યાપ્ત (નાશવંત) અને ચર્મચક્ષુનો જે વિષય છે એવું રૂપ આનંદ આપતું નથી. ' વિશેષાર્થ : અહીં બે પ્રકારનાં રૂપ વચ્ચેનો તફાવત બતાવવામાં આવ્યો છે. એક બાજુ ચર્મચક્ષુથી નિહાળી શકાય એવાં સ્ત્રી વગેરેનાં શારીરિક રૂપનાં લક્ષણો કેવાં છે અને બીજી બાજુ પ્રજ્ઞાચક્ષુથી નિહાળી શકાય એવા આત્મસ્વરૂપનાં લક્ષણો કેવાં છે તે સમજવા જેવું છે. સ્ત્રી વગેરેનું બાહ્ય રૂપ એવું છે કે જે બીજાથી પણ જોઈ શકાય છે. રૂપવતી સ્ત્રી તરફ કે નિર્દોષ નાનાં ફૂલગુલાબી બાળક પ્રત્યે ઘણાંની નજર ખેંચાતી હોય છે. પોતાની રૂપવતી ભાર્યાને જોવાનો અધિકાર ફક્ત એકલા પોતાનો જ છે એવું કોઈ પતિ કહે તો વ્યવહારમાં તે ચાલી શકતું નથી. પોતાના રૂપ તરફ કેટલાંયે માણસોની ખરાબ નજર પડતી હોય તો પણ સ્ત્રી તેને અટકાવી શકતી નથી. જરૂર લાગે તો પોતે ઘરમાં પુરાઈ રહેવું પડે છે. પરંતુ એવું પણ કેટલો સમય ચાલી શકે ? એટલે સ્થૂલ રૂપ જોવાથી જેમ એક તરફ પ્રસન્નતા થાય છે તેમ બીજી તરફ ઈર્ષા, દ્વેષ વગેરેના ભાવો પણ તેને કારણે જ જન્મે છે. વળી ચૂલ રૂપ અપાય સંકુલ છે. અપાયનો અર્થ પાપ, કષ્ટ, દુઃખ, આપત્તિ કે વિનાશ કરીએ તો રૂપને કારણે ઘણા પ્રશ્નો ઊભા થાય છે. જૂના વખતમાં રૂપવતી રાજકુમારી કે રૂપવતી રાણીને ઉપાડી જવાના કિસ્સા થતા અને એમાંથી યુદ્ધો જન્મતાં. સ્ત્રીના રૂપને કારણે જ કલહ, ઉપાલંભ, અવિશ્વાસ, વિશ્વાસઘાત, મારામારી, ખૂન વગેરેના કેટલાયે બનાવો બનતા હોય છે. એટલે દેખીતું છે કે જે મહાત્માઓએ પોતાના આત્માનું અપાયરહિત અને ફક્ત પોતાને જ જોવા મળે, અન્યને નહિ, એવું જ્ઞાનયુક્ત રૂપ નિહાળ્યું હોય તેઓને સ્થૂલ રૂપ જોવાથી આનંદ થાય નહિ. [૧૦] ગતિવમાચષ્ટિતૈ-નૈનનાનામદ મોજોડવુથ: .
सुकृताद्रिपविष्वमीषु नो विरतानां प्रसरन्ति दृष्टयः ॥८॥ અનુવાદ : સ્ત્રીઓની ગતિ, વિલાસ, હાસ્ય અને ચેષ્ટાઓથી અજ્ઞાની માણસને આનંદ
૧૦૩ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org