________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : આત્મસ્વરૂપના અનુભવને અહીં નટીનું રૂપક આપવામાં આવ્યું છે. નટી નૃત્ય કરે છે ત્યારે એના પાયલનો ઝંકાર થાય છે. વળી એના અન્ય અલંકારોમાંથી મધુર ધ્વનિ નિષ્પન્ન થાય છે. એના પગના ઠમકાનો સંવાદી લય એમાં ભળે છે. આમ નટીના નૃત્યમાં નયનમનોહર અને કર્ણપ્રિય એવા દેશ્ય-શ્રાવ્યનો અનુભવ થાય છે. યોગી મહાત્માઓને પોતાની નિરંતર સાધનાના પ્રતાપે જે આત્મદર્શન થાય છે તથા તે વખતે ૐકાર ધ્વનિનું કે અનાહત નાદનું ગુંજન થાય છે તે દશ્ય-શ્રાવ્ય અનુભવ એવો ચિત્તહર થાય છે અને તેમાં એટલી બધી લીનતા અનુભવાય છે કે તેમાંથી ખસવાનું મન થતું નથી. આવો અનુભવ જેમને પ્રાપ્ત થયો હોય તેમને તો સામાન્ય વાસ્તવિક નટીના નૃત્યના ધ્વનિનો વ્યાવહારિક અનુભવ પણ ગમતો નથી, તો પછી સામાન્ય લલનાઓના રત્નજડિત સુવર્ણ કંકણનો મધુર નિનાદ તેમને કેવી રીતે આકર્ષી શકે ? જયાં સુધી ઉચ્ચતર અનુભવ થયો નથી કે તેના વિશે કશો ખ્યાલ નથી ત્યાં સુધી જ સામાન્ય અનુભવો સામાન્ય માણસના ચિત્તનો કબજો લઈ શકે. સંસારના અજ્ઞાની, મોહાંધ પુરુષો સ્ત્રીના હસ્તકંકણના નાદથી વિહ્વળ થઈ જાય તેમાં નવાઈ શી ? [૧૮૭] નાયર શુદ્ધતસ «નારંમવારુષોના I.
यदियं समतापदावली-मधुरालापरतेन रोचते ॥५॥ અનુવાદ : શુદ્ધ ચિત્તવાળા પુરુષોને સ્ત્રીઓના પંચમ સૂરનો મનોહર નાદ અલિત કરતો નથી. સમતારૂપી પદાવલીના મધુર આલાપમાં પ્રીતિવાળાને એ (નાદ) ગમતો નથી.
વિશેષાર્થ : અહીં કન્દ્રિયના વિષયનું બીજું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. ત્યાગવૈરાગ્યથી અને આત્મચિંતનથી જેઓનાં ચિત્ત શુદ્ધ થઈ ગયાં છે એવા મહાત્માઓએ તો સમત્વની એવી આરાધના કરી હોય છે અને સમતાનાં દ્યોતક એવાં શાસ્ત્રવચનોરૂપી પદાવલીનું આવર્તન એમના જીવનમાં એવું એકરસ બની ગયું હોય છે અને ગુંજયા કરતું હોય છે કે જેથી બીજી કોઈ વાત તેમના ચિત્તને વિક્ષિપ્ત કરી શકતી નથી. તેમની સમતા ક્યારેય ડહોળાતી નથી. સ્ત્રીઓનાં અત્યંત મધુર, કર્ણપ્રિય એવાં ગાન પણ તેઓને ડોલાવી શકતાં નથી. સામાન્ય માણસો કોકિલકંઠી મહિલાના પંચમસૂરે ગવાયેલાં ગીતથી ડોલી ઊઠે છે. પણ યોગી મહાત્માઓએ તો સમતાની પદાવલિના આલાપમાં એથી પણ ઉચ્ચત્તર સૂક્ષ્મ સંગીત સાંભળ્યું હોય છે. એ સૂક્ષ્મ નિનાદ આગળ આ સ્થૂલ પંચમ સૂર બસૂરો બની જાય છે. આ યોગીઓના અનુભવની વાત છે. [૧૮૮] સતતં વિશhશાત-vમવં રૂપમાં પ્રિયં નહિ
__ अविनाशिनिसर्गनिर्मल - प्रथमानस्वकरूपदर्शिनः ॥६॥ અનુવાદ : પોતાના અવિનાશી, સ્વભાવથી નિર્મળ અને વિસ્તીર્ણ સ્વરૂપને જોનારાને સતત ક્ષય પામતું, વીર્ય અને રુધિરથી ઉત્પન્ન થયેલું રૂપ પણ પ્રિય લાગતું નથી. ' વિશેષાર્થ : ગ્રંથકાર હવે આ શ્લોકમાં ચક્ષુરિન્દ્રિયના વિષયની વાત કરે છે. એક બાજુ આત્માનું સ્વરૂપ અને બીજી બાજુ દેહનું સ્વરૂપ એ બેમાંથી સ્પષ્ટ છે કે આત્માનું સ્વરૂપ ચડિયાતું છે. જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી જ દેહના સૌન્દર્યની કિંમત છે. પરંતુ એ દેહનું સૌન્દર્ય કેવું છે ? કોઈ પણ સ્ત્રીના
૧૦૨ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org