SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ બીજો, અધિકાર સાતમો : વૈરાગ્ય-વિષય અધિકાર વિશેષાર્થ : આ સંસારમાં જેટલા જેટલા વિષયો છે તે બધા જ વિષયોનો અનુભવ બધા જ માણસોને થઈ ન શકે. કેટલાક વિષયો એવા હોઈ શકે કે જે વિશે સાંભળ્યું હોય, પણ તે જોયા ન હોય; કેટલાક જોયા હોય પણ અનુભવ્યા ન હોય. આથી ચિત્તમાં વિકાર જન્માવનારા આવા વિષયોનું બે મુખ્ય વિભાગમાં અહીં વર્ગીકરણ કર્યું છે. એક તે ઇન્દ્રિયથી ગ્રહણ કરી શકાય એવા વિષયો અને બીજા તે શાસ્ત્રગ્રંથોમાં વાંચેલા કે ગુરુમુખેથી શ્રવણ કરેલા વિષયો. સ્પર્શેન્દ્રિયાદિ પાંચે ઇન્દ્રિયોના વિષયો જોઈ શકાય કે અનુભવી શકાય એવા વિષયો છે. દેવતાઓ, ચક્રવર્તીઓ વગેરેના વિષયો પ્રત્યક્ષ જોઈ શકાય એવા નથી, પણ તે વિશે શાસ્ત્રો દ્વારા જાણી શકાય છે. બંને પ્રકારના વિષયો ચિત્તમાં વિકાર જન્માવવાની શક્તિ ધરાવે છે. દેવગતિનાં સુખોની નહિ જોયેલી વાત પણ માણસના મનમાં લાલસા જન્માવી શકે છે. ત્યાગી-વૈરાગી મહાત્માઓએ તો આ બંને પ્રકારના વિષયોથી દૂર રહેવાનું છે. જે સમર્થ વિરક્ત જ્ઞાની મહાત્માઓ છે તેમના ચિત્તને આવા કોઈ વિષય સ્પર્શી શકતા નથી. જો તે વિષય સામે આવે પણ તે મહાત્માઓના સ્થિર ચિત્ત ચલિત થતાં નથી કે ડોલાયમાન બની જતાં નથી. તેઓ પોતાની આત્મસંપત્તિમાં જ એવા લીન હોય છે કે આવી કોઈ આપત્તિ તેમને અસર કરી શકે નહિ. ગ્રંથકાર અહીં ઉપમા આપે છે કે અમૃતમાં એવી શક્તિ છે કે અમૃતના કુંડમાં કોઈ સ્નાન કરતું હોય અને તે વખતે તેમના મસ્તક ઉપર વિષની ધારા થતી હોય તો પણ તે વિષની કશી જ અસર તેમના પર થતી નથી. આ વિરક્ત મહાત્માઓનું જીવન તેવું હોય છે. [૧૮૫] સુવિશાળરસાલમનરી-વિચરત્નોતિાલીમરૈ:। किमु माद्यति योगिनां मनो निभृतानाहतनादसादरम् ॥३॥ અનુવાદ : નિશ્ચિત અનાહત નાદને સાંભળવામાં આદ૨વાળા યોગીઓનું મન સુવિશાલ આમ્રવૃક્ષની મંજરીઓમાં વિચરતા કોકિલના મધુર ધ્વનિ વડે શું આનંદ પામે ? વિશેષાર્થ : વસંત ઋતુનું આગમન થતાં આંબાની ડાળે ડાળે પુષ્કળ મંજરીઓ ખીલી ઊઠે છે. એ મંજરીઓની મહેક એટલી તીવ્ર અને ઉન્માદ કરનારી હોય કે ત્યાં વિચરતો કોકિલ (નર કોયલ) પણ તેની વાસથી પ્રેરિત થઈને ‘કુહૂ કુહૂ’ શબ્દ કરવા લાગે છે. વસંત ઋતુ, આમ્રમંજરી અને કોકિલનો પંચમ સૂર એટલે કામોદ્દીપક વાતાવરણ. એવા વાતાવરણમાંથી યુવક-યુવતીઓને ખસવાનું મન ન થાય. પરંતુ યોગીઓની વાત જુદી છે. એમને કોકિલને સાંભળવામાં રસ નથી. એમણે તો પોતાની સ્વરૂપ-સાધનાના પ્રતાપે પ્રાપ્ત થયેલા અનુભવને કારણે બ્રહ્મરંધ્રમાંથી ઊઠતા અનાહત નાદને સાંભળવામાં જ રસ છે. સાધનાના વિકાસના આગળના તબક્કામાં અનાહત નાદ અથવા અનહદ નાદ સંભળાય છે. તે કાર રૂપ અથવા અર્હરૂપ અથવા સોહરૂપ ધ્વનિ હોય છે અને તે બ્રહ્મરંધ્રમાંથી ઊઠતો સંભળાય છે. [૧૮૬] રમળીįનુપાગિાળના નપૂર્ણધૂળના । अनुभूतिनटीस्फुटीकृत प्रियसंगीतरता न योगिनः ॥४॥ અનુવાદ : અનુભવદશારૂપી નટીએ સ્ફુટ કરેલા પ્રિય સંગીતમાં મગ્ન બનેલા યોગીઓ રમણીઓના કોમળ કરના કંકણના ધ્વનિને સાંભળવાથી પૂર્ણપણે ડોલાયમાન થતા નથી. Jain Education International2010_05 ૧૦૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy