________________
પ્રબંધ બીજે
અધિકાર સાતમો 7 વૈરાગ્ય-વિષય અધિકાર નક
[૧૮૩] વિષયેy Tony a દિયા મુવિ વૈરાથમિદં પ્રવર્તતે !
अपरं प्रथमं प्रकीर्तितं परमध्यात्मबुधैर्द्वितीयकम् ॥१॥ અનુવાદ : આ વિશ્વમાં વિષયોમાં અને ગુણોમાં એમ વૈરાગ્ય બે પ્રકારે પ્રવર્તે છે. તેમાં અધ્યાત્મશાસ્ત્રના પંડિતોએ પહેલાને અપર (મુખ્ય) અને બીજાને પર (મુખ્ય) કહેલો છે.
વિશેષાર્થ : જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં પણ મુખ્ય બે પ્રકારના વૈરાગ્ય આ જગતમાં જોવા મળે છે. એક તે વિષયો પ્રત્યેનો વૈરાગ્ય. બીજો તે પોતાના ગુણો પ્રત્યેનો વૈરાગ્ય. વિષયોમાં રસ ન પડે, રાગ ન રહે અને તેનાથી સહજ રીતે વિમુખ રહેવાય તે પ્રથમ પ્રકારનો વૈરાગ્ય. આ જગતમાં સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રવણેન્દ્રિયના અનેક વિષયો પડેલા છે. સામાન્ય માણસનું ચિત્ત તેના તરફ સ્વાભાવિક રીતે જ આકર્ષાયેલું રહે છે. પરંતુ વિષયોના સ્વરૂપનું જ્ઞાન થવાને કારણે કે અન્ય કારણે એવા વિષયો તરફથી મન પાછું વળી જાય છે. આવો વૈરાગ્ય ઉત્પન્ન થવો તે અઘરી વાત છે અને ઉત્પન્ન થયા પછી ટકી રહેવો તે તો એથી પણ વધુ કઠિન વાત છે.
આમ છતાં જ્ઞાની મહાત્માઓએ આ પ્રકારના વૈરાગ્યને ઉચ્ચ સ્થાન નથી આપ્યું. તેઓ એને અપર (અમુખ્ય અથવા ગૌણ) એવા વૈરાગ્ય તરીકે ઓળખાવે છે. આ વૈરાગ્ય પરલક્ષી પ્રકારનો વૈરાગ્ય છે. અધ્યાત્મમાર્ગમાં આગળ વધતાં તેની ખાસ ઉપયોગિતા રહેતી નથી.
પર વૈરાગ્ય એટલે ઉચ્ચ કે મુખ્ય વૈરાગ્ય. તપ, સંયમ વગેરેની ઉગ્ર સાધનાને પરિણામે પોતાનામાં પ્રગટ થતા ગુણો પ્રત્યે આસક્ત ન રહેવું તે વૈરાગ્ય ચડિયાતો છે. એ સ્વલક્ષી વૈરાગ્ય છે. તપ અને સંયમની આરાધનાને કારણે કેટલીક લબ્ધિઓ પ્રગટ થવાનો સંભવ છે. એવી લબ્ધિઓ જ્યારે પ્રગટ થાય છે ત્યારે તે વિશે બીજાને કહેવાના અને તેના પ્રયોગો કરી લોકોને આંજવાના કે આકર્ષવાના ભાવ આવી જાય છે. એ ન આવે તો એનું નામ ગુણવૈરાગ્ય. વિષય વૈરાગ્ય કરતાં ગુણવૈરાગ્યમાં ઘણા ઊંચા પ્રકારના દઢ સંયમની અપેક્ષા રહે છે. ગુણવૈરાગ્ય રાગાદિ ભાવોનો નાશ કરે છે અથવા તેને ઉત્પન્ન થવા દેતો નથી. મનના ભાવો ઉપર અસાધારણ પ્રભુત્વ ન હોય તો એવો વૈરાગ્ય આવી શકે નહિ. [૧૮] વિષય ૩પત્નોત્તરી પિ વીનુશ્રવિક્ષા વિનિ :
न भवन्ति विरक्तचेतसां विषधारेव सुधासु मज्जताम् ॥२॥ અનુવાદ : પ્રાણિ(ઉપલંભ)ના ગોચર (અનુભવમાં આવી શકે એવા) તથા શાસ્ત્રાદિક પરંપરા(અનુશ્રવ)માં શ્રવણ કરેલા અનુકૂળ એવા વિષયો પણ, અમૃતમાં નિમગ્ન થયેલાને જેમ વિષધારા પીડા કરતી નથી તેમ વિરક્ત ચિત્તવાળાને વિકારજનક બનતા નથી.
૧૦૦
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org