________________
પ્રબંધ બીજો, અધિકાર છઠ્ઠો : વૈરાગ્યભેદ અધિકાર
છે. એટલે કે દુઃખગર્ભ કે મોહગર્ભનું જો ઉપમર્દન કરવામાં આવે એટલે કે એને દબાવી દેવામાં આવે કે શાન્ત કરવામાં આવે તો ત્યાં જ્ઞાનગર્ભ વૈરાગ્ય આવી શકે છે. પરંતુ જ્ઞાનગર્ભ વૈરાગ્ય ક્યારે આવી શકે? જ્યારે એવી અધ્યાત્મદષ્ટિ ખીલવા લાગે ત્યારે. એટલે અધ્યાત્મરસની લગની લાગવાથી, અધ્યાત્મના કૃપાપ્રસાદથી દુ:ખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્ય જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં પરિણમી શકે છે. માટે જ્યાં આરંભના સમયમાં દુઃખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્ય પ્રગટ થયો હોય ત્યાં તરત તેનો તિરસ્કાર કે અસ્વીકાર કરવો તે ઉચિત નથી.
इति वैराग्यभेदाधिकारः । વૈરાગ્યભેદ અધિકાર સંપૂર્ણ
૯૯ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org