________________
અધ્યાત્મસાર
ઐશ્વર્યમદ, તપમદ, બળદ, બુદ્ધિમદ, લક્ષ્મીમદ અને શ્રતમદ એ આઠ પ્રકારના મદને મુખ્ય ગણાવવામાં આવે છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાન મહાત્માઓના જીવનમાં આવો કોઈ પ્રકારનો મદ કે સૂક્ષ્મ અભિમાન હોતાં નથી.
૧૦. અસૂયાના તંતુનો વિચ્છેદ – અસૂયા એટલે ગુણમત્સર. પોતાના કરતાં બીજામાં કોઈ ગુણ વધારે જણાય તો ન ગમવાનો ભાવ આવે અથવા એવી વ્યક્તિની કોઈ નબળી વાત સાંભળવામાં આવે તો રાજી થવાનું બને. પરંતુ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાન મહાત્માઓ તો એવી વૃત્તિનો અંતરમાંથી ઉચ્છેદ કરી નાંખે છે.
૧૧. સમતારૂપી અમૃતના સાગરમાં મજ્જન – જગતના સર્વ જીવો પ્રત્યે સમાનતાની દૃષ્ટિ; સર્વ પ્રકારની પરિસ્થિતિ પ્રત્યે પણ પક્ષપાતરહિત, અન્યાયરહિત દૃષ્ટિ. આવા જ્ઞાની મહાત્માઓ સતત સમતારસમાં મગ્ન રહેતા હોય છે.
૧૨. ચિદાનંદમય સ્વભાવમાં અચલાયમાન – આધ્યાત્મિક વિકાસનું આ ઊંચું પગથિયું છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ધરાવનાર મહાત્માઓ સંસાર પ્રત્યે ઉદાસીન થયા પછી, પરદ્રવ્ય અને પરભાવમાં ખેંચાયા વગર પોતાના ચિદાનંદમય સ્વભાવમાં સતત રમણ કરતા રહે છે અને તેમાંથી ચલિત થતા નથી. [૧૮૨] જ્ઞાનનુffમહાયં દ્રયોનુ સ્વોપર્વતઃ |
उपयोगः कदाचित् स्यानिजाध्यात्मप्रसादतः ॥४४॥ અનુવાદ : જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ આદેય (ગ્રહણ કરવા યોગ્ય) છે. બાકીના બે (મોહગર્ભિત અને દુઃખગર્ભિત) વૈરાગ્ય તો પોતપોતાના ઉપમદથી (દબાવાથી) અથવા ક્યારેક અધ્યાત્મના પ્રસાદથી ઉપયોગી થઈ શકે.
વિશેષાર્થ : આમ મુખ્ય ત્રણ પ્રકારના વૈરાગ્ય બતાવવામાં આવ્યા છે : દુઃખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત. આ ત્રણે વૈરાગ્યમાં શ્રેષ્ઠ, સ્વીકારવા યોગ્ય તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. તે જ ચિરંજીવી છે. મોક્ષમાર્ગના આરાધક માટે તે જ ઉપયોગી છે. જ્યાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે, ત્યાં સમ્યકત્વ છે. એટલે તે જ આરાધવા યોગ્ય છે.
તો પછી કોઈકને પ્રશ્ન થાય કે શું દુ:ખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્ય સાવ નકામા છે ? તેનો ખુલાસો કરતાં ગ્રંથકાર મહર્ષિ કહે છે કે દુઃખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્ય સદંતર નકામા છે અથવા તેનું ક્યારેય કશું જ પ્રયોજન નથી એમ નહિ કહી શકાય.
આપણે એવાં દૃષ્ટાંતો વિશે વાંચીએ છીએ અને એવાં ઉદાહરણો જોવામાં પણ આવે છે કે માણસ દુ:ખગર્ભિત વૈરાગ્યથી પ્રેરાઈને ચારિત્ર અંગીકાર કરે અને પછી એવી સરસ આરાધના કરે કે એનો જન્મ સફળ થયો લાગે. એવી જ રીતે મોહગર્ભિત વૈરાગ્યનાં દૃષ્ટાન્તો જોવા મળે છે. એ દષ્ટિએ દુ:ખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્યની ઉપયોગિતા અવશ્ય છે. એનો સર્વથા અસ્વીકાર કે સદંતર અવહેલના કરવાં તે યોગ્ય નથી, કારણ કે કેટલાક પ્રસંગોમાં દુ:ખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્ય સમય જતાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં રૂપાંતર પામે છે. દુઃખગર્ભ, મોહગર્ભ અને વૈરાગ્ય એ ત્રણ શબ્દમાંથી વૈરાગ્ય શબ્દ મહત્ત્વનો
- ૯૮ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org