________________
અધ્યાત્મસાર
કહીને બોલાવે છે અને શ્લેષ્મથી ખરડાયેલી તેની આંગળી જાણે અમૃતથી ચોપડેલી હોય તેવી માને છે.
વિશેષાર્થ : સાંસારિક સંબંધોમાં જ્યાં મમતા હોય છે ત્યાં કેટલીક વાર વિચિત્ર અને સૂગ ચડે એવું વર્તન પણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે પોતાના બેચાર વર્ષની નાની ઉંમરના દીકરાને બાપ મમતાપૂર્વક બહુ વહાલથી રમાડતો હોય ત્યારે “હા, બાપા, હા' એમ કહે છે. (સંસ્કૃત ભાષામાં લાડથી “તાત’ શબ્દ કહેવાય છે.) અથવા બાળક રડતું હોય તો “છાનું રહે બાપા” એમ કહે છે. પોતે બાપ હોવા છતાં દીકરાને બાપ કહે છે. એટલે કે પોતે દીકરાનો દીકરો બને છે. આ એક પ્રકારની ઘેલછા છે અને તે લાડકોડને કારણે તથા મમતાને કારણે થાય છે. આવા તો કેટલાય વિચિત્ર, વિસંગત શબ્દો વહાલને કારણે, મમતાને લીધે બોલાય છે. વળી આ તો એક પિતા-પુત્રના સંબંધનું ઉદાહરણ આપ્યું. અન્ય સંબંધોમાં પણ મમતાને કારણે ગાંડાં ઉચ્ચારણો થાય છે.
નાના બાળકને રમાડવાની વાતનો વધુ વિચાર કરીએ તો બાળકની પ્લેખથી ભરેલી આંગળી હોય, બાળકે તે પોતાના નાકમાં નાખી હોય અને પછી તે આંગળી પિતાના મોઢામાં નાખે તો પિતાને એમાં કશું અરુચિકર જણાતું નથી. બલકે કોઈક તો વહાલથી તે દીકરાની આંગળી પર અમૃત ચોપડ્યું હોય એવા ભાવપૂર્વક તે પ્રસન્નવદને બાળકને રમાડે છે અને એક વાર નહિ પણ વારંવાર આંગળી ચાટીને દીકરાને હસાવે છે અને રમાડે છે. માણસ પાસે મમતા કેવું વિડંબનાત્મક, હાસ્યાસ્પદ, અરુચિકર અને અશુચિમય વર્તન કરાવે છે તે આવા પ્રસંગે જોઈ શકાય છે.
[૨૨૭] પંપિ નિ:શંા સુતપંગ્નિ કુંતિ !
तदमेध्येऽपि मेध्यत्वं जानात्यंबा ममत्वतः ॥१९॥ અનુવાદ : મમતાને લીધે માતા કાદવથી ખરડાયેલા પુત્રને નિઃશંક થઈ પોતાના ખોળામાંથી નીચે મૂકતી નથી અને એની વિષ્ટામાં પણ તેને પવિત્રપણું જણાય છે.
વિશેષાર્થ : પિતાની પોતાના નાના બાળક માટેની મમતા કેવી હોય છે તેનું ઉદાહરણ આપ્યા પછી ઉપાધ્યાયજી મહારાજ હવે માતાનું ઉદાહરણ આપે છે. માતાને પણ પોતાના નાના બાળક માટે અતિશય મમતા હોય છે. કાદવથી ખરડાયેલું બાળક આવીને ખોળામાં બેસી જાય તો મા તેને ખોળામાંથી બહાર કાઢતી નથી. બાળકની ધૂળથી પોતાનો ખોળો મલિન થાય તો તેથી પોતાની જાતને તે ધન્ય માને છે. બાળક ખોળામાં મળમૂત્ર કરે તો મા તેને તરત બહાર મૂકી દેતી નથી. એ તો બાળક છે, અણસમજુ છે એમ કહી એ પોતાના બાળકને ખોળામાં મળમૂત્ર પણ કરવા દે છે. અન્યથા જે અપવિત્ર વસ્તુ ગણાય તેને તે પવિત્ર માને છે. નાનાં સંતાનો માટે માતાપિતાને અતિશય વહાલ હોય છે. એથી પોતાનાં બાળકની અશુચિ પોતાને ખૂંચતી નથી. પરંતુ બીજાનાં બાળકોની અશુચિ એમને ખૂંચે છે. વસ્તુતઃ સાંસારિક જીવનમાં આવા ભાવો યોગ્ય મનાતા હોય તો પણ તત્ત્વદષ્ટિએ તો એ માત્ર રાગનું જ પરિણામ છે. એટલે કે આ બધી મમતાની જ લીલા છે.
૧ ૨૪ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org