________________
પ્રબંધ બીજો, અધિકાર આઠમો : મમત્વ-ત્યાગ અધિકાર
[૨૨૮] માતાપિત્રાદિસંવંથોનિયત પિ મમત્વતઃ |
| મૂકવતાં નૈવત્યેનાવિમાન્ત પર અનુવાદ : માતા, પિતા વગેરેનો સંબંધ અનિયત છે, તો પણ મમત્વને લીધે દઢ ભૂમિ ઉપર રહેલી ભ્રમવાળી વ્યક્તિને તે નિત્ય જણાય છે.
વિશેષાર્થ : જન્મજન્માન્તરના પરિભ્રમણની દૃષ્ટિએ નિહાળીએ તો સાંસારિક સર્વ સંબંધો અનિત્ય છે. માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી વગેરે સર્વ સાથેના આ ભવના સંબંધો દરેક ભવમાં એ જ રીતે રહેતા નથી. પૂર્વે બાંધેલાં કર્મ અનુસાર ઋણાનુબંધ પૂરો થતાં એક જીવ ક્યાંક જાય છે અને બીજો જીવ બીજે જાય છે. ઋણાનુબંધનો પ્રકાર બદલાતાં ભવનાન્તરમાં સંબંધોમાં પણ પરિવર્તન આવે છે. બંનેનો મનુષ્યભવ હોય તો પણ એક ભવની માતા તે બીજા ભવની પત્ની બને છે. એક ભવની પત્ની તે બીજા ભવની બહેન, કાકી, મામી કે નોકરાણી બને છે. આમ સંબંધોની અનિત્યતા પ્રવર્તે છે. વળી એક જ ભવમાં પણ કેટલાયના કૌટુમ્બિક સંબંધો સ્વાર્થ, સંઘર્ષ કે વેરઝેરને કારણે સ્થિર રહેતા નથી. આમ છતાં મુર્ખ પ્રાણી મમતાને લીધે ચિત્તભ્રમ થતાં પોતાના સંબંધોને નિત્ય માનવા લાગે છે. એ માટે ઉદાહરણ આપવામાં આવે છે કે માણસ જે ધરતી પર ઊભો હોય તે ધરતી સ્થિર અને દઢ છે, ૫ ચક્કર આવે ત્યારે એને ધરતી ફરતી લાગે છે. તેવી જ રીતે અનિત્ય સંબંધો જે નિત્ય જેવા ભાસે છે તેમાં તેવો જ વિપર્યાસ રહેલો હોય છે. વળી, માનસશાસ્ત્રીય દષ્ટિએ પણ એવું બને છે કે જે ઘટના રોજની હોય એના સંસ્કાર ચિત્તરૂપી ભૂમિમાં એટલા બધા દેઢ બની જાય છે (conditioning થઈ જાય છે) કે માણસને એમ ભાસે છે કે માતાપિતા વગેરે સાથેના પોતાના જે સંબંધો છે તે અનંતકાળ સુધી એવા ને એવા નિત્ય રહેવાના છે. મમતાને કારણે માણસની દૃષ્ટિ ઉપર જે આવરણ આવી જાય છે તે તેને યથાર્થ દર્શન થવા દેતું નથી. [૨૨૯] fમન્ના: પ્રત્યેત્મિાનો વિમન્ના: પન્ના Iિ
__ शून्यः संसर्ग इत्येवं यः पश्यति स पश्यति ॥२१॥ અનુવાદ : પ્રત્યેક આત્મા ભિન્ન છે. પુદ્ગલો પણ ભિન્ન છે. બધા સંબંધો શૂન્ય છે. આ પ્રમાણે જે જુએ છે તે જ જુએ છે. ' વિશેષાર્થ : તત્ત્વદૃષ્ટિથી સમગ્ર સંસારનું સૂક્ષ્મ અવલોકન કરવામાં આવે તો જણાશે કે પ્રત્યેક દેહમાં રહેલો આત્મા ભિન્ન ભિન્ન છે. બાહ્ય દૃષ્ટિએ પણ બે જીવના ચહેરા મળતા આવતા નથી. બે જીવનું જીવન પણ એકસરખું હોતું નથી. ફક્ત મનુષ્યો જ નહિ, ચારે ગતિના જીવોની દૃષ્ટિએ વિચારીએ તો અનંતાનંત આત્માઓથી ભરેલા આ સંસારમાં દરેકનો આત્મા જુદો જુદો છે. આત્માઓ કઈ ગતિમાંથી આવ્યા ને કઈ ગતિમાં ગયા અને કેવા પ્રકારના ઋણાનુબંધે શરીર ધારણ કર્યું અને એકબીજાના સંસર્ગમાં આવ્યા તે કેવળજ્ઞાની સિવાય કોણ કહી શકે ? જેમ જીવોના વિષયમાં ભિન્નપણું છે તેમ પુદ્ગલના વિષયમાં પણ ભિન્નપણું છે. પ્રત્યેક પુદ્ગલ ભિન્ન ભિન્ન છે. પુદ્ગલો એકબીજાની સાથે જોડાય છે. પુદ્ગલ આત્માની સાથે જોડાય છે અને જુદા જુદા પ્રકારના દેહનું નિર્માણ થાય છે, પરંતુ તે દરેકનો
૧ ૨૫ For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org