________________
પ્રબંધ બીજો, અધિકાર આઠમો : મમત્વ-ત્યાગ અધિકાર
જેવાં, રાજ્યની શિક્ષાને પાત્ર એવાં અપકૃત્યો કે જે પકડાય તો કેદની ભારે સજા થાય અથવા દેહાંતદંડ થાય તેવા ગુનાઓ અથવા જે કાર્યો કરતાં બીજાની સાથે મારામારીમાં ઊતરવું પડે અને તેમ કરતાં પ્રાણ જાય એવું સંકટ ઊભું થવાનો ભય રહે એવાં દુષ્કૃત્યો પોતાના પુરુષ દ્વારા કરાવતી વખતે સ્ત્રીને એના જીવ કરતાં પણ પોતાને થતી પ્રાપ્તિ વહાલી હોય છે. મૂર્ખ માણસ આ સમજી શકતો નથી. કેટલીક વાર અબુધ સ્ત્રીને એવાં ભયસ્થાન સમજાતાં નથી. કેટલીક કપટી સ્રીઓ એ જાણતી હોવા છતાં એવું દુષ્ટ સાહસ પોતાના પતિ પાસે કરાવવા તૈયાર થાય છે. સ્રીથી ભોળવાયેલો વિષયાસક્ત, મોહાંધ પુરુષ, તેવાં અપકૃત્યો કરવા તૈયાર થઈ જાય છે. એટલું જ નહિ, એવું અપકૃત્ય કરતી વખતે પણ એને સ્ત્રીના કપટી આશયનો ખ્યાલ આવતો નથી. ‘એ તો બિચારી કેટલી બધી ભોળી છે, મુગ્ધા છે' એવાં વચનો જ તે મનમાં કે પ્રગટ ઉચ્ચારતો રહે છે. મમત્વને કારણે સ્ત્રીના ભયંકર દુષ્ટાશયને ન સમજવાની પુરુષની બિનઆવડતનું તો કહેવું જ શું ?
[૨૨૫] ચાંચ્છાવિતમાંમાસ્થિ-વિમૂત્રપિીપિ ।
वनितासु प्रियत्वं यत्तन्ममत्वविजृंभितम् ॥१७॥
અનુવાદ : ચામડાથી ઢંકાયેલાં માંસ, અસ્થિ, વિષ્ટા અને મૂત્રની પેટીરૂપી સ્ત્રીઓ વિશે જે પ્રિય લાગવાપણું છે તે તો મમતાનો જ વિલાસ છે.
વિશેષાર્થ : સ્ત્રી પ્રત્યે પુરુષનું જે મમત્વ છે તે તત્ત્વદૃષ્ટિએ કેટલું હીન પ્રકારનું છે, ગંદકીમય છે તે આ શ્લોકમાં દર્શાવવામાં આવ્યું છે. ચિત્તમાં વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે અને મમતાનો ત્યાગ કરાવવા માટે પ્રાચીન કાળથી સર્વ ભારતીય તત્ત્વમીમાંસકોએ આ જ શૈલી અપનાવી છે. સ્ત્રીનું વર્ણન બાહ્યદૃષ્ટિએ બહુ સૌન્દર્યભરેલું લાગે, પણ વાસ્તવમાં સ્ત્રીનો દેહ એટલે શું ? સ્ત્રીના દેહ ઉપર સુંદર ચામડી છે માટે એ સુંદર લાગે છે, પણ એની અંદર શું ભર્યું છે ? એ શરીરની અંદર માંસ છે, હાડકાં છે, રુધિર છે, શ્લેષ્મ છે, પિત્ત છે, મૂત્ર છે, વિષ્ટા છે. જરિયાન વસ્રની કોથળી ઉપર અત્તર છાંટેલું હોય, પણ અંદર મળમૂત્રાદિ ભરેલાં હોય એવી કોથળી કોઈ આપે તો તે લેવાનું અને ઘરમાં સાચવી રાખવાનું કોને ગમશે ? સ્ત્રીનો દેહ આ પ્રકારની પિઠરી જેવો છે, એટલે કે એવી હાંડલી કે વાસણ કે પેટી જેવો છે. આવો એ દેહ હોવા છતાં પણ પુરુષને એ અત્યંત પ્રિય લાગે છે. એ જ દેહ શબ રૂપે હોય તો માણસને તે ઘરમાં રાખવો નહિ ગમે. એનો અર્થ એ થયો કે મમતાની જ આ બધી લીલા છે અને એ લીલાનો જ આ બધો વિસ્તાર છે. અહીં સ્ત્રીના દેહની જ વાત કરવામાં આવી છે. એથી એમ સમજવાનું નથી કે પુરુષનો દેહ હાડકાં, માંસ અને મળમૂત્ર વગરનો છે. એ પણ એવો જ છે એમ સમજી સ્ત્રીઓએ પણ મમતાને દૂર કરવાનો બોધ લેવાનો છે. વસ્તુતઃ જુગુપ્સાભર્યું વાસ્તવિક ચિત્ર વૈરાગ્ય માટે પ્રેરક બને છે.
[૨૨૬] તાલયનું વાનાં તાતેત્યેવં વ્રતે મમત્વવાન્ ।
वेत्ति च श्लेष्मणा पूर्णामंगुलीममृतांचिताम् ॥१८॥
અનુવાદ : મમત્વવાન પુરુષ પોતાના બાળકને લાડ લડાવતી વખતે ‘હા, બાપા !' એમ
Jain Education International2010_05
૧૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org