________________
અધ્યાત્મસાર
લાગે છે. તેના દાંત જે હાડકાં જ છે તે તેને શ્વેત કુંદ પુષ્પની કળી જેવા લાગે છે. શ્લેષ્મથી ભરેલું તેનું મુખ તેને પૂર્ણિમાના ચંદ્ર જેવું દેખાય છે. માંસની ગ્રંથિ જેવા તેના સ્તન તે સુવર્ણના કળશ જેવા જણાય છે. કવિઓ સ્ત્રીના પૂલ સૌન્દર્યનું વર્ણન કરતી વખતે કંઈ કંઈ કલ્પનાઓ દોડાવે છે. ઉપમા, રૂપક, ઉન્નેક્ષા વગેરે કાવ્યાલંકારો દ્વારા સ્ત્રીના અંગાંગોના વર્ણનને તેઓ ચગાવે છે. મોહાંધ બનેલો માણસ તેને સત્ય સમજી તેની પાછળ ઉન્માદવાળો બને છે. જે સ્થૂલ, પાર્થિવ અને નાશવંત છે એવા દેહસૌન્દર્યને મમતાવાળો જીવ એક દૃષ્ટિથી જુએ છે અને તત્ત્વદૃષ્ટિવાળો આત્મજ્ઞાની જીવ જુદી દૃષ્ટિથી જુએ છે. [૨૨૩] ની વીનંત ક્રિયાયામન્ય વ |
यस्यास्तामपि लोलाक्षी साध्वीं वेत्ति ममत्ववान् ॥१५॥ અનુવાદ : જેના મનમાં બીજું છે, વચનમાં બીજું છે અને ક્રિયામાં બીજું છે એવી ચપળ નેત્રવાળી સ્ત્રીને પણ મમતાવાળો પુરુષ સતી માને છે. ' વિશેષાર્થ : કેટલીક સ્ત્રીઓની ચંચળતા કેટલી બધી હોય છે ! એવી ચંચળ સ્ત્રીઓને પારખવાનું સહેલું નથી. એવી સ્ત્રીના મનમાં કંઈક હોય છે, વચનમાં કંઈક હોય છે અને એનું કાર્ય કંઈક જુદું હોય છે. તે બોલે ત્યારે તેનો આશય કંઈક અલગ જ હોય. ચંચળ સ્ત્રીનું મન અકળ છે. એ પોતાના મનમાં કંઈક વાતને કે ઇરાદાને કે બનેલી ઘટનાને ગોપવીને રાખે છે અને પકડાઈ જતાં અસત્ય બોલે છે અને અસત્ય પણ જ્યારે બરાબર પકડાઈ જાય છે ત્યારે રડવા લાગે છે અને અન્યના ઉપર દોષારોપણ કરવા લાગે છે. એમાં પણ દુરાચારી અને લોલાસી એટલે ચંચળ નયનવાળી સ્ત્રી પોતાના પતિને છોડીને મનથી કોઈકને ઇચ્છતી હોય, વચનથી બીજા કોઈકને ભોળવતી હોય અને ધન વગેરેના પ્રલોભનથી ભોગ વળી ત્રીજા કોઈક સાથે ભોગવતી હોય. ક્યારે તે કોની સાથે જોડાશે તે કળી ન શકાય. આવી દુરાચારી સ્ત્રીમાં કળા એટલી બધી હોય છે કે તે પોતાના પતિને બરાબર વશ રાખે છે. તે એવુ માયાવી વર્તન કરે છે કે પતિને તો એમ જ લાગે કે પોતાની પત્ની તો સાધ્વી જેવી પવિત્ર છે અથવા સાક્ષાત્ સતી છે. મમતાથી અંધ બનેલા પતિને આવું ભાસે એમાં નવાઈ શી ?
અહીં મમતાયુક્ત પુરુષને અનુલક્ષીને કેટલીક માયાવી, દુરાચારી સ્ત્રીનું ચિત્ર આપવામાં આવ્યું છે. કેટલાક પુરુષો પણ આવા માયાવી, દુરાચારી અને પ્રપંચી હોય છે; પરંતુ મમતાને કારણે સ્ત્રી એમને ઓળખી શકતી નથી. [૨૨૪] યા પાર્વે િનિui પ્રાઈસિંગ !
दुर्वृत्तां स्त्री ममत्वांधस्तां मुग्धामेव मन्यते ॥१६॥ અનુવાદ : પ્રાણ જાય તેવાં અકાર્યોમાં પણ જે પોતાના રાગી પુરુષને પ્રવર્તાવે છે એવી દુરાચારી સ્ત્રીને મમતાથી અંધ થયેલો માણસ મુગ્ધા તરીકે જ માને છે.
વિશેષાર્થ : જ્યારે સ્વાર્થ પ્રબળ બને છે અને ભોગતૃષ્ણા વકરે છે ત્યારે કેટલીક વાર સ્ત્રી પોતાના પતિ કે પ્રિયતમને અકાર્ય કરવા માટે પ્રેરે છે. ચોરી, દાણચોરી, લાંચરુશવત, લૂંટફાટ, ખૂન કે વ્યભિચાર
૧ ૨ ૨. For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org