________________
પ્રબંધ બીજો, અધિકાર આઠમો : મમત્વ-ત્યાગ અધિકાર
ફરક છે. જે વસ્તુ ન હોય તે ત્યાં જોવી એનું નામ મિથ્યાત્વ. મિથ્યાત્વીની દષ્ટિ દેવ, ગુરુ અને ધર્મના વિષયમાં વિપરીત હોય છે. યથાર્થ સ્વરૂપ તેને સમજાતું નથી માટે તે અંધ સમાન છે. જન્માંધ માણસ તો કોઈક જ્ઞાનીના સંયોગે યથાર્થ સ્વરૂપને જાણી અને સમજી શકે છે. તે ચર્મચક્ષુથી નથી જોઈ શકતો, પણ આંતરચક્ષુ દ્વારા તે કલ્પનાથી નિહાળી શકે છે. પરંતુ મમતાંધ માણસ ચર્મચક્ષુથી જોઈ શકતો હોવા છતાં આંતરચક્ષુ દ્વારા તેનું દર્શન મલિન, અસ્પષ્ટ કે વિપરીત હોય છે. જાત્કંધ અને મમતાંધ વચ્ચે આવો મોટો પાયાનો તફાવત હોય છે.
[૨૨૧] પ્રાળાનભિન્નતાધ્યાનાત્ પ્રેમમૂના તતોઽધામ્ ।
प्राणापहां प्रियां मत्वा मोदते ममतावशः ॥ १३ ॥
અનુવાદ : મમતાને વશ થયેલો માણસ, પોતાના પ્રાણનો પણ નાશ કરે એવી પ્રિયાને પોતાનાથી અભિન્ન ધારીને, અતિશય પ્રેમને કારણે, પોતાના પ્રાણ કરતાં પણ અધિક માનીને આનંદ પામે છે.
વિશેષાર્થ : પતિ-પત્ની કે પ્રિયતમ-પ્રિયતમાના સંબંધમાં સ્ત્રીના હાવભાવથી, પ્રેમચેષ્ટાથી, દેહસૌન્દર્યથી કે કામભોગથી પુરુષ એટલો બધો અભિભૂત થઈ જાય છે કે તે પોતાની સ્ત્રીને પોતાના પ્રાણથી પણ પ્યારી ગણવા લાગે છે. તેનો નચાવ્યો નાચે છે. તેના કહેવાથી ન્યાયનીતિ કે લજ્જાદિ બાજુ પર મૂકી અકાર્ય કે ગુનાઓ કરવા લાગે છે. તે એવો ઉન્મત્ત થઈ જાય છે કે સ્ત્રીને ખાતર પોતાના પ્રાણ આપવા તૈયાર થઈ જાય છે. તે પોતાની સ્ત્રી સાથે એકરૂપતા અનુભવે છે. તેની સાથે પોતાની અભિન્નતા સમજે છે. ક્યારેક તો એ કહે છે કે ‘અમારાં ખોળિયાં બે છે, પણ જીવ તો એક જ છે.'
પુરુષ મમતાને વશ થઈ પોતાનું ભાન ભૂલે છે. સ્ત્રીના હૃદયના ભાવો, તેનાં વચનો અને તેના બાહ્ય હાવભાવ એ ત્રણે વચ્ચે સંગતિ છે કે વિસંગતિ તે સમજવા જેટલી શક્તિ પણ તેનામાં હોતી નથી. કદાચ હોય તો તે મમતાને કારણે હરાઈ જાય છે. એને લીધે જ સ્ત્રી અન્ય પુરુષની સહાયથી કે સહાય વગર ક્યારેક પોતાના પતિનું જ કાસળ કાઢી નાખવાનું કાવતરું કરે તો પણ મોહાંધ પતિને તેની ગંધ સુદ્ધાં આવતી નથી. સ્ત્રીની દેહરચના અને સ્રીની પ્રકૃતિ એ બંનેમાં પુરુષને મોહાંધ બનાવવાની શક્તિ રહેલી છે. જેવું પુરુષની બાબતમાં તેવું સ્ત્રીની બાબતમાં પણ સંભવે છે. માટે પોતે મમત્વનો ત્યાગ ન કરે ત્યાં સુધી જીવને શુદ્ધ દૃષ્ટિ પ્રાપ્ત થતી નથી.
[૨૨૨] વાસ્યસ્થીનિ વશનાન્ મુદ્યું શ્લેષ્મવૃદું વિધુત્ ।
मांसग्रंथि कुचौ कुम्भौ हेम्नो वेत्ति ममत्ववान् ॥१४॥
અનુવાદ : મમતાવાળો પુરુષ પ્રિયાના દાંત જે હાડકાં જ છે તેને મચકુંદ પુષ્પની કળીઓ માને છે, શ્લેષ્મના ઘર જેવા મુખને ચન્દ્ર માને છે તથા માંસની ગ્રંથિરૂપ સ્તનોને સુવર્ણના કળશરૂપ માને છે.
વિશેષાર્થ : મમતાથી તીવ્ર રાગવાળા બનેલા પુરુષને પોતાની પ્રિયતમાનું દેહલાવણ્ય કંઈક અલૌકિક
Jain Education International2010_05
૧૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org