________________
અધ્યાત્મસાર
[૧૯] મમત્વેન બંદૂન નોલાન્ પુત્યેિકોર્તિધૂનૈઃ
सोढा नरकदुःखानां तीव्राणामेक एव तु ॥११॥ અનુવાદ : મમતાને લીધે માણસ પોતે એકલાએ જ ઉપાર્જન કરેલા ધન વડે ઘણા માણસોનું પોષણ કરે છે, પરંતુ નરકનાં ભયંકર દુઃખો તે એકલો જ સહન કરનાર છે. ' વિશેષાર્થ : માણસ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે એટલે પત્નીનું પોષણ કરવાની એની જવાબદારી રહે છે. વખત જતાં સંતાનો થાય તો તેમના ભરણપોષણ માટે તથા વૃદ્ધ માતા-પિતા અને અશક્ત ભાઈબહેન માટે પણ તેને ધન કમાવા દોડવું પડે છે. આમ તે એકલો કુટુંબ-પરિવાર પ્રત્યેની ગાઢ મમતાને કારણે આરંભાદિ કાર્યો કરે છે. ક્યારેક તો તે ધંધામાં પણ કાળાધોળાં કરે છે, હિંસા કે ચોરીનાં કૃત્યો કરે છે કે કરાવડાવે છે. સ્વજનોને સુખી કરવા માટે આવાં બધાં પાપો તે એકલો કરે છે, પરંતુ જયારે તેનાં ફળ ભોગવવાનાં આવે છે ત્યારે તેની સાથે કુટુંબ-પરિવારમાંથી કોઈ સાથે આવતું નથી.
જીવનમાં ક્યારેક તેને જેલમાં જવાનો વખત આવે છે અને ભવાન્તરમાં તેને નરકગતિનાં દુઃખો
છે છે. આ બધું તેના અંતરમાં રહેલી મમતાને કારણે બને છે. માણસના હૃદયમાં કુટુંબપ્રેમ ગમે તેટલો ગાઢ હોય તો પણ એણે સૌ પ્રથમ તો હિંસા, ચોરી, લબાડી જેવાં મોટાં પાપો તથા જેમાં બહુ પાપ રહેલું હોય એવા વ્યવસાયો બંધ કરી દેવા જોઈએ. એવું અકાર્ય પોતે તો ન કરવું જોઈએ, પણ બીજા પાસે પણ ન કરાવવું જોઈએ. વળી, પોતાનાં સ્વજનોમાંથી જે સુખેથી પોતાનો નિર્વાહ કરી શકે એમ હોય તેમની આર્થિક જવાબદારીમાંથી પોતે મુક્ત બનવું જોઈએ. પોતાનાં આશ્રિત સ્વજનો માટે પણ તેઓ અતિશય ભોગવિલાસ તરફ ઘસડાય એટલું બધું ધનોપાર્જન ન કરવું જોઈએ. જીવનનિર્વાહ સારી રીતે ચાલી શકતો હોય તો ધનલાલસાને પરિમિત કરતા જવું જોઈએ. મમતાને વશ કરવાથી જ આ બધું થઈ શકે. કર્મસિદ્ધાન્તની દૃષ્ટિએ પોતે કરેલાં કર્મ પોતાને જ ભોગવવાનો વખત મોડો કે વહેલો આવવાનો જ છે એ વાત લક્ષ બહાર ન રહેવી જોઈએ. [૨૨] મમતીન્યો દિ ચેન્નતિ તત્પશ્યતિ ન પતિ ા
जात्यंधस्तु यदस्त्येतद्भेद इत्यनयोर्महान् ॥१२॥ અનુવાદ : જે મમતાથી અંધ છે તે તો જે ન હોય એને જુએ છે. જે જાતિઅંધ (જન્માંધ) છે તે જે છે તેને જોઈ શકતો નથી. આવી રીતે એ બંનેની વચ્ચે મોટો ભેદ છે. ' વિશેષાર્થ : માણસ પોતાનાં ચર્મચક્ષુ વડે જુએ છે અને પોતાની મતિ વડે જોયેલા પદાર્થને ઓળખે છે અને સમજે છે. જે માણસ જન્મ પછી ઘણા કાળે કોઈક રોગને કારણે ચક્ષુ ગુમાવે છે તે માણસ પણ પૂર્વે જોયેલા પદાર્થોને યાદ કરી તેનાં રૂપરંગ સમજી શકે છે. જે માણસ જાતિ અંધ છે એટલે કે જન્મથી જ અંધ છે, અંધ તરીકે જ અવતરેલો છે તેણે તો કોઈ પદાર્થ કે તેનાં રૂપરંગ ક્યારેય જોયાં નથી. બીજાના કહેવાથી તે કંઈક સમજી શકે છે. બીજી બાજુ મમતા એવી વસ્તુ છે કે જે માણસની દૃષ્ટિને ભ્રમિત કરી નાખે છે. તે અંધ જેવો બની જાય છે. જે જાતિ અંધ છે એને તો જે વસ્તુ છે તે દેખાતી નથી. પરંતુ મમતાથી અંધ થયેલા માણસને તો જે વસ્તુ નથી તે દેખાય છે. બંને વચ્ચે આટલો મોટો
૧૨૦ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org