________________
પ્રબંધ બીજો, અધિકાર આઠમો : મમત્વ-ત્યાગ અધિકાર
[૨૧૭] મમત્વનૈવ નિઃશંમારંભાયો પ્રવર્તતે कालाकालसमुत्थायी धनलोभेन धावति ॥ ९ ॥
અનુવાદ : મમતાને કારણે માણસ આરંભ વગેરેમાં નિઃશંકપણે પ્રવર્તે છે અને ધનના લોભે કાળે કે અકાળે ઊઠીને તે દોડાદોડ કરે છે.
વિશેષાર્થ : મમતાનો પ્રેર્યો માણસ શું શું કરવા નથી પ્રેરાતો ? ‘મારાં માતાપિતા, મારી પત્ની, મારાં સંતાનોને માટે મારે કશુંક કરવું જોઈએ.' એમ મમતાથી તે પ્રેરાય છે એ નિઃશંક છે. આજીવિકાનો પ્રશ્ન સૌથી પ્રથમ ઉપસ્થિત થાય છે. પરંતુ આજીવિકા જેટલું મળી રહે તો તેનાથી એને સંતોષ થતો નથી. સારું મોટું ઘર, સુંદર વસ્ત્રો, સરસ સગવડો વગેરે માટે તે મથવા લાગે છે. એ માટે તે શું કરે છે? કાર્ય કે અકાર્ય એવું કશું તે જોતો નથી. તે આરંભ અને પરિગ્રહ વધારતો જાય છે. એમ કરવામાં તે નિઃશંક બની જાય છે, એટલે કે યોગ્યાયોગ્યતાનો વિચાર કરતો નથી. એ માટે હિંસા, અસત્ય, વગેરેનું આચરણ કરવું પડે તો તે કરે છે. અરે, લોભ વધતાં તે સ્થૂલ કે સૂક્ષ્મ ચોરી કરતાં પણ અટકતો નથી. મતલબ કે કુટુંબ પરિવારને માટે તે ગમે તેવું પાપ કરવા તૈયાર થઈ જાય છે. જીવનનિર્વાહ માટેનું અને સામાજિક પ્રતિષ્ઠા માટેનું સૌથી મોટું સાધન તે ધન છે. ધન કમાવા માટે માણસ દિવસ કે રાત, કાળ કે અકાળ કશું જોતો નથી અને દોટ મૂકવા લાગે છે. તે રાતના ઉજાગરા વેઠે છે, ભૂખેતરસે રખડે છે, ક્યાંનો ક્યાં ઘૂમી વળે છે, ટાઢ તડકો જોતો નથી, અરે ઘડપણમાં પણ ધન માટે તે થાકતો નથી. આ બધું કોણ તેની પાસે કરાવે છે ? પેલી દુષ્ટ મમતા. મમતાનું રૂપ કેવું મોહક છે કે તે માણસને નિચોવી લે છે.
[૨૧૮] સ્વયં યેષાં ચ પોષાય વિદ્યતે મમતાવશે: ।
इहामुत्र च ते न स्युस्त्राणाय शरणाय वा ॥१०॥
અનુવાદ : મમતાને વશ થઈને પોતે જેઓના પોષણ માટે કષ્ટ વેઠે છે તેઓ આ લોકમાં કે પરલોકમાં પોતાના રક્ષણ માટે કે શરણ માટે સહાયરૂપ થનાર નથી.
વિશેષાર્થ : જન્મથી જ માણસ કુટુંબ-પરિવારના સંપર્કમાં આવે છે અને યુવાન થતાં પોતે સંતતિને જન્મ આપે છે. આમ એનો પારિવારિક સંબંધ બેય બાજુ બનેલો રહે છે. માણસ પોતાનાં સંતાનોનાં ઉછેર માટે ઘણું કષ્ટ વેઠે છે. તેમના ભરણપોષણને માટે કમાવા તે દોડધામ કરે છે. તેઓ માંદાં હોય ત્યારે ઉજાગરા કરે છે અને તેમની સેવાચાકરી માટે સતત ચિંતિત રહે છે. સંતાનો માટે માણસ પોતાની જાતને નિચોવી નાખે છે. પરંતુ એ જ સંતાનો મોટાં થઈ પોતાની દુનિયામાં વસવા લાગે છે ત્યારે તેમને માતાપિતા બહુ યાદ આવતાં નથી. માતાપિતા વૃદ્ધ થાય તો એમને બોજારૂપ લાગે છે. તેમની સારસંભાળ રાખવાની કે સેવાચાકરી કરવાની વાત તો દૂર રહી, કેટલાંક તો વાતે વાતે માતાપિતાનું અપમાન કરવા લાગે છે. એમાં પણ આર્થિક આપત્તિ આવે કે રોગ વગેરે થાય ત્યારે તો માતાપિતાની ઘણી કસોટી થાય છે અને પોતાનાં સંતાનો પાછળ વેડફેલા સમય માટે પશ્ચાત્તાપ કરવાનો વખત આવે છે. જે સંતાનો આ જિંદગીમાં જ આશ્રયરૂપ, સહારારૂપ કે રક્ષણરૂપ નથી થતાં તે પરભવમાં તો ક્યાંથી થાય ?
Jain Education International2010_05
૧૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org