________________
અધ્યાત્મસાર
ભાઈભાંડુઓને ઓળખતું થાય છે અને ત્યારથી જ “આ બધાં મારાં છે” એવી જાતનો મમત્વભાવ કેળવાતો જાય છે અને ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો જાય છે. વિદ્યાભ્યાસ અને પછી વ્યવસાય વગેરેને કારણે તથા જુદાં જુદાં વર્તુળોમાં, મંડળીમાં જોડાવાથી એનાં મિત્રો અને પરિચિતો વધતાં જાય છે અને જેમ પોતાનું વર્તુળ મોટું તેમ પોતે વધારે આનંદિત થતો જાય છે. પાસે ધન હોય તો ધન ખર્ચીને પણ નવા નવા સંબંધો બાંધવાની અને તે સાચવવાની કળા અને હોશિયારી તે અભિમાનપૂર્વક કેળવતો જાય છે. જેમ પોતાની ઓળખાણો વધારે તેમ સમાજમાં પોતાની પ્રતિષ્ઠા વધારે એ હકીકત તેની એ પ્રવૃત્તિને પુષ્ટ કરે છે અને એ રીતે દિવસે દિવસે એનું સંબંધોનું વર્તુળ વધતું જાય છે, પણ બિચારાને ખબર નથી હોતી કે આ રીતે વધારેલું વર્તુળ એ તો પોતાની મમતાનો જ વિસ્તાર છે. આધ્યાત્મિક દૃષ્ટિએ છેવટે એ દુઃખદાયી જ બનવાનો છે.
[૨૧૬] રૂત્યેવં મમતાવ્યાધ વર્તમાન પ્રતિક્ષUTKI
जनः शक्नोति नोच्छेत्तुं विना ज्ञानमहौषधम् ॥८॥ અનુવાદ : આ પ્રમાણે ક્ષણે ક્ષણે વધતા જતા મમતારૂપી વ્યાધિનો ઉચ્છેદ કરવા માટે માણસ જ્ઞાનરૂપી ભારે ઔષધિ વિના શક્તિમાન થતો નથી.
વિશેષાર્થ : સ્વજન-પરિવાર, જ્ઞાતિબંધુઓ અને પરિચિત જનોના વધતા જતા વર્તુળની સાથે સાથે મમતાનો વિસ્તાર વધતો જાય છે. મમતાની સાથે અહંકાર પણ આવ્યા વિના રહેતો નથી. પોતાનાં જે કોઈ હોય તેમાંથી કોઈ સાથે અણબનાવ થતાં તે પારકાં થાય તો માણસનો અહંકાર ઘવાય છે. એમાંથી જાત જાતના અશુભ વિચારો, માઠી અધ્યવસાયો થવા લાગે છે. એથી ચિત્તની અસ્વસ્થતા વધતી જાય છે. એટલે જ અહીં મમતાને માટે “વ્યાધિનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. મમતારૂપી વ્યાધિ માણસને વિવિધ રીતે પીડા કરે છે. આમ જો જોવા જઈએ તો વધતા જતા સંબંધો સાચવવા માટે માણસને જે દોડાદોડી કરવી પડે છે, એથી શારીરિક વ્યાધિ તો થાય છે, પરંતુ સંબંધોમાં પણ ભરતીઓટ થવાને કારણે મનમાં થતાં સંકલેશપરિણામોને લીધે માનસિક વ્યાધિ પણ થાય છે. મમતા સ્થિર રહેતી નથી. એ ક્ષણે ક્ષણે વિસ્તરતી જાય છે. નવી નવી ઓળખાણો કરી સંબંધો વિસ્તારવાની વૃત્તિ માણસમાં સહજ રીતે રહેલી છે. આમ મમતાને કારણે સ્થૂલ દૃષ્ટિએ તો વ્યાધિ થતી જાય છે, પરંતુ એવી વ્યાધિ હજુ જ્યાં ન આવી હોય ત્યાં પોતાના પંથ કે સંપ્રદાય માટેની આંધળી મમતામાં રાચતા જીવો આધ્યાત્મિક વિષમતારૂપી વ્યાધિથી પીડાતા હોય છે. વ્યાધિનું સ્વરૂપ એવું છે કે જો તરત ઉપચાર કરવામાં ન આવે તો તે ઉત્તરોત્તર વધતી ચાલે છે. કેટલીક વખત તે માણસનો જીવ લઈને જંપે છે. વ્યાધિને શાન્ત કરવા માટે ઔષધોપચાર કરવાની જરૂર રહે છે. ઔષધિમાં વ્યાધિને શાન્ત કે નિર્મૂળ કરવાની શક્તિ છે. મમતારૂપી વ્યાધિ શાન્ત કે નિર્મૂળ કરવા માટે જ્ઞાનરૂપી ઔષધિની આવશ્યકતા છે. આત્મજ્ઞાનરૂપી ઔષધિનું સેવન જેવું ચાલુ થાય કે તરત સંબંધોની મમતારૂપી વ્યાધિ ઓછી થવા લાગે. કેટલાંક ઔષધો એવા હોય છે કે વ્યાધિ થવા પૂર્વે તે લેવામાં આવે અથવા તેનું કાયમ સેવન કરવામાં આવે તો વ્યાધિને તે આવવા દેતાં નથી અને વ્યાધિ ન હોય તો પણ તેની કંઈ પ્રતિક્રિયા થવા દેતાં નથી. જ્ઞાનરૂપી ઔષધ પણ એવું જ છે. તે ગમે ત્યારે લઈ શકાય. તે લેવાથી મમતારૂપી વ્યાધિ નીકળી જાય છે. વળી તે વ્યાધિને આવતી અટકાવે છે. આમ જ્ઞાન અને એની પરિણતિ એ કાયમ સેવવા યોગ્ય નિર્દોષ છતાં પ્રબળ અસરકારક ઔષધ છે.
૧૧૮ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org