________________
પ્રબંધ બીજો, અધિકાર આઠમો : મમત્વ-ત્યાગ અધિકાર
[૧૪] વ્યાખ્યોતિ મહત ભૂમિં વટવીનાથ વટઃ
यथैकममताबीजात् प्रपंचस्यापि कल्पना ॥६॥ અનુવાદ : જેમ વડના એક બીજમાંથી ઊગેલો વડ વિશાળ ભૂમિમાં પથરાઈ જાય છે તેમ એક મમતારૂપી બીજમાંથી આ સર્વ પ્રપંચ(સંસાર)ની કલ્પના ઊભી થાય છે.
વિશેષાર્થ : મમતાના વિસ્તારને વડની ઉપમા અહીં આપવામાં આવી છે. વટવૃક્ષ ઉપર એનાં નાનાં નાનાં ફળ થાય છે. એને ટેટા કહેવામાં આવે છે. એક ટેટામાં રાઈના દાણા જેવડાં ઘણાં બધાં નાનાં નાનાં બી હોય છે. વડના વિશાળ વૃક્ષની અપેક્ષાએ આ બી કેટલું બધું નાનું છે ! પરંતુ એક બીજમાંથી પાછું આખું વટવૃક્ષ ઊગી શકે છે. એટલી ક્ષમતા એટલા નાના બીજમાં રહેલી છે. વળી વડની ખાસિયત એ છે કે તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો જ જાય છે. બીજાં વૃક્ષો મોટાં થઈ ગયા પછી ખાસ વૃદ્ધિ પામતાં નથી. વડના વૃક્ષની લટકતી વડવાઈઓ જમીન સુધી પહોંચીને ફરી મૂળિયા અને થડ જેવી બની જાય છે અને એની શાખા પ્રશાખા ફૂટતી જાય છે. ચારે બાજુ આમ વડવાઈઓ દ્વારા વડનો વિસ્તાર વધતો જ જાય છે. એટલે તો એની વડવાઈઓને કાપીને એનો વિસ્તાર વધતો લોકો અટકાવે છે. ક્યારેક તો વડ ચારે બાજુ એટલો બધો વધી ગયો હોય છે કે કબીરવડની જેમ, એનું મૂળ થડ ક્યું હતું તે જાણવું પણ અશક્ય થઈ જાય છે. આવું જ મમતાની બાબતમાં છે. એના પ્રપંચની એટલે કે વિસ્તારની કલ્પના અથવા રચના વધતી જ જાય છે. નાની સરખી મમતારૂપી વાસનામાંથી બાવાની લંગોટીની જેમ એની વૃદ્ધિ ઉત્તરોત્તર થતી ચાલે છે. જેમ વાસનાઓનો કોઈ અંત હોતો નથી, તેમ મમતાને પણ જો અટકાવવામાં ન આવે તો એનો પણ અંત આવતો નથી. સ્વજનો અને સંબંધીઓ “મારાં છે' ત્યાંથી શરૂ કરીને પાળેલાં પશુ-પક્ષીઓ વગેરે માટે તથા ઘર, દુકાન, કારખાનાં, માલસામાન, વાહન વગેરે માટે તે “મારાં છે”, “મારાં છે” એવો ભાવ વધતો જાય છે. મમતાનો આવો વિસ્તાર બાહ્ય દષ્ટિએ સમૃદ્ધિરૂપ દેખાય છે, પરંતુ ક્યારે તે આપત્તિરૂપ અને મોટા દુઃખનું કારણ થઈ જશે તે કહી શકાય નહિ. મમતાનો વિસ્તાર વધી ગયા પછી એમાંથી નીકળવાનું અઘરું બની જાય છે. માટે એ વૃદ્ધિ પામે તે પહેલાં જ સાધકે તેનો ઉચ્છેદ કરવો જોઈએ.
[૨૧૫] માતા પિતા છે માતા છે મનની વ8માં રે છે !
पुत्राः सुता मे मित्राणि ज्ञातयः संस्तुताश्च मे ॥७॥ અનુવાદ : આ મારી માતા છે, આ મારા પિતા છે, આ મારા ભાઈ છે, આ મારી બહેન છે, આ મારી પત્ની છે, આ મારા દીકરા છે, આ મારી દીકરી છે, આ મારા મિત્રો છે, આ મારા જ્ઞાતિબંધુઓ છે અને આ મારા પરિચિતજનો છે. ' વિશેષાર્થ : માણસનું પોતાના પરિવાર માટેનું મમત્વ સૌથી મોટું હોય છે. “આ મારી માતા છે, આ મારા પિતા છે, આ મારો ભાઈ છે, આ મારી બહેન છે, આ મારી પત્ની છે, આ મારા દીકરાઓ છે, આ મારી દીકરીઓ છે, આ મારા મિત્રો છે, આ મારા જ્ઞાતિબંધુઓ છે, આ મારા પરિચિતજનો છે.” આમ માણસના સંબંધોનો વિસ્તાર વધતો જાય છે. બાળક જન્મે ત્યારથી જ પોતાનાં માતાપિતાદિ તથા
૧૧૭. For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org