________________
પ્રબંધ પહેલો, અધિકાર ત્રીજો : દંભત્યાગ અધિકાર
વિશેષાર્થ : જેઓનું ચિત્ત અધ્યાત્મવિદ્યામાં પરોવાયેલું છે તેવા આરાધકોએ જીવનમાં જરા પણ દંભ ન કરવો જોઈએ, કારણ કે દંભ આધ્યાત્મિક જીવનને મલિન કરનારું અને વિકાસને રુંધનારું મોટું કારણ છે. જેઓ દંભ કરે છે તેઓ ભવસાગરનો પાર પામી શકતા નથી. દંભ એ વહાણમાં પડેલા છિદ્ર બરાબર છે. વહાણમાં છિદ્ર હોય તો એવું વહાણ સમુદ્ર ઓળંગવામાં સહાયરૂપ ન થાય. તે પોતે ડૂબે અને તેમાં બેસનારાઓને પણ ડુબાડે. તેવી રીતે દંભી મુનિઓ પોતે ભવસાગરમાં ડૂબે અને પોતાનો આશ્રય લેનારને પણ તે ડુબાડે. માટે ભવસાગર જો તરી જવો હોય તો દંભ રૂપી છિદ્ર પૂરી દેવું જોઈએ. આરાધકોએ નિર્દભ બનવું જોઈએ. આત્માર્થીઓએ સરળ હોવું બહુ જરૂરી છે.
[૭૫] રંમજ્ઞેશોપિ મન્ત્યારે સ્ત્રીત્વાનનિબંધનમ્ ।
अतस्तत्परिहाराय यतितव्यं महात्मना ॥२२॥
અનુવાદ : દંભનો જરા સરખો અંશ પણ મલ્લિનાથ વગેરેને સ્રીવેદના અનર્થનું કારણ થયો હતો. એટલા માટે મહાત્માઓએ તેનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો જોઈએ.
વિશેષાર્થ : દંભનો, માયાચારનો, કપટભાવનો જરા જેટલો અંશ જીવનમાં હોય તો તે પણ મોટાં અશુભ કર્મ બંધાવે છે. મલ્લિનાથ ભગવાન કે જેઓ મલ્લિકુંવરી હતાં તેમણે પોતાના પૂર્વ ભવમાં પોતાના મિત્રો સાથે તપશ્ચર્યાની બાબતમાં કપટભાવ રાખ્યો હતો. તેને કારણે તીર્થંકર નામકર્મ બાંધ્યું હોવા છતાં તેઓ સ્ત્રીવેદ પામ્યા હતા.
મલ્લિનાથ ભગવાન પોતાના પૂર્વભવમાં મહાબળ નામના રાજકુમાર હતા. બીજા છ રાજકુમારો સાથે એમને ગાઢ મૈત્રી હતી. પિતાએ દીક્ષા લીધી એટલે મહાબળ રાજકુમા૨ ગાદીએ આવ્યા. એમના રાજકુમાર મિત્રો પણ કાલક્રમે પોતપોતાના રાજ્યમાં ગાદીએ આવ્યા. ઘણાં વર્ષ રાજ્ય કરી, પોતપોતાના પુત્રને ગાદી સોંપી સાતે મિત્રોએ વરધર્મ નામના ગુરુ પાસે દીક્ષા લીધી. એક વખત તે સાતે મુનિઓએ સંકલ્પ કર્યો કે બધાએ એકસરખું તપ કરવું. પરંતુ મહાબળ મુનિ કંઈક બહાનું કાઢી છૂપી રીતે બીજા કરતાં અધિક તપ કરી લેતા. આ રીતે એમણે તપ કરવામાં દંભાચાર કર્યો. આ માયાકપટને કારણે તેમનાથી સ્રીવેદ નામનું કર્મ બંધાયું. બીજી બાજુ એમણે વીસ સ્થાનકની અપૂર્વ આરાધના કરીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું.
ત્યાર પછી સાતે મુનિ મિત્રો પોતપોતાના આયુષ્ય અનુસાર કાળધર્મ પામી દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાં આયુષ્ય પૂર્ણ કરી મહાબળનો જીવ ભરતક્ષેત્રમાં મિથિલા નગરીના કુંભ નામના રાજાની પ્રભાવતી નામની રાણીની કુખે કુંવરી તરીકે અવતર્યો. તેમનું નામ મલ્લિ પાડવામાં આવ્યું.
બીજા છએ મિત્રો પણ જુદા જુદા રાજ્યમાં રાજકુંવર તરીકે અવતર્યા. મલ્લિકુંવરીના રૂપનાં વખાણ સાંભળી તેને પરણવાનું તેઓને મન થયું. એ માટે તેઓએ સંદેશા મોકલાવ્યા. પરંતુ કુંભ રાજાએ એ વાતનો અસ્વીકાર કરતાં તેઓએ મિથિલાના રાજ્ય પર ચડાઈ કરી. તે વખતે તીર્થંકરના જીવ મલ્લિકુંવરીએ પોતાના અવધિજ્ઞાનથી છએ મિત્રોની ઇચ્છા જાણી તેઓને બોધ પમાડવા માટે એક યુક્તિ કરી. તેમણે પોતાની સુવર્ણ પ્રતિમા કરાવીને એક ઓરડામાં રાખી. એ પ્રતિમા અંદરથી પોલી હતી અને તેના
Jain Education International2010_05
૩૭
For Private & Personal Use Only
www.jainelibrary.org