________________
અધ્યાત્મસાર
તાળવામાં છિદ્ર રાખવામાં આવ્યું હતું અને તેના ઉપર સુવર્ણનું ઢાંકણું હતું. તેઓ તેમાં રોજ રાંધેલો હાર નાખી ઢાંકણું બંધ કરી દેતાં. આ રીતે અંદર આહાર સડતો ગયો અને ગંધાતો ગયો
ત્યાર પછી મલ્લિકુંવરીએ એ છએ રાજકુમારોને એકબીજાને ખબર ન પડે એ રીતે વારાફરતી બોલાવી, ઢાંકણું ઉઘાડી દુર્ગધનો અનુભવ કરાવ્યો અને સમજાવ્યું કે આવા દુર્ગધમય દેહ ઉપર પ્રીતિ કરવા જેવું નથી. મલ્લિકુંવરીએ તેઓને પૂર્વભવની પણ વાત કરી. એથી એ રાજકુંવરો પ્રતિબોધ પામ્યા.
ત્યારપછી મલ્લિકુંવરીએ અઠ્ઠમ તપ કરી પ્રવજયા અંગીકાર કરી. એમને કેવળજ્ઞાન થયું. તીર્થકર નામકર્મ બાંધ્યું હોવાથી તેઓ તીર્થકર થયા.
આ રીતે માયાચાર કરવાને કારણે તેઓ સ્ત્રીવેદ પામ્યા હતા.
મલ્લિનાથની જેમ પીઠ, મહાપીઠ વગેરે પણ દંભ અથવા માયાચારને કારણે સ્ત્રીવેદ પામ્યાનાં ઉદાહરણો છે.
આમ, માયાકપટનો જરા જેટલો અંશ પણ વિપરીત પરિણામ અપાવનાર છે. આટલું જો બરાબર સમજવામાં આવે તો પછી કોણ દંભ કરે ? જે મહાન આત્માઓ છે અને જેઓ મોક્ષાભિલાષી છે તેઓ તો પોતાના જીવનમાંથી દંભને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.
इति दंभत्यागाधिकारः । દંભત્યાગ અધિકાર સંપૂર્ણ.
૩૮ For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org