________________
પ્રબંધ પહેલો
અધિકાર ચોથો
* ભવસ્વરૂપચિન્તા અધિકાર [७६] तदेवं निर्दभाचरणपटुना चेतसि भव
स्वरूपं संचिन्त्यं क्षणमपि समाधाय सुधिया। इयं चिन्ताऽध्यात्मप्रसरसरसीनीरलहरी
सतां वैराग्यास्थाप्रियपवनपीना सुखकृते ॥१॥ અનુવાદ : એવી રીતે દંભરહિત આચરણ કરવામાં નિપુણ એવા બુદ્ધિમાન પુરુષે પોતાના ચિત્તને ક્ષણવાર સ્થિર રાખીને સંસારના સ્વરૂપનું ચિંતન કરવું. આ ચિંતન અધ્યાત્મના વિસ્તારરૂપી સરોવરના નીરની લહરી છે. એ વૈરાગ્યની આસ્થારૂપી પ્રિય પવનથી પુષ્ટ થયેલી છે અને તેથી તે સત્પરુષોને માટે સુખદાયી બને છે. ' વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે આ ચોથા અધિકારનું નામ આપ્યું છે ‘ભવસ્વરૂપચિંતા”. ભવ એટલે સંસાર. ચિંતા એટલે ચિંતન. સંસાર બાહ્યદષ્ટિએ જેવો દેખાય છે તેના કરતાં ઘણો વધારે વિચિત્ર, વિષમ, દુઃખદાયક છે. એનું યથાર્થ દર્શન થવું અને એનું સ્વરૂપ સમજાવું તે સરળ નથી. ક્યારેક બુદ્ધિથી એનું સ્વરૂપ સમજાય તો પણ હૃદય તે માનવાને તૈયાર ન થાય. ક્યારેક હૃદય માનવા તૈયાર થાય તો તે માન્યતા અનુસાર જીવનમાં જે પરિવર્તન આવવું જોઈએ તે તરત આવે નહિ.
ભવસ્વરૂપનું યથાર્થ દર્શન થવા માટે માણસે સૌ પ્રથમ નિર્દભ થવું જોઈએ. જ્યાં સુધી પોતે હોય તે કરતાં મોટા કે જુદા દેખાવાની લાલસા હોય ત્યાં સુધી જીવનમાં દંભ રહે છે. પોતે જાણતો હોય તેના કરતાં વધારે જાણે છે એવો ડોળ માણસ કરે તો કેટકેટલી વસ્તુની જાણકારીથી તે વંચિત રહી જાય. પોતાના લાભ માટે, સ્વાર્થી પ્રયોજન અર્થે, નુકસાનમાંથી બચવા માટે, પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ માટે કે એવાં કોઈક કારણને વશ બની માણસ ઘડીભર નિર્દભ બની જાય તો તેથી બહુ પરમાર્થ સરતો નથી. દંભરહિત થવા માટે અને તે પ્રમાણે રહેવા માટે આત્માર્થી જીવ સતત પુરુષાર્થ કરતો રહે તો નિર્દભ આચરણની એનામાં સ્વાભાવિક પટુતા, હોંશિયારી, નિપુણતા આવે છે. આવી યોગ્યતા જેમણે પ્રાપ્ત કરી હોય એવા બુદ્ધિમાન પુરુષોએ પોતાના ચિત્તને ક્ષણભર સ્થિર રાખીને સમાધિપૂર્વક એટલે કે સ્વસ્થતાપૂર્વક, ભવસ્વરૂપનું ચિંતન કરવું જોઈએ. ચાર ગતિરૂપ આ સંસારમાં જોવા મળતાં જન્મ, જરા, વ્યાધિ, મૃત્યુ, સુખદુઃખ, સંબંધોમાં ભરતીઓટ, આકસ્મિક ઘટનાઓ ઇત્યાદિનો અને આત્મ-સ્વરૂપનો સૂક્ષ્મ દૃષ્ટિથી વિચાર કરવો જોઈએ. ચિત્તની સ્થિરતાપૂર્વક આવું ચિંતન કરવાથી ઉગ નહિ થાય, પણ કશુંક ગ્રહણ કર્યાનો અને સંસારનું યથાર્થ સ્વરૂપ સમજવાનો આનંદ થશે. એથી અધ્યાત્મરસની પુષ્ટિ થશે. જેમ કોઈ સરોવર કિનારે માણસ જલની લહરી જોતો હોય અને તે સમયે શીતલ વાયુ વાઈ રહ્યો હોય તો તે તેના ચિત્તને કેટલી બધી પ્રસન્નતા અર્પે છે ! સંસારના સ્વરૂપનું ચિંતન તે અધ્યાત્મના ઉદ્ભવ અને વિસ્તારરૂપી
૩૯ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org