________________
અધ્યાત્મસાર
આશયો આવતા નથી. તે સૌનું કલ્યાણ જ ઇચ્છતો હોય છે. આવા જ્ઞાનીઓના અંતરમાં જ પરમાત્મા વસતા હોય છે. તેઓ હમેશાં અંતરથી ૫૨માત્માની સમીપ જ હોય છે અથવા સાધનાની ઊંચી દશાએ પહોંચતાં તેઓ પોતે જ બ્રહ્મસ્વરૂપ થયા હોય છે.
[૫૭૩] ર્મયો વિશુદ્ધસ્તન્નાને યુનીત માનસમ્ ।
अज्ञश्चाश्रद्दधानश्च संशयानो विनश्यति ॥७९॥
અનુવાદ : કર્મયોગથી વિશુદ્ધ થયેલો તે મનને જ્ઞાનમાં જોડે છે. અજ્ઞાની અને અશ્રદ્ધાવાન એવો સંશયાત્મા (સંશયાન) વિનાશ પામે છે.
વિશેષાર્થ : કર્મયોગ અને જ્ઞાનયોગ જીવને કેવી રીતે ઉપકારક થાય છે તે દર્શાવવા માટે ગ્રંથકાર અહીં શ્રીમદ્ભગવદ્ગીતાના ચોથા અધ્યાયના શ્લોક ૩૯ અને ૪૦નો આધાર લઈને કહે છે કે કર્મયોગ જીવને વિશુદ્ધ બનાવે છે. ક્રિયાઓની વિશુદ્ધિ તેને જ્ઞાન માટે પાત્ર બનાવે છે. એવી પાત્રતા પ્રાપ્ત કર્યા પછી જે કર્મયોગીઓ પોતાના મનને જ્ઞાનમાં જોડે છે તેઓ આગળ જતાં જ્ઞાનયોગી પણ બને છે. જ્ઞાનયોગી બનવાથી તેઓ કર્મયોગી તરીકે મટી જતા નથી, પણ તેઓનો કર્મયોગ જ્ઞાનયોગમાં એકરૂપ થઈ જાય છે. તેઓ કર્મયોગ અને જ્ઞાનયોગના સમન્વયની ઊંચી ભૂમિકાએ પહોંચે છે. જેઓ આ ભૂમિકાએ પહોંચે છે તેઓ જ મોક્ષમાર્ગની સારી સાધના કરી શકે છે.
જેઓ કર્મયોગી નથી થયા તેઓ જ્ઞાનયોગ માટે પાત્ર બનતા નથી. જેઓ અજ્ઞાની છે, અશ્રદ્ધાવાન છે તેઓ સાચા કર્મયોગી જો ન થઈ શકતા હોય તો જ્ઞાનયોગી તો ક્યાંથી થઈ શકે ? તેમાં પણ જેઓ સંશય કે સંદેહવાળા હોય છે, જેમની બુદ્ધિ પરિપક્વ હોતી નથી, જેઓ નિર્ણય કરી શકતા નથી એવા જીવો તો વિનાશ પામે છે એટલે કે સાધનામાંથી ભ્રષ્ટ થઈ ભવભ્રમણમાં સતત ભટક્યા કરે છે.
[૫૭૪] નિર્ભય: સ્થિરનાસાપ્રવૃત્તદષ્ટિવંતસ્થિતઃ । सुखासन: प्रसन्नास्यो दिशश्चानवलोकयन् ॥८०॥
[૫૭૫] વેદમધ્યશિરોન્રીવમવ
ધારયવ્રુધૈ:। दन्तैरसंस्पृशन् दंतान् सुश्लिष्टाधरपल्लवः ॥८१॥
[૫૭૬] આત્તરીકે પરિત્યન્ય ધર્મે શુન્ને ચ વત્તથી: । अप्रमत्तो रतो ध्याने ज्ञानयोगी भवेन्मुनिः ॥८२॥
અનુવાદ : નિર્ભય, નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર દૃષ્ટિ રાખનારા, વ્રતમાં રહેનારા, સુખાસનવાળા, પ્રસન્ન મુખમુદ્રાવાળા, દિશાઓનું અવલોકન નહિ કરનારા, દેહનો મધ્યભાગ (કટિ), મસ્તક અને ગ્રીવાને અવક્ર (સીધાં) ધારણ કરનાર, બુધ (જાગ્રત, જ્ઞાની), દાંત વડે દાંતનો સ્પર્શ નહિ કરનાર, અધર (હોઠ) રૂપી પલ્લવ બરાબર બીડેલા રાખનાર, આર્ત અને
Jain Education International2010_05
૩૨૬
For Private & Personal Use Only
www.jainelibrary.org