________________
પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ– અધિકાર
અર્થાર્થી માણસો ધન માટે પરમેશ્વરની પૂજા કરવા લાગે છે. ધન ઉપરાંત પત્ની, પુત્ર, પરિવાર, લોકખ્યાતિ ઇત્યાદિની ઝંખના, ખેવના કરનારા પણ અર્થાર્થી કહેવાય છે.
જે જ્ઞાની છે તે તો સંસારમાં સમત્વની સાધના કરે છે. એ પરમ તત્ત્વની ખોજ કરે છે. પરમ તત્ત્વની નિષ્કામ ઉપાસના જ અંતે તો જીવને સંસારના બંધનોમાંથી છોડાવનાર છે એમ તે સારી રીતે જાણે છે. એટલે તે અન્ય કોઈ ભૌતિક પ્રયોજન વિના પરમતત્ત્વની ઉપાસના કરે છે.
આમ આ ચાર પ્રકારના ઉપાસકો બતાવવામાં આવ્યા છે. (આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થીનો લાક્ષણિક અર્થ પણ કરવામાં આવે છે, જેમકે આ એટલે તત્ત્વને જાણવાની આતુરતાવાળો, જિજ્ઞાસુ એટલે તત્ત્વને જાણવાની ઉત્કટ ઇચ્છાવાળો અને અર્થાર્થી એટલે પરમાર્થને પ્રાપ્ત કરવાની ભાવનાવાળો). આ ચાર ઉપાસકોમાંથી ત્રણ ઉપાસક ધન્ય છે એમ અહીં કહેવામાં આવ્યું છે. આ ત્રણ તે કોણ ? આ શ્લોકમાં પહેલા ત્રણ એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું નથી. એટલે માત્ર ધનની ઇચ્છાથી પ્રભુભક્તિ કરે એ બહુ ઊંચી જાતનો ઉપાસક ન ગણાય એમ સમજીને આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની એ ત્રણને અહીં ધન્ય ગણવામાં આવ્યા છે એમ કેટલાકનું માનવું છે.
બીજી બાજુ, જ્ઞાની માટે જુદા શ્લોકની રચના કરવામાં આવી છે એ જોતાં આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થી એ ટાણને ધન્ય ગણવામાં આવ્યા છે એમ કેટલાક કહે છે. વળી અહીં જે અર્થાર્થીની વાત કરવામાં આવી છે તે એવા ઉપાસકોની છે કે જેમને ધન જોઈએ છે, પણ તેમના અંતરમાં ધન કરતાં પ્રભુની ઉપાસના ચડિયાતી છે.
અહીં “ધન્ય' શબ્દ મુખ્યના અર્થમાં વપરાયો છે. આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થી ધન્ય છે અને જ્ઞાની અધન્ય છે એવો અર્થ લેવાનો નથી. અહીં જે ધન્યતા દર્શાવી છે તે વસ્તુવિશેષના સંદર્ભમાં છે. “વસ્તુવિશેષ' તેમને માટે “પરમેશ્વર' છે. પહેલા ત્રણને માટે પરમેશ્વર વસ્તુવિશેષ છે, ઉપાસ્ય છે. [૫૭૨] જ્ઞાની તુ શાન્તવિક્ષેપો નિત્યમrmર્વિશિષ્યતે |
अत्यासन्नो ह्यसौ भर्तुरन्तरात्मा सदाशयः ॥७८॥ અનુવાદ : જ્ઞાની વિક્ષેપોની શાન્તિવાળો, (પરમેશ્વરની) નિત્ય ભક્તિની વિશેષતાવાળો, સદાશયવાળો અને અંતરાત્માની અત્યંત પાસે રહેલો હોય છે.
વિશેષાર્થ : આગળના શ્લોકમાં આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થીની વિશેષતા દાખવવામાં આવી છે. હવે આ શ્લોકમાં ચોથા પ્રકારના ઉપાસક એવા “જ્ઞાની'ની વિશેષતા શ્રીમદ્ભગવદ્ગીતાના સાતમા અધ્યાયના ૧૭માં શ્લોક અનુસાર દર્શાવવામાં આવી છે. જ્ઞાની કેવો હોય છે ? તે શાન્ત ચિત્તવાળો હોય છે. તેના ચિત્તની સમાધિમાં કોઈ વિક્ષેપો હોતા નથી. વિક્ષેપો આવે તો જ્ઞાનીને માટે તે વિક્ષેપરૂપ હોતા નથી. ઘણુંખરું તો એ વિક્ષેપો સ્વયમેવ શાન્ત થઈ જાય છે. વિક્ષેપો શાન્ત ન થયા હોય તો પણ તે જ્ઞાનીની શાન્તિને બાધાકર નીવડતા નથી. જ્ઞાની પરમેશ્વર પ્રત્યેની નિત્ય ભક્તિવાળો હોય છે. તે એમાં તલ્લીન હોય છે. તેની ભક્તિ અખંડિત અને નિઃસ્વાર્થ હોય છે. પ્રભુભક્તિનો તેને સાચો અને ઊંચો રંગ લાગ્યો હોય છે. જ્ઞાની હમેશાં સદાશયવાળો એટલે કે સારા શુભ આશયવાળો હોય છે. એના હૃદયમાં દુષ્ટ
૩૨૫
Jain Education Intemational 2010_05
Education International 2010.05
.
For Private & Personal Use Only
www.jainelibrary.org