________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : યોગની જિજ્ઞાસા વિશે અહીં કહેવાયું છે. ધર્મ અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં જિજ્ઞાસા સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. બધા જ માણસો બધું જ જાણતા નથી. એટલે પોતે જે ન જાણતા હોય તે જાણવાનો ભાવ માણસને થાય એ સ્વાભાવિક છે.
જિજ્ઞાસા એક વાત છે અને શંકાકુશંકા કે દલીલબાજી એ બીજી વાત છે. આરાધનાના ક્ષેત્રમાં જિજ્ઞાસા મહત્ત્વની છે. જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક અને ન્યાય્ય (યોગ્ય) છે, કારણ કે પરમ તત્ત્વની ખોજ નિરંતર ચાલ્યા જ કરે છે.
આવા જિજ્ઞાસુઓ એક અપેક્ષાએ ઘણું જાણવાવાળા અને જિજ્ઞાસારહિત શબ્દશાસ્રીઓ કરતાં ચડિયાતા છે એમ શ્રીમદ્ભગવદ્ગીતામાં કહ્યું છે. કેટલાક માણસોને શુષ્ક શબ્દચર્ચામાં જ રસ હોય છે. પોતે તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે બહુ નિષ્ણાત છે એવો ઘમંડ પણ તેઓને હોય છે. ઘણી જાણકારી મેળવવી એ એક વાત છે અને અંતર્મુખ થઈ આત્મ-સંવેદનો અનુભવવાં એ બીજી વાત છે. પોથીપંડિતો પોથીમાં જ અટવાયેલા રહે છે. તેઓ માનકષાયથી ભરેલા હોય છે. તેમનો આત્મા એટલો નિર્મળ હોતો નથી. લોભ-લાલચ તેમને વળગેલાં હોય છે. શાસ્ત્રગ્રંથોનાં વાક્યો ટાંકવામાં તેઓ કુશળ હોય છે. એવા શુષ્ક જ્ઞાની કરતાં આત્મજ્ઞાનના ક્ષેત્રે હજુ શરૂઆત કરનાર જિજ્ઞાસુ ચડિયાતો ગણાય છે. તે યોગનો અધિકારી બની યોગારૂઢ થઈ યોગાતીત થઈ શકે છે.
[૫૭૧] આર્તો નિજ્ઞાસુરી જ્ઞાની ખેતિ તુવિધા: ।
उपासकास्त्रयस्तत्र धन्या वस्तुविशेषतः ॥७७॥
અનુવાદ : આર્ટ, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની એમ ચાર પ્રકારના ઉપાસકો છે. એમાં ત્રણ ઉપાસકો વસ્તુવિશેષને લીધે ધન્ય (મુખ્ય) છે.
વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે અહીં શ્રીમદ્ભગવદ્ગીતામાંથી આખો શ્લોક ટાંક્યો નથી, પરંતુ એમાંથી બીજા અડધા ચરણને પોતાના શબ્દોમાં વણી લીધું છે. શ્રીમદ્ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને સમજાવતાં કહ્યું છે કે ઈશ્વરના ઉપાસકો ચાર પ્રકારના છે : આર્ટ, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. આર્ત એટલે દુઃખી. સંસારનાં દુ:ખોથી જે ગ્રસ્ત હોય, ત્રસ્ત હોય, તમ હોય તેને દુ:ખમાંથી છૂટવા માટે કોઈક શરણ જોઈએ છે. ઈશ્વર ભક્તોને દુઃખમાંથી છોડાવનાર છે એમ સમજીને તે ઈશ્વરનું શરણ સ્વીકારે અને એને પ્રસન્ન કરવા એની ઉપાસના કરે છે.
જિજ્ઞાસુને સંસારનું અવલોકન કરતાં સુખદુઃખ શા માટે છે તે વિશે કુતૂહલ થાય છે. કાર્યકારણનો વિચાર કરતાં કરતાં, જેમ જેમ જિજ્ઞાસા સંતોષાતી જાય તેમ તેમ તે કોઈક તત્ત્વ ઉપર સ્થિર થાય છે. એને મન એ તત્ત્વ તે પરમેશ્વર. એટલે પરમેશ્વરની ઉપાસના કરવાનું એને સમજાય છે અને એ પ્રમાણે તે ઉપાસના કરવા લાગે છે.
જેઓ અર્થ અર્થાત્ ધન ઇત્યાદિ પદાર્થોના અર્થી છે, તેમને ધન વગેરે મેળવવું છે. કેટલાકને મહાપ્રયત્ને પણ અલ્પ ધન મળતું હોય છે અને બીજાને અલ્પ પ્રયત્ન કે અનાયાસ, અચાનક ઘણું બધું ધન મળી જતું હોય છે. આવું કેમ બને છે તેની ખોજ કરતાં કરતાં અથવા વડીલો પાસેથી તેવું સાંભળતાં,
Jain Education International_2010_05
૩ર૪
For Private & Personal Use Only
www.jainelibrary.org