________________
પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર
વિશેષાર્થ : આગળના શ્લોકોના અનુસંધાનમાં અહીં કહેવાયું છે કે દેવતત્ત્વ, ભવભ્રમણનાં કારણો વગેરેના પારિભાષિક ભેદો કરવાનું કોઈ પ્રયોજન નથી. આવા ભેદો કરવામાં મુખ્યત્વે અનુમાન પ્રમાણનો જ આધાર લેવો પડે છે. દેવતત્ત્વ કે ઈશ્વર જેવા અતીન્દ્રિય તત્ત્વ માટે માત્ર અનુમાન જ થઈ શકે. એ વિશે કોઈને વિશેષ સ્વરૂપે જ્ઞાન હોતું નથી. વળી અનુમાન-પ્રમાણની મર્યાદા એ છે કે તે સામાન્યનો બોધ કરાવે છે, વિશેષનો નહિ. એટલે આવા આવા ભેદોનું નિરૂપણ કરવાનો પ્રયાસ અસ્થાને છે. એથી માત્ર વ્યર્થ પરિશ્રમ જ થાય છે. [૫૯] સંક્ષિત્રિનિશાનો વિશેષાનવત્નqનમ્ |
चारिसंजीविनीचार ज्ञातादत्रोपयुज्जते ॥७५॥ અનુવાદ : સંક્ષિપ્ત રુચિવાળા જિજ્ઞાસુએ વિશેષનું અવલંબન ન કરવું. “ચારિસંજીવની' ન્યાય પ્રમાણે તે અહીં ઉપયોગી છે.
વિશેષાર્થ : અહીં સંક્ષિપ્ત રુચિવાળા જિજ્ઞાસુની વાત કરી છે. એકંદરે ઘણાખરા જીવો સંક્ષિપ્ત રુચિવાળા હોય છે. એથી વિશેષ તેમની શક્તિ હોતી નથી. વળી એ માટે અધિકાર કે યોગ્યતા તેમની પાસે હોતાં નથી. આવા જિજ્ઞાસુ લોકોએ તો જેટલાથી પોતાનો અર્થ સરે તેટલી જ મથામણ કરવી જોઈએ. જીવન ટૂંકું છે અને તત્ત્વની ગહનતાનો પાર નથી. આથી એવા જિજ્ઞાસુએ દેવસામાન્યનું અવલંબન લેવું જોઈએ. સામાન્યનું અવલંબન લેવાથી “ચારીસંજીવની ન્યાય પ્રમાણે એનો અર્થ સરવાનો જ છે. જેઓ પોતાની અલ્પ રુચિવાળી જિજ્ઞાસાથી સામાન્ય દેવનું સર્વજ્ઞ તરીકે અવલંબન લે છે તે વખત જતાં સર્વજ્ઞ વિશેષને અને મુક્તિમાર્ગને પામી શકે છે.
ચારીસંજીવનીનું પ્રાચીન દૃષ્ટાન્ત જાણીતું છે. એક સ્ત્રીએ પોતાના પતિને વશ કરવા કોઈક પ્રયોગથી પતિને બળદ બનાવી દીધો. પણ પછી એને પશ્ચાત્તાપ થયો. એ રુદન કરતી હતી તે વખતે આકાશવાણી સંભળાઈ કે તારા પતિને બળદમાંથી પાછો મનુષ્ય કરવો હોય તો સંજીવની ઔષધિ તારા ખેતરમાં જ છે. તે તું એને ખવડાવ. પણ ખેતરમાં ઊગેલા ઘાસ, છોડવા, વેલા વગેરેમાં કઈ વનસ્પતિ સંજીવની છે તેની એને ખબર નહોતી. એથી તે મૂંઝાઈ, પણ પછીથી તેને રસ્તો જડી આવ્યો કે ધીમે ધીમે ખેતરનું બધું જ ઘાસ જો ખવડાવી દેવામાં આવે તો એમાં સંજીવની જડીબુટી પણ આવી જાય. એણે એ પ્રમાણે કર્યું અને તે ઘાસમાં સંજીવની આવી જતાં તેનો પતિ બળદમાંથી પાછો મનુષ્ય થઈ ગયો.
આ દૃષ્ટાન્ત પ્રમાણે કોઈ જિજ્ઞાસુ જીવ પોતે સામાન્યપણે સર્વશને જાણીને એની પૂજા, ભક્તિ કરતો હોય તો કાળક્રમે યોગ્યતા પ્રાપ્ત થતાં એને સાચા સર્વજ્ઞનું અવલંબન મળે છે અને સર્વજ્ઞ બનવારૂપ ફળ પણ મળે છે. [૭૦] જિજ્ઞાસા સંત ગાથા વન્યપ વતંત્ય |
जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ॥६॥ અનુવાદ : સતુ પુરુષોની જિજ્ઞાસા પણ યોગ્ય છે. બીજાઓ પણ એમ કહે છે. યોગનો જિજ્ઞાસુ પણ “શબ્દબ્રહ્મ કરતાં વધી જાય છે.
૩૨૩
Jain Education Intemational 2010_05
nternational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org