________________
અધ્યાત્મસાર
[૫૬૬] વિદ્યાવિક્લેશર્માદિ યતિ મવારપામ્T
ततः प्रधानमेवैतत्संज्ञाभेदमुपागतम् ॥७२॥ અનુવાદ : જેમ અવિદ્યા, ક્લેશ, કર્મ વગેરે ભવનું (સંસારનું) કારણ છે, તેમ એ જ પ્રધાન છે જે સંજ્ઞાભેદને પામેલું છે.
વિશેષાર્થ : ભારતીય દર્શનોમાં જેમ ઈશ્વર અથવા સર્વજ્ઞની વિભાવના માટે જુદા જુદા દાર્શનિકોએ જુદી જુદી સંજ્ઞાઓ બતાવી છે તેમ ભવનાં એટલે કે સંસાર-પરિભ્રમણનાં કારણ તરીકે પણ જુદી જુદી સંજ્ઞાઓ વપરાઈ છે.
એટલું યાદ રાખવું જોઈએ કે વૈદિક, જૈન અને બૌદ્ધદર્શન જન્મ-જન્માન્તરમાં માને છે. વળી એમાંથી જીવે મુક્તિ મેળવવી જોઈએ એમ પણ માને છે. જીવ શાને કારણે સંસારમાં રખડ્યા કરે છે ? વેદાન્તીઓ કહે છે કે “અવિદ્યા(માયા)ને કારણે જીવનું સંસારમાં પરિભ્રમણ ચાલે છે. સાંખ્યમતવાળા કહે છે કે ‘કલેશ'ને કારણે એમ બને છે. જૈનો ‘કર્મને કારણભૂત ગણે છે. બૌદ્ધો “વાસનાનું કારણ જણાવે છે. શૈવો એને “પાશ' કહે છે.
હવે આ બધામાં એટલું તો નક્કી જ છે કે ભવભ્રમણનું કોઈક કારણ છે. એને અમે પ્રધાન અથવા મુખ્ય કારણ જો કહીએ તો પછી આ બધાં જુદાં જુદાં નામો નિરર્થક બને છે. અલબત્ત, ક્લેશ, કર્મ, અવિદ્યા, વાસના વગેરે તે તે દર્શનોના પારિભાષિક શબ્દોની અવધારણામાં કિંચિત્ ફરક તો પડવાનો, પરંતુ મુખ્ય જે વાત ભવભ્રમણના કારણની છે તેમાં ફરક પડતો નથી. [પ૬૭] મથાપિ થોડપ મેશ્ચિત્રોપાધિથી તથા
गीयतेऽतीतहेतुभ्यो धीमतां सोऽप्यपार्थकः ॥७३॥ અનુવાદ : એના વળી બીજા જે ભેદો છે તે પણ તેમ તેમ ચિત્રવિચિત્ર ઉપાધિવાળા છે. પૂર્વે કહેલા તેના હેતુઓથી બુદ્ધિમાનને તે પણ નિરર્થક (અપાર્થક) લાગે છે.
વિશેષાર્થ : આગળના બે શ્લોકમાં સ્વરૂપભેદની નિરર્થકતાના ચાર હેતુ જણાવ્યા છે. આ ઉપરાંત બીજા પણ નાનામોટા, ચિત્રવિચિત્ર ઉપાધિવાળા ભેદો તેમાં જોવા મળે છે. પરંતુ સર્વજ્ઞના સ્વરૂપ વિશે જેમ “બુદ્ધ', “મુક્ત', “અહં” વગેરે ભેદો વ્યર્થ છે અને ભવભ્રમણના કારણ રૂપે “અવિદ્યા', “કલેશ', ‘કર્મ વગેરે ભેદો વ્યર્થ છે, તેમ તેના આવા બીજા નાના નાના પ્રભેદો જે કહેવામાં આવે છે તે પણ જ્ઞાની મહાત્માઓ માટે વ્યર્થ છે. [૫૮] તતાનપ્રયાસોડ્ય યત્તર્ધ્વનિરૂપમ્ |
सामान्यमनुमानस्य यतश्च विषयो मतः ॥७४॥ અનુવાદ : તેથી જે તે ભેદનું નિરૂપણ કરવાનો પ્રયાસ અસ્થાને (અનાવશ્યક) છે, કારણ કે અનુમાનનો વિષય સામાન્ય ધર્મ હોય છે એમ સ્વીકારાયું છે.
૩૨૨
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org