________________
પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર
[૫૪] વિશુદ્ધ ફવિ એ ય ધ્યેતે
तत्तत्तन्त्रानुसारेण मन्ये सोऽपि निरर्थकः ॥७०॥ અનુવાદ : અનાદિશુદ્ધ વગેરેના એના જે ભેદ કલ્પેલા છે તે એ દર્શન (તંત્ર) અનુસાર છે અને તે પણ નિરર્થક છે એમ હું માનું છું.
વિશેષાર્થ : આગળના શ્લોકમાં ગ્રંથકર્તાએ દર્શાવ્યું કે “મુક્ત', બુદ્ધ', “અહમ્' વગેરે નામો જુદાં જુદાં છે. પણ વસ્તુતઃ એક સર્વજ્ઞની એમાં વાત છે. એવી રીતે હવે આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે ભિન્ન ભિન્ન દર્શનકારોએ બ્રહ્મસ્વરૂપ ઈશ્વરનાં લક્ષણો પોતપોતાની કલ્પના અનુસાર આપ્યાં છે તે પણ નિરર્થક છે. શૈવમતાનુયાયીઓ ઈશ્વરને “અનાદિશુદ્ધ' કહે છે, પરંતુ જૈનો કહે છે કે સર્વજ્ઞ તીર્થકરદેવનો જીવ અનાદિશુદ્ધ નહિ પણ કર્મમલયુક્ત હોવાને કારણે “અનાદિઅશુદ્ધ હતો. તે જીવ શુદ્ધ થયો ત્યારે તીર્થંકરદેવ થયો. બૌદ્ધો કહે છે કે આત્મા (અથવા પરમાત્મા) ક્ષણિક અને વિનાશી છે. કોઈક ઈશ્વરને સર્વગત માને છે અને કોઈક અસર્વગત માને છે. પરંતુ આવી જુદી જુદી માન્યતાથી સાધકની ઉપાસનામાં ફરક પડતો નથી. એટલે “અનાદિશુદ્ધ' વગેરે જે ભેદો બતાવવામાં આવે છે એની બીજી કોઈ ઉપયોગિતા જણાતી નથી. [૫૬૫] વિષાપરિજ્ઞાનાત્ યુનાં નાતિવાવત: |
प्रायो विरोधतश्चैव फलाभेदाच्च भावतः ॥७१॥ અનુવાદ : વિશેષને નહિ જાણવાથી, યુક્તિઓના જાતિવાદ (અસતુપણા)થી, પ્રાયઃ તેઓમાં જ પરસ્પર વિરોધ હોવાથી અને ભાવથી ફળનો અભેદ હોવાથી (આ સ્વરૂપભેદ નિરર્થક છે.)
વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં આ શ્લોક આપેલો છે. ગ્રંથકર્તા મહર્ષિ કહે છે કે ભિન્ન ભિન્ન દર્શનો વચ્ચે ઈશ્વરના સ્વરૂપ વિશે જે ભેદ છે એને જરા પણ મહત્ત્વ આપવા જેવું નથી. અહીં એ માટે ચાર મુખ્ય કારણ આપવામાં આવ્યાં છે. એ નીચે મુજબ છે :
(૧) દર્શનકારો વિશેષને જાણતા નથી. ભિન્ન ભિન્ન દર્શનકારોએ સર્વજ્ઞ ઈશ્વરને જાતે જોયો નથી. તેઓ માત્ર તર્કથી અનુમાન કરે છે. એટલે તેઓ ઈશ્વરના સ્વરૂપની જે વાત કરે છે તે સામાન્ય પ્રકારની છે, વિશેષ પ્રકારની નથી. બીજા કોઈએ ઈશ્વરને સાક્ષાત્ વિચરતા જોયા હોય અને તેમની પાસેથી સાંભળેલી વાત હોય એવું પણ નથી. એટલે કે ઈશ્વરના સ્વરૂપ વિશે કોઈ સવિશેષ પૂર્ણ ખ્યાલ તેમને નથી.
(૨) તેઓ જે યુક્તિ અર્થાત દલીલ રજૂ કરે છે તે પણ અનુમાનના આધારે હોવાથી આભાસ જેવી અસત્ હોય છે.
(૩) સાંખ્ય, યોગ, વૈશેષિક, મીમાંસા વગેરે દર્શનોમાં જ માંહોમાંહે વિરોધ છે. તેઓ જ એકમત થયા નથી.
(૪) ઈશ્વરને જુદા જુદા સ્વરૂપે માનીને કરાતી આરાધનાનું ફળ ભાવથી તો એકસરખું જ હોય છે. એટલે કે અંતે તો અશુદ્ધિ, ક્લેશ, કર્મ વગેરેથી મુક્ત થવાનું જ છે. સ્વરૂપભેદ હોવા છતાં પરિણામભેદ નથી. તો પછી સ્વરૂપભેદની સાર્થકતા કે પ્રયોજન રહેતાં નથી.
૩૨૧ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org