________________
અધ્યાત્મસાર
છે. એટલે કે પોતે જ સર્વથા સાચા અને બીજા તદ્દન ખોટા એવો આગ્રહ તેઓ રાખતા નથી. આ માધ્યસ્થભાવનું આલંબન લઈને અતિશયયુક્ત દેવતાની એટલે કે અતિશય સ્વરૂપ દેવતત્ત્વની સેવા કરવી જોઈએ.
ધર્મનું ક્ષેત્ર એવું છે કે એમાં કટ્ટરતા આવી જાય છે. જેઓ સુજ્ઞ પંડિતો છે, સમજુ છે, જાણકાર છે તથા તટસ્થ બુદ્ધિના છે તેઓ તો જે ન્યાયયુક્ત વાત હોય તે અવશ્ય સ્વીકારી લે છે. તેઓ વિતંડાવાદમાં રાચતા નથી કે ઝનૂની બની જતા નથી. એટલે તેઓનો માધ્યસ્થભાવ આદરપાત્ર છે. ઉપાધ્યાયજી મહારાજે અહીં આધાર ટાંક્યો છે કે કાલાતીતે પણ આ પ્રમાણે કહ્યું છે. કાલાતીત સાંખ્યમતાનુયાયી પંડિત હતા. તેમને વિશે નામ સિવાય બીજું વિશેષ કંઈ હવે જાણવા મળતું નથી. પરંતુ ઉપાધ્યાયજી મહારાજે એમનો આધાર ટાંક્યો છે એ ઉપરથી જણાય છે કે એમના જમાનામાં કાલાતીતનું લખાણ ઉપલબ્ધ હશે.
[૫૬૨] અન્વેષામવ્યય માર્ગો મુન્હાવિદ્યાવિવવિનામ્।
अभिधानादिभेदेन तत्त्वनीत्या व्यवस्थितः ॥ ६८ ॥
અનુવાદ : મુક્તવાદી, અવિદ્યાવાદી વગેરે બીજાઓનો પણ આ જ માર્ગ જુદા નામથી જે
છે તે તત્ત્વદૃષ્ટિએ વ્યવસ્થિત છે.
વિશેષાર્થ : પ્રાચીન સમયમાં ભારતમાં અધ્યાત્મ ક્ષેત્રે ભિન્ન ભિન્ન ઘણા વાદ હતા. તેઓ દરેક કોઈક એક તત્ત્વ પર વધુ ભાર મૂકતા અને એથી તેઓ તેવા નામથી ઓળખાતા. એવા વાદીઓમાં મુક્તવાદી અને અવિઘાવાદીઓનો ઉલ્લેખ આ શ્લોકમાં કરવામાં આવ્યો છે. આવા ઘણા વાદોમાં માત્ર નામ જ જુદાં છે, મૂળ વાત તો એકસરખી જ છે. એટલે અભિધાન (નામ) ભેદથી તત્ત્વભેદ થતો નથી. એ બધાનો માર્ગ તો એક જ છે. સ્થૂલ સંકુચિત દૃષ્ટિએ જોઈએ તો જુદાપણું લાગે, પણ સૂક્ષ્મ તત્ત્વની ઉદાર દૃષ્ટિથી જોવામાં આવે તો બધું સરખું લાગે. મુક્તવાદી કર્મબંધથી મુક્ત એવા આત્માને સર્વજ્ઞ માને છે અને અવિદ્યાવાદી અવિદ્યા (માયા)થી મુક્ત એવા આત્માને સર્વજ્ઞ માને છે. વસ્તુતઃ ઈશ્વર સંબંધી તત્ત્વતઃ એક જ માર્ગ વ્યવસ્થિત થયેલો છે. એટલે ઉપાસના તો અતિશયયુક્ત દેવતત્ત્વની કરવાની છે.
[૫૬૩] મુદ્દો યુદ્ધોવાપિ યવૈશ્વર્યેળ સમન્વિતઃ ।
तदीश्वरः स एव स्यात् संज्ञाभेदोऽत्र केवलम् ॥६९ ॥
અનુવાદ : મુક્ત, બુદ્ધ કે અર્હન્ જે ઐશ્વર્ય વડે યુક્ત હોય તે જ ઈશ્વર કહેવાય. અહીં કેવળ સંજ્ઞાનો ભેદ છે.
વિશેષાર્થ : ભારતીય આધ્યાત્મિક તત્ત્વવિચારણા ઘણી ગહન છે. અનેક સમર્થ જ્ઞાની મહાત્માઓએ એ વિશે પોતાની ખોજ ચલાવીને તત્ત્વમીમાંસા કરી છે. આ વિશ્વમાં કોઈક સર્વોચ્ચ કક્ષાની વિભૂતિ છે એમ બધા સ્વીકારે છે. પરબ્રહ્મવાદીઓ એને ‘મુક્ત' કહે છે, બૌદ્ધમતવાળા તેને ‘બુદ્ધ' કહે છે અને જૈનો તેને ‘અર્હન્’કહે છે. વસ્તુતઃ આ ત્રણે નામો છે જુદાં જુદાં, પણ તેઓ એક જ વાત કહે છે. એટલે વસ્તુતઃ જે ઐશ્વર્યયુક્ત હોય તે ઈશ્વર એમ સ્વીકારવામાં કશો વાંધો હોઈ ન શકે. આમાં ઉપાધ્યાયજી મહારાજની પદાર્થને ઘટાવવાની દૃષ્ટિ અને સમન્વયની ભાવના નિહાળી શકાય છે.
Jain Education International2010_05
૩૨૦
For Private & Personal Use Only
www.jainelibrary.org