________________
પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર
[૫૫૯] ન જ્ઞાતે વિશેષતુ સર્વથા સર્વશિfમઃ
अतो न ते तमापन्ना विशिष्य भुवि केचन ॥६५॥ અનુવાદ : અસર્વદર્શીઓ સર્વથા વિશેષને જાણતા નથી. એટલે જગતમાં કોઈપણ તેને (સર્વજ્ઞને) વિશેષ સ્વરૂપથી પામી શકતા નથી.
વિશેષાર્થ : આ જગતમાં સર્વજ્ઞને વિશેષપણે કોણ ઓળખી શકે ? વિવિધ દર્શનમાં શ્રદ્ધા ધરાવતા મહાત્માઓ પોતે જ અસર્વદર્શી છે અર્થાત્ અસર્વજ્ઞ છે. જે અસર્વજ્ઞ હોય તે સર્વજ્ઞને વિશેષપણે કેવી રીતે જાણી શકે ? એટલે કે તેઓ સર્વશને જે રીતે જાણે છે તે સંપૂર્ણપણે નહિ પણ સામાન્યપણે જાણે છે. અર્થાત્ સંપૂર્ણપણે નહિ પણ અંશે જાણે છે. એટલે તેઓ સર્વજ્ઞને માટે જુદાં જુદાં નામો પ્રયોજે તે સ્વાભાવિક છે. [પ૬૦] સર્વજ્ઞપ્રતિપસ્વંશાનુજેતા સર્વયોનિમ્
दूरासन्नादिभेदस्तु तद्भूत्यत्वं निहन्ति न ॥६६॥ અનુવાદ : સર્વ યોગીઓનું સર્વજ્ઞની સેવારૂપ અંશથી સરખાપણું છે. દૂર અને નજીક વગેરે ભેદ તેના સેવકપણાને હણતા નથી.
વિશેષાર્થ : સર્વ યોગીઓ પોતપોતાના મતે જે સર્વજ્ઞ હોય તેની સેવા કરે છે. આ જે સેવાનો અંશ છે તે બધામાં સમાન છે. એટલે અંશે સર્વ યોગીઓ સર્વજ્ઞની ઉપાસના કરે છે એમ કહી શકાય. આ સેવામાં કોઈ આગળ હોય કે કોઈ પાછળ હોય, કોઈ દૂર હોય કે કોઈ આસન્ન એટલે નજીક હોય, એથી તેમની સેવા હણાતી નથી કે તેમનું સેવકપણું હણાતું નથી.
અહીં મૃત્યત્વ અર્થાત્ સેવકપણાની વાત કરવામાં આવી છે. કોઈ સેવક નજીક હોય કે કોઈ સેવક દૂર હોય એથી એનું સેવકપણું ચાલ્યું જતું નથી. રાજાનો મંત્રી રાજાની પાસે જ રહે છે, પણ અંતે તો તે રાજાનો સેવક જ છે. તેવી રીતે રાજાનો દ્વારપાળ રાજાથી ઘણો દૂર હોય છે, પણ તે પણ રાજાનો સેવક જ છે. પ્રધાન નજીક અને દ્વારપાળ દૂર હોવા છતાં બંનેમાં સેવકપણું રહેલું છે. એવી રીતે આરાધનાના માર્ગમાં કોઈ સર્વવિરતિ સાધુ બની ધ્યાનની ઉચ્ચ શ્રેણીએ ચડતા હોય ને મોક્ષની નજીક હોય અને કોઈ હજુ દેશવિરતિપણું પણ પામ્યા ન હોય, માત્ર માર્ગાનુસારીપણું પામ્યા હોય અને મોક્ષથી ઘણા દૂર હોય, તો પણ કોઈની આરાધના હણાતી નથી. તેઓની આરાધના નિરર્થક જતી નથી. [૫૧] માધ્યશ્ચમવનંબૈવ રેવતતિશથી હિ !
सेवा सर्वैर्बुधैरिष्टा कालातीतोऽपि यज्जगौ ॥६७॥ અનુવાદ : માધ્યસ્થભાવનું અવલંબન લઈને અતિશયયુક્ત દેવતાની સેવા કરવાનું સર્વ પંડિતોને ઈષ્ટ છે. કાલાતીત (એ નામના પંડિત) પણ એમ જ કહે છે.
વિશેષાર્થ : જુદા જુદા મતના અનુયાયી પંડિતો સર્વજ્ઞ દેવની ઉપાસનામાં માધ્યભાવનું અવલંબન લે
૩૧૯
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org