________________
અધ્યાત્મસાર
ધ્યાનથી જ પાપનો ક્ષય થાય છે, મુક્તિમાર્ગ સરળ બને છે, ધાતિ કર્મનો ક્ષય થાય છે, કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે અને પછી સિદ્ધગતિ પ્રાપ્ત થાય છે.
એટલે સાધક દશાના જ્ઞાનયોગીના જીવનમાં પણ વીતરાગ એવા જિનેશ્વર ભગવાનનું ધ્યાન અનિવાર્ય છે. જિનેશ્વર ભગવાનની અવગણના કરીને કોઈ જ્ઞાનયોગી વધુ આત્મવિકાસ ન કરી શકે. બલ્કે એનું જ્ઞાનયોગીપણું જ મટી જાય. તે સ્વચ્છંદે ચડી જાય, ભ્રમણામાં રહે અને એને કૃતઘ્નતાનો દોષ લાગે.
[૫૫૭] વિશેષમઘ્યનાનાનો ય: પ્રવિનિતઃ ।
सर्वज्ञं सेवते सोऽपि सामान्ययोगमास्थितः ॥६३॥
અનુવાદ : વિશેષને નહિ જાણતાં છતાં કદાગ્રહથી રહિત એવો જે સર્વજ્ઞની સેવા કરે છે તે પણ સામાન્ય યોગમાં રહેલો છે.
વિશેષાર્થ : ગ્રંથકાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ હવેના કેટલાક શ્લોકમાં ભારતીય દર્શનોમાં સર્વજ્ઞ વિશેના જે અભિપ્રાયો છે તેના સમન્વયની ભૂમિકા રજૂ કરે છે.
કેટલાક માણસો સર્વજ્ઞની પૂજાભક્તિ કરતા હોય છે. છતાં એમના મનમાં સર્વજ્ઞ વિશેની કોઈ વિશિષ્ટ જાણકારી નથી હોતી. તો પણ આવા માણસમાં બે વાત મહત્ત્વની છે. એક તો એ કે તે કદાગ્રહથી રહિત છે. એ અમુક જ મતનો કડક આગ્રહી નથી. જે સમજાય તે સ્વીકારવા એ તૈયાર છે. બીજું જે દેવને એ સર્વજ્ઞ સમજીને ભજતો હોય તો તે સર્વજ્ઞની એની ભક્તિ-સેવા યથાર્થ અને શુદ્ધ છે. આવા માણસની સાધનાને સામાન્ય યોગવાળી કહી શકાય. એ વ્યક્તિને સર્વજ્ઞનું સાચું વિશિષ્ટ સ્વરૂપ સમજાશે ત્યારે એ અવશ્ય એનો સ્વીકાર કરશે, કારણ કે તેને કોઈ વાતનો કદાગ્રહ નથી. એટલે આવી વ્યક્તિ જ્ઞાનયોગના સામાન્ય માર્ગમાં આવી ગઈ છે એમ કહી શકાય.
[૫૫૮] સર્વજ્ઞો મુખ્ય વસ્તપ્રતિપત્તિજ્જ યાવતામ્ ।
सर्वेऽपि ते तमापन्ना मुख्यं सामान्यतो बुधाः ॥६४॥
અનુવાદ સર્વજ્ઞ મુખ્ય એક જ છે. જેઓને તેના પર ભક્તિભાવ છે તે સર્વ પંડિતો સામાન્યથી મુખ્યપણે તેને (સર્વજ્ઞને) પામેલા છે.
વિશેષાર્થ : આપણે વીતરાગદેવને સર્વજ્ઞ કહીએ છીએ. સર્વજ્ઞ એટલે સર્વ જાણનાર. સર્વ એટલે સર્વ કાળના સર્વ દ્રવ્યોના સર્વ ક્રમબદ્ધ પર્યાયને જાણનાર એવો અર્થ ઘટાવાય છે. ઘાતિ કર્મોના ક્ષય પછી કેવળજ્ઞાન-સર્વજ્ઞતા પ્રગટ થાય છે. આ જૈન માન્યતા છે. એ દૃષ્ટિએ આવાં લક્ષણોવાળા મુખ્ય એક જ પ્રકારના સર્વજ્ઞ છે. હવે અન્ય દર્શનોના સુજ્ઞ પંડિતો જે સર્વજ્ઞને માને છે અને ભક્તિભાવપૂર્વક સેવે છે તે દરેકના હૃદયમાં સર્વજ્ઞ માટે પોતપોતાનો એક ખ્યાલ હોય છે. તે પોતપોતાના ઇષ્ટ દેવને સર્વજ્ઞ માને છે. આમ દરેકના ઇષ્ટ દેવ જુદા હોય છે, પણ સર્વજ્ઞની જે અવધારણા છે તે મુખ્ય એક જ છે, પછી ભલે તેમને માટે જુદા જુદા શબ્દો પ્રયોજાતા હોય.
Jain Education International2010_05
૩૧૮
For Private & Personal Use Only
www.jainelibrary.org