________________
પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર
[૫૫૫] યોનિનામપિ સર્વેષાં તેના તરાત્મના |
श्रद्धावान् भजते यो मां स मे युक्त तमो मतः ॥६१॥ અનુવાદ : સર્વ યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન, મારામાં લીન થયેલા અંતરાત્મા વડે મને ભજે છે તેને મેં અત્યંત યોગ્ય (શ્રેષ્ઠ) માન્યો છે.
વિશેષાર્થ : શ્રીમદ્ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયનો ૪૭મો શ્લોક અહીં અવતરણ તરીકે ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીએ આપ્યો છે.
આ શ્લોકમાં શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવે છે કે સર્વ જ્ઞાનયોગીઓમાંથી પણ જે શ્રદ્ધાવાન જ્ઞાનયોગી મારા અંતરાત્મા સાથે એકરૂપ બનીને મને ભજે છે અને મારા જેવો થઈને રહે છે તે જ્ઞાનયોગી અત્યંત યોગ્ય છે એમ હું માનું છું. અહીં “શ્રદ્ધાવાન' શબ્દ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.
પરમાત્મા સાથેની અભેદ ઉપાસનાને શ્રેષ્ઠ ગણાવ્યા પછી હવે એવી ઉપાસનામાં પણ જે યોગી શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિ કરે છે તે વધુ શ્રેષ્ઠ છે એમ અહીં કહેવાયું છે. એટલે કે જે યોગી ભગવાનનું શરણ લઈ, એમની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરી, એમના અંતરાત્મા સાથે એકરૂપ બની એમના જેવો પરમાત્મ સ્વરૂપ થાય છે તે વધુ શ્રેષ્ઠ છે. એટલે ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે આમ જ્ઞાનયોગમાં પણ પરમાત્માની ભક્તિ અંતર્ગત રહેલી છે એમ સમજવાનું છે. ભક્તિ દ્વારા પરમાત્મા સાથે એકરૂપ બની પરમાત્મા જેવા થવાનું છે. એટલે કે સ્વસ્વરૂપમાં રમણતા કરવાવાળા જ્ઞાનયોગીઓએ જિનેશ્વર ભગવાનની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરીને અભેદ ઉપાસના સિદ્ધ કરવાની છે. [૫૫૬] ૩૨ાતે જ્ઞાનવત્ રેવં યો નિરંગનમવ્યયમ્ |
__ स तु तन्मयतां याति ध्याननिषूत कल्मषः ॥६२॥ અનુવાદ : નિરંજન ને અવ્યય એવા દેવની જે જ્ઞાનવાન ઉપાસના કરે છે તે ધ્યાન વડે પાપનો નાશ કરીને તન્મયતા દિવસ્વરૂપ) પામે છે.
વિશેષાર્થ : ગ્રંથકાર મહર્ષિએ આગળના બે શ્લોકમાં જે કહ્યું છે તેના અનુસંધાનમાં જ અહીં વધુ સ્પષ્ટતા કરી છે.
અહીં વીતરાગ પરમાત્માની ભક્તિની વાત કરવામાં આવી છે. જે જ્ઞાનયોગી છે તે સ્વસ્વરૂપમાં રમણતા કરે છે, આત્મદર્શન કરે છે, સમ્યગદર્શન પામે છે અને એમ કરતાં પોતાનો આત્મા એ જ પરમાત્મા છે અથવા એને જ પરમાત્મા બનાવવાનો છે એવી સમજણ પ્રાપ્ત કરે છે. પરંતુ આવા જ્ઞાનયોગી જો એમ કહે કે “મારે હવે વીતરાગ ભગવાનના આલંબનની કોઈ જરૂર નથી,' તો તે યથાર્થ ગણાશે નહિ. વસ્તુતઃ મોક્ષમાર્ગની ઓળખાણ જિનેશ્વર ભગવાન કરાવે છે. એમની ભક્તિથી જ, એમનું શરણ સ્વીકારવાથી જ આત્મદર્શનનો માર્ગ સમજાય છે. જિનેશ્વર ભગવાન એટલે નિશ્ચય નયની અપેક્ષાએ નિરંજન, અવિનાશી, પરમ તત્ત્વ. એમની ઉપાસના જ્ઞાનયોગી કરે છે. તે એમનું જ ધ્યાન ધરે છે. એમના જેવા જ પોતાને થવાનું છે એની એને ખબર છે. જિનેશ્વર ભગવાનની આવી ભક્તિથી, એમના
૩૧૭. For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org