________________
અધ્યાત્મસાર
જરૂરી ચીજવસ્તુઓ વગેરે વિશેની માહિતી તેમને કંઠસ્થ રહેતી. પણ તેઓ દક્ષિણાના લાલચુ રહેતા યજમાન પાસેથી નાણાં કેમ કઢાવવાં કે પડાવવાં તેની તરકીબો તેમને આવડતી.
પ્રાચીન કાળના આવા તપસ્વી, જ્ઞાની કે ક્રિયાકાંડી કરતાં, આત્મસ્વરૂપમાં રમણ કરનાર, ક્ષમતાના ધારક જ્ઞાનયોગીઓ અવશ્ય ચડિયાતા ગણાતા. એટલે જ અહીં એમનું ગૌરવ દર્શાવવામાં આવ્યું છે. [૫૫૩] સમાપત્તિરિવ્યમાત્મનઃ પરમાત્મનિ ।
अभेदोपासनारूपस्ततः श्रेष्ठतरो ह्ययम् ॥५९ ॥
અનુવાદ : આમાં (જ્ઞાનયોગમાં) પરમાત્માને વિશે આત્માની એકત્વની પ્રાપ્તિ (સમાપ્તિ) સ્પષ્ટ છે. તેથી અભેદ ઉપાસનારૂપ આ (જ્ઞાનયોગ) સૌથી શ્રેષ્ઠ છે.
વિશેષાર્થ : શ્રીમદ્ નગવદ્ગીતાનો શ્લોક ટાંકીને ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે તપસ્વી, જ્ઞાની, ક્રિયાકાંડી કરતાં જ્ઞાનયોગી શ્રેષ્ઠ છે. આ શ્રેષ્ઠતા કેવી રીતે ? એનો ખુલાસો કરતાં તેઓ કહે છે કે જ્ઞાનયોગમાં આત્મા અને પરમાત્માનું એકત્વ પ્રાપ્ત થાય છે.
જ્યાં કોઈ પરમ તત્ત્વની ઉપાસનામાં પોતાનો આત્મા અને પરમાત્મા એ બે ભિન્ન ભિન્ન છે, પોતાના કરતાં પરમાત્મા ચડિયાતા છે, પોતે સદૈવ ભક્તનો ભક્ત જ રહેશે, પરમાત્મા બની નહિ શકે, પરમાત્મા બનવાનું ક્યારેય કોઈનાથી શક્ય જ નથી, પરમાત્મા ઇચ્છે તેને પોતાનો કૃપાપાત્ર બનાવી દર્શન આપે અને ઇચ્છે તો શિક્ષા કરી દુઃખી કરી નાખે વગેરે પ્રકારની વિચારણા હોય તેમાં પરમાત્મા સાથે અભેદ કે એકરૂપતા સધાતાં નથી. જ્ઞાનયોગની સાધનામાં પોતાના જ આત્માને પરમાત્મસ્વરૂપ બનાવી શકાય છે. આ સાધના એની ઉચ્ચતમ કોટિએ પહોંચે ત્યારે આત્મા એ જ પરમાત્મા બની રહે છે. બંનેની સમાપ્તિ થાય છે. જ્ઞાનયોગી તે સ્પષ્ટ અનુભવી શકે છે. આ રીતે જ્ઞાનયોગની અભેદરૂપ સાધના સર્વ સાધનામાં કે ઉપાસનામાં શ્રેષ્ઠ છે એમ કહી શકાય. એમાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેય અથવા જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એકરૂપ બની રહે છે.
હવે પછીના શ્લોકમાં એ વિશે વધુ કહેવાયું છે.
[૫૫૪] ઉપાસના માળવતી સર્વમ્યોવિ ગરીયસી ।
महापापक्षयकारी तथा चोक्तं परैरपि ॥६०॥
અનુવાદ : ભગવાનની આ ઉપાસના સર્વથી પણ મોટી છે. તથા તે મોટાં પાપનો ક્ષય કરનારી છે એમ અન્ય દર્શનીઓએ પણ કહેલું છે.
વિશેષાર્થ : પરમાત્મા સાથેની આ અભેદ ઉપાસના સર્વથી શ્રેષ્ઠ છે. ભગવાનની ઉપાસના વિવિધ રૂપે થાય છે. જ્ઞાનથી, ધ્યાનથી, કર્મયોગથી, ભક્તિથી, શરણાગતિથી, સખ્યથી એમ વિવિધ પ્રકારન સાધના પદ્ધતિથી અને વિવિધ પ્રકારના ક્રિયાકાંડથી જગતમાં ભગવાનની ઉપાસના થતી દેખાય છે. એ બધામાં આ ઉપાસના શ્રેષ્ઠ છે. યજ્ઞ વગેરે કે જેમાં પશુઓનો બિલ ચડાવવામાં આવે છે એવી ઉપાસન તો ધોર પાપ કરાવનારી છે. પરંતુ આ અભેદ ઉપાસના તો પાપનો ક્ષય કરાવનારી છે. જૈનં દર્શનન આ સિદ્ધાંત છે એટલું જ નહિ, અન્ય દર્શનીઓ પણ આ વાતનું સમર્થન કરે છે.
Jain Education International2010_05
૩૧૬
For Private & Personal Use Only
www.jainelibrary.org