________________
પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર
જ્યારે દર્શન મોહનીય કર્મનો ક્ષય થાય ત્યારે સમ્યગદર્શનનો બોધ થાય. એટલે આવો જ્ઞાનયોગ આશુ એટલે કે શીધ્ર અને અસંમોહક એટલે મોહરહિત બોધ કરાવનાર છે. આ જ્ઞાનયોગ આગળ વધતાં ઘાતિ કર્મોનો ક્ષય કરાવે છે એટલે મોક્ષ સાથેનું તે જોડાણ કરી આપે છે.
અન્ય દર્શનીઓએ પણ આ જ્ઞાનયોગનો મહિમા ગાયો છે. [૫૫૨] તપસ્વિોfધો યોજી જ્ઞાનિોડધો મતિઃ
कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ॥५८॥ અનુવાદ : યોગી તપસ્વીઓ કરતાં અધિક છે. તે જ્ઞાનીઓ કરતાં પણ અધિક મનાય છે. યોગી ક્રિયાકાંડીઓ કરતાં પણ અધિક છે. માટે હે અર્જુન ! તું યોગી થા.
વિશેષાર્થ : શ્રીમદ્ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયનો ૪૬મો શ્લોક ઉપાધ્યાયજી મહારાજે અહીં ટાંક્યો છે.
જ્ઞાનયોગીનું સ્થાન કેટલું બધું ચડિયાતું છે તે દર્શાવ્યા પછી એના સમર્થનરૂપે ઉપાધ્યાયજી મહારાજે શ્રીમદ્ભગવદ્ગીતા જેવા અન્ય શાસ્ત્રમાંથી આ શ્લોક આપ્યો છે એમાં એમની દાર્શનિક ઉદારતા અને ગુણગ્રાહી સમન્વયની દષ્ટિ જોઈ શકાય છે. શ્રીમદ્ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે યોગીઓ તપસ્વીઓ કરતાં, જ્ઞાની કરતાં કે ક્રિયાકાંડી કરતાં અધિક છે. માટે હે અર્જુન ! તું યોગી થા !
અહીં તપસ્વી, જ્ઞાની કે ક્રિયાકાંડીને ઉતારી પાડવાનો આશય નથી, પણ તેઓમાં જે ખૂટે છે તે મેળવીને આગળ વધીને સાધકે યોગીની કક્ષા સુધી પહોંચવાનું છે.
યોગીઓ કશી તપશ્ચર્યા ન જ કરે ? કશું શાસ્ત્રાધ્યયન ન જ કરે ? કે કશી ધર્મક્રિયા ન જ કરે ? ના, એમ નથી, પણ ત્યાં અટકવાનું નથી, હજુ વધારે ઉચ્ચ અને વિશુદ્ધ દશા સુધી પહોંચવાનું છે.
જેઓ માત્ર બાહ્ય તપસ્વી છે તેઓ માત્ર દેહદમન કરતા હોય છે. પ્રાચીન સમયમાં તાપસો માત્ર સામાન્ય વનસ્પતિનો આહાર લેતા. તડકામાં કલાકો સુધી ઊભા રહેતા. કડકડતી અસહ્ય ઠંડી સહન કરતા. તેઓનું લક્ષ્ય એકમાત્ર શરીરને તપાવવાનું, કષ્ટ આપવાનું રહેતું. પરંતુ તેઓ ક્રોધે ભરાય તો કોઈને શાપ પણ આપતા.
જેઓ માત્ર શુષ્ક જ્ઞાની છે તેઓ શાસ્ત્રોનું અધ્યયન કરીને પણ તેનો ઉપયોગ વાદવિવાદ કે વિતંડાવાદ માટે કરતા હોય છે. તેમને આવડે ઘણું, પણ તેનો ઉપયોગ બીજાને હરાવવા કે હંફાવવામાં કરતા. વિવિધ વિષયોનું તેમનું જ્ઞાન માત્ર બૌદ્ધિક વ્યાયામ જેવું બની જતું. પોતે મનમાં જાણતા હોય વાત ખોટી છે, પરંતુ તર્ક અને દલીલથી તે સાચી છે એમ સાબિત કરી આપતા અને એથી રાજી થતા. સાચી વાતને ખોટી પુરવાર કરતાં પણ તેમને આવડે. શબ્દના જુદા અર્થ કરીને બીજાને કેમ મૂંઝવવો એની યુક્તિપ્રયુક્તિ તેઓને આવડતી. આવા પોથી પંડિતોના જીવનમાં એમનું જ્ઞાન ઊતર્યું ન હોય. અંગત જીવનમાં તેઓ અત્યંત લાલચુ, લોભી, અભિમાની અને ક્યારેક તો વાસનાઓથી ભરેલા હોય છે.
જેઓ ક્રિયાકાંડી હતા તેઓને કશુંક કરવા જોઈએ. યજ્ઞ, શ્રાદ્ધ અને અન્ય પ્રકારનાં સામાજિક અને ધાર્મિક વિધિવિધાન કરાવવામાં તેઓ કુશળ રહેતા. એ બધાંનો ક્રમ અને એને અનુરૂપ શ્લોકો તથા
૩૧૫ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org