________________
અધ્યાત્મસાર
[૫૪૯] પશ્યન્નનતાન્માવીન પૂનાવમુપાતિઃ |
भुंजानोऽध्यात्मसाम्राज्यमवशिष्टं न पश्यति ॥५५॥ અનુવાદ : અંતરમાં રહેલા ભાવોને જોયા પછી, પૂર્ણ ભાવોને પ્રાપ્ત કરનાર અને અધ્યાત્મના સામ્રાજ્યને ભોગવતા તે (જ્ઞાનયોગી) અવશિષ્ટને જોતા નથી. | વિશેષાર્થ : જ્ઞાનયોગી અધ્યાત્મયોગી છે. તે પોતાના આત્મામાં રહેલા ભાવોને જોતાં જોતાં એવી પૂર્ણતા પ્રાપ્ત કરે છે કે પછી એને બાહ્ય જગતમાં કશું જોવા જેવું લાગતું નથી. એક વખત આત્મારૂપી લક્ષ્મીની પ્રાપ્તિ થઈ ગઈ પછી બાહ્ય જગત એમને તણખલા જેવું તુચ્છ, પરિવર્તનશીલ, શુદ્ર, ક્ષણભંગુર,
વતું લાગે છે. બાહ્ય દશ્યમાન સંસારમાં ક્યાંય એમની દૃષ્ટિ ઠરતી નથી. તેઓ પોતાના આધ્યાત્મિક સામ્રાજ્યને ભોગવવામાં એટલે કે આત્મરમણતામાં એટલા બધા મગ્ન બની જાય છે કે અવશિષ્ટ અર્થાત બાકીના સાંસારિક પદાર્થો તરફ તેઓ નજર સુદ્ધાં કરતા નથી.
અહીં જ્ઞાનયોગીની આધ્યાત્મિક શક્તિનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. જેઓએ આવી આધ્યાત્મિક દશા અનુભવી છે તેઓને તો આ શબ્દોની યથાર્થતા બરાબર સમજાય એવી છે. [૫૫] શ્રેષ્ઠ દિશાનોથમધ્યાત્મચેવ યજ્ઞ .
बंधप्रमोक्षं भगवान् लोकसारे सुनिश्चितम् ॥५६॥ અનુવાદ : અધ્યાત્મને વિશે આ જ્ઞાનયોગ જ શ્રેષ્ઠ છે, કારણ કે ભગવાને “લોકસારમાં એને કર્મબંધથી અવશ્ય છોડાવનાર કહ્યો છે.
વિશેષાર્થ : અધ્યાત્મની જે જુદી જુદી વિચારધારાઓ છે અને ભિન્ન ભિન્ન સાધના-પદ્ધતિઓ છે એમાં આ જ્ઞાનયોગ સૌથી શ્રેષ્ઠ છે. ભગવાન મહાવીરે આચારાંગસૂત્રના “લોકસાર' નામના પાંચમા અધ્યયનમાં કહ્યું છે કે આ જ્ઞાનયોગ કર્મબંધનમાંથી છોડાવનારો છે. ન ઉપાધ્યાયજી મહારાજે અહીં આચારાંગસૂત્રનો આધાર આપ્યો છે. એના “લોકસાર” નામના અધ્યયનમાં કહ્યું છે કે વંધપોઘો મન્થવ | એટલે કે બંધ અને મોક્ષ(છૂટકારો)માં અધ્યવસાયોની – આત્મપરિણામોની મુખ્યતા છે. જ્ઞાનયોગથી જ કર્મબંધનમાંથી મુક્તિ ત્વરિત મળે છે. [૫૫૧] ૩પયોૌસરિત્નાવાશ્વસંમોબોધતઃ |
मोक्षाप्तेर्युज्यते चैतत्तथा चोक्तं परैरपि ॥५७॥ અનુવાદ : આ (જ્ઞાનયોગ) કેવળ ઉપયોગમય છે. તે શીધ્ર મોહરહિત બોધ કરાવનાર અને મોક્ષની પ્રાપ્તિ સાથે જોડી આપનાર છે. અન્ય દર્શનીઓએ પણ એમ કહ્યું છે.
વિશેષાર્થ : આ જ્ઞાનયોગ કેવળ ઉપયોગમય છે. જ્ઞાનયોગમાં અંતરાત્માનો અનુભવ કરવાનો છે અને ધ્યાન દ્વારા જ તે થઈ શકે છે. એટલે જીવે બાહ્ય પરપદાર્થોમાંથી પોતાની જાતને ખેંચી લઈ પોતાના ઉપયોગને અંદર વાળવાનો છે. જીવે આત્મસન્મુખ થઈ ધ્યાનની ઉચ્ચ શ્રેણીએ ચડવાનું છે.
૩૧૪
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org