________________
સમર્પણ
પરમ કૃપાળુદેવના પરમાર્થસખા પૂ. શ્રી સૌભાગ્યભાઈની જે આંતરિક દશા, નિશ્ચળ મુમુક્ષુતા, સરળતા, પરમાર્થ પ્રત્યેનો અખંડ નિશ્ચય, તેને જેણે યથાર્થપણે ઓળખ્યાં અને તે પ્રમાણેની પોતાની આંતરસ્થિતિ બનાવી અને અમ સૌ મુમુક્ષુજનોને તેવી સ્થિતિ બનાવવા માટેનો રહસ્યભૂત માર્ગ બતાવવાની નિષ્કારણ કરુણા વહાવી તેવા પૂ. શ્રી બાપુજી (પૂ. શ્રી લાડક્રાંદ માણેક્રાંદ વોરા) ને આ ગ્રંથ “અધ્યાત્મણાર” (મહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિરચિત) સમર્પણ કરતાં અમ સૌ મુમુક્ષુજનો અવર્ણનીય આનંદ અનુભવી રહ્યા છીએ. આ ‘અધ્યાત્મસાર’ પુસ્તકમાંથી જ્યારે મમતા ત્યાગ’ અધિકાર પૂ. બાપુજી સમજાવે ત્યારે અચૂક મહોપાધ્યાય યશોવિજયજી કૃત જ્ઞાનસારના મોહલ્યાણઅષ્ટક” માં કહેવામાં આવેલ વાતનો ઉલ્લેખ કરે અને તેના પહેલા શ્લોકને આ પ્રમાણે સમજાવે. | ‘મોહરાજાના બે સેનાધિપતિઓ છે. તે સેનાધિપતિનાં નામ છે : “ અહં” અને “મ”. અહં એટલે હું અને મમ્ એટલે મારું.બોલો જોઈએ આપણામાં હું અને મારું છે ? આ ‘અહં” અને “મમ્” હોય ત્યાં સુધી મિથ્યાત્વ જાય નહીં અને મિથ્યાત્વ જાય નહિ ત્યાં સુધી ધર્મને નામે આખો હિમાલય ખોદી નાખીએ એટલી મહેનત કરીએ અગર તો વૃક્ષ ઉપર ઊંધે માથે ટીંગાઈને આપણું શરીર ગાળી નાખીએ, તોપણ જન્મ-મરણના ફેરા મટે નહિ. એમ “જ્ઞાનસાર” ના આ અષ્ટકમાં કહ્યું છે.' આવી રહસ્યસભર વાતો કહેનાર એવા પૂ.બાપુજીને આ પુસ્તક સમર્પણ કરી રહ્યા છીએ તે યોગ્ય જ છે.
મોક્ષમાર્ગ માટેની યોગ્યતા, પાત્રતા જેના દ્વારા પ્રાપ્ત થઈ શકે તેવું આ પુસ્તક છે. આ પુસ્તકની યથાર્થ સમજણ સંતપુરુષ એવા પૂ. બાપુજી દ્વારા પ્રાપ્ત થઈ છે. તે પ્રત્યેનું કિંચિત્ માત્ર ઋણ ચૂકવવા રૂપે આ પુસ્તક તેઓશ્રીના ચરણકમળમાં સમર્પિત કરી રહ્યા છીએ.
11 સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. ll
lain Education Intetational 2010205
For Plate Personal use only
www.anan