________________
પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર
ટકી શકે છે. પછી વિશ્રાંતિનો, વિરામનો સમય આવે છે. બે ધ્યાનયોગ વચ્ચેના આવા અલ્પ કાળને ધ્યાનાન્સરિકા કહેવામાં આવે છે. | ધર્મધ્યાનની ધ્યાનાન્તરિકામાં અનિત્યાદિ બાર ભાવનાઓની અનુપ્રેક્ષાની ભલામણ કરવામાં આવી છે. શુકલધ્યાનની ધ્યાનાન્સરિકા માટે શાસ્ત્રકારોએ અનુપ્રેક્ષાના ચાર વિષયો સૂચવ્યા છે. આ વિષયો અનુક્રમે જ લેવા એવું નથી. એ વિકલ્પ છે. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ધ્યાનશતક'માં (ગાથા ૮૭-૮૮)માં આ વિષયોનો નિર્દેશ કર્યો છે, જે નીચે પ્રમાણે છે :
(૧) આશ્રવ-અપાય અનુપ્રેક્ષા – આશ્રવનાં એટલે કે કર્મબંધનાં દ્વાર મિથ્યાત્વ, અવિરતિ, કષાય ઇત્યાદિ ઘણાં છે. શરીરની ઇન્દ્રિયો વગેરે દ્વારા પ્રતિક્ષણ શુભાશુભ કર્મો બંધાતાં રહે છે. આવા આશ્રવોથી કેવાં કેવાં અપાયો એટલે કે અનર્થો, કષ્ટો, દુઃખો, જીવને ભોગવવાં પડે છે ! આવાં દુઃખો આ ભવમાં અહીં જ ભોગવવા પડે છે અને પરલોકમાં પણ ભોગવવા પડે છે. નિગોદનાં દુઃખોથી માંડીને નરક ગતિનાં દુઃખો જીવ ભોગવતો રહેતો હોવા છતાં અજ્ઞાન-મિથ્યાત્વના ગાઢ અંધકારમાં અટવાયા કરતો રહે છે. આમ, આવા વિષયોની અનુપ્રેક્ષા કરી શકાય.
(૨) સંસારના અનુભવની અનુપ્રેક્ષા – આ સંસાર અનાદિકાળથી ચાલ્યો આવે છે અને અનંતકાળ સુધી રહેશે. એમાં જુઓ કે જીવો કેવાં કેવા પ્રકારનાં દુ:ખો ભોગવે છે ! ક્ષણિક, નાશવંત ચીજો પાછળ જીવો કેવી દોટ મૂકે છે ! ભૌતિક ઇન્દ્રિયાર્થ સુખ અંતે કેવું દુઃખ આપે છે, જયારે આત્મધ્યાનનું સુખ કેવી ઉચ્ચ કોટિનું છે ! તો પછી મોક્ષ સુખ તો કેવું હશે ! આમ છતાં અજ્ઞાની જીવો તે તરફ ન જતાં ઝાંઝવાનાં નીર જેવાં સાંસારિક સુખો પાછળ દોડીદોડીને કેવા થાકી જાય છે – આ રીતે સંસારનાં સ્વભાવ અને અનુભવનું ચિંતન કરાય છે.
(૩) ભવ-સંતતિની અનુપ્રેક્ષા – ભવ અથવા જન્મમરણની પરંપરા કેવી ચાલ્યા કરે છે ! આપણે આપણી નજર સમક્ષ કેટલાયના જીવનનો અંત આવેલો જોયો ને કેટલાયે નવા જીવો જન્મેલા જોયા. સંસારની આ પરંપરા અવિચ્છિન્નપણે ચાલી રહી છે. એ ચલાવનાર ચાલક તત્ત્વ તે કર્મસત્તા છે. આ રીતે ભવપરંપરાનું ચિંતન કરી શકાય છે.
(૪) અર્થમાં વિપરિણામની અનુપ્રેક્ષા – સંસારમાં પદાર્થોના સ્વરૂપમાં અને સંબંધોમાં કેવી કેવી વિપરીતતા આવે છે ! એક જન્મનાં પિતા-પુત્ર કે માતા પુત્ર કે ભાઈ-ભાઈ ઇત્યાદિ અન્ય જન્મમાં - એકબીજાનાં વૈરી બને છે, આ સંસારમાં કશું શાશ્વત નથી. એક જન્મમાં પણ સંજોગોની, સંબંધોની,
ચીજવસ્તુઓની કેટલી બધી વિપરીતતા સર્જાય છે ! || શુકલધ્યાનના પહેલા પાયાને અંતે અને બીજા પાયાને અંતે આવા પ્રકારની અનુપ્રેક્ષા કરવાની હોય ' છે. શુકલધ્યાનના ત્રીજા-ચોથા પાયામાં તો કેવળજ્ઞાન હોય છે, જે છેવટે મોક્ષગતિ જ અપાવે છે. એટલે એમાં અનુપ્રેક્ષાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી, [૬૫૯] [ો: શુ તૃતીથે ને સા પરમ પતા
चतुर्थः शुक्लभेदस्तु लेश्यातीतः प्रकीर्तितः ॥८२॥ અનુવાદ : બેમાં (શુકલધ્યાનના પહેલા બે પાયામાં) શુકલ (લેશ્યા), ત્રીજામાં તે લેગ્યા પરમ (ઉત્કૃષ્ટ) માનેલી છે તથા શુકલધ્યાનના ચોથા પ્રકારમાં (ધ્યાની મહાત્મા) લેશ્યાતીત કહેવાય છે.
૩૭૯ For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org