________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : આ શ્લોકમાં “શુકલ' શબ્દ ધ્યાન માટે પ્રયોજાયો છે અને લેગ્યા માટે પણ પ્રયોજાયો છે. એ લક્ષમાં રાખવાની જરૂર છે. ધ્યાનના બે શુભ પ્રકાર તે ધર્મધ્યાન અને શુકલધ્યાન. ત્રણ શુભ લેશ્યા તે પીત (તેજો) વેશ્યા, પદ્મ લેશ્યા અને શુકલ લેશ્યા.
આ વેશ્યાઓ એકસરખી માત્રાની નથી હોતી. એમાં પણ માત્રાઓની ચડ-ઊતર ચાલતી હોય છે. આ માત્રામાં પણ મંદ, મધ્યમ અને તીવ્ર અથવા ઉત્કૃષ્ટ એવા પ્રકાર પાડી શકાય છે.
શુકલધ્યાનના ચાર પાયા બતાવવામાં આવ્યા. તેમાં પ્રથમ બે પાયામાં – (૧) પૃથકૃત્વ વિતર્ક સવિચાર અને (૨) એકત્વ સવિતર્ક સવિચાર – માં શુકલ લેશ્યા હોય છે. શુકલધ્યાનના ત્રીજા પાયામાં એટલે કે સૂક્ષ્મ ક્રિયા અનિવર્તીિમાં શુકલ લેગ્યા પરમ એટલે કે ઉત્કૃષ્ટ કોટિની હોય છે. શુકલધ્યાનના ચોથા પાયામાં (વ્યવચ્છિન્નક્રિયા-અપ્રતિપાતીમાં) મન, વચન અને કાયાના યોગનો સર્વથા નિરોધ થઈ જવાથી ધ્યાની-મહાત્મા વેશ્યાતીત અથવા વેશ્યારહિત બને છે. [૬૬] ત્રિનું નિર્મનોચૈિ શુન્નધ્યાનવતોડવા
असंमोहो विवेकश्च व्युत्सर्गश्चाभिधीयते ॥८३॥ અનુવાદ : નિર્મળ યોગવાળા શુકલધ્યાનીનાં અવધ, અસંમોહ, વિવેક અને વ્યુત્સર્ગ એ લિંગ કહ્યાં છે.
વિશેષાર્થ : હવે શુકલધ્યાનીનાં લિંગ કહેવામાં આવે છે. લિંગ એટલે ચિલ અથવા નિશાની કે જેનાથી વ્યક્તિ ઓળખાઈ શકે (Indentification Mark). લિંગ બાહ્ય અથવા સ્થૂલ હોય છે અને આંતરિક અથવા સૂક્ષ્મ પણ હોય છે. બાહ્ય સ્થૂલ લિંગને દ્રવ્યલિંગ કહે છે અને આંતરિક સૂક્ષ્મ લિંગને ભાવલિંગ કહે છે. કોઈ વ્યક્તિને શુકલધ્યાન થયું છે એ કેવી રીતે ખબર પડે ? અથવા પોતાને શુકલધ્યાન થયું છે એવો અણસાર વ્યક્તિને પોતાને કેવી રીતે આવે ? એ માટે શુકલધ્યાનીનાં ચાર ભાવલિંગ કહેવામાં આવ્યાં છે. એ છે : (૧) અવધ, (૨) અસંમોહ, (૩) વિવેક અને (૪) વ્યુત્સર્ગ. શુકલધ્યાનીને મન, વચન અને કાયાના યોગ નિર્મળ થઈ ગયા હોય છે. હવે તેઓ દેહથી ભિન્ન એવા શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા કરતા હોય છે. એથી તેમનામાં જે ચાર વિશેષતાઓ ઉદ્ભવે છે એ એમને ઓળખવા માટેનાં લક્ષણો છે. આ ચાર – અવધ, અસંમોહ, વિવેક અને વ્યુત્સર્ગ વિશે હવે પછીના બે શ્લોકમાં સમજણ આપી છે. [૯૬૧] વધાવુપચ્ચ: જંપતે જ વિતિ વા
__ असंमोहान्न सूक्ष्मार्थे मायास्वपि च मुह्यति ॥८४॥ અનુવાદ : અવધને લીધે તેઓ ઉપસર્ગથી કંપતા નથી કે ભય પામતા નથી. અસંમોહને લીધે તેઓ સૂક્ષ્મ અર્થમાં કે માયામાં પણ મૂંઝાતા નથી.
વિશેષાર્થ : શુકલધ્યાનવાળા યોગી મહાત્માઓનાં પ્રથમ બે લિંગ તે અવધ અને અસંમોહ છે. એ વિશે અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે.
૩૮૦
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org