________________
પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર
અવધ એટલે વધ ન થવો તે. અથવા અવધ એટલે અચલતા, ચલાયમાન ન થવું તે. શુકલધ્યાન પર આરૂઢ થયેલા મહાત્માઓને દેહ અને આત્માની ભિન્નતા સતત રહેતી હોવાથી દેહ પરનો તેમનો મમત્વભાવ છૂટી ગયો હોય છે. આથી એ દેહને કોઈ પરીષહ કે ઉપસર્ગથી કંપિત કરી શકતા નથી. ભૂખ, તરસ, ટાઢ, તડકો, મચ્છર વગેરેના પરીષહો તેઓ સહન કરતા હોય છે. વસ્તુતઃ પોતે એ સહન કરે છે એવી સભાનતા પણ હોતી નથી. મારાન્તિક ઉપસર્ગ આવે એટલે કે કોઈ પોતાનો વધ કરે અથવા અન્ય કોઈ રીતે એવું કષ્ટ આપે કે જે મૃત્યુમાં પરિણમે, એવે વખતે પણ તેઓ ભય પામતા નથી, ધ્રૂજતા નથી, વ્યગ્ર કે શોકાતુર બનતા નથી. જે કંઈ થાય છે અથવા થવાનું છે તે દેહને થવાનું છે અને દેહ પોતાનો નથી એવું એમના અંતરમાં વસેલું હોય છે. મારણાન્તિક ઉપસર્ગ વખતે તે તો જ્ઞાતાદેણા ભાવમાં જ હોય છે. તેઓ સમત્વમાં જ સ્થિર હોય છે.
શુકલધ્યાનીનું બીજું લિંગ છે અસંમોહ. સંમોહ એટલે મોહ પામવો, લોભાઈ જવું, છેતરાઈ જવું, મૂંઝાઈ જવું. અસંમોહ એટલે મોહ, માયા, લાલસા, મૂંઝવણ ઇત્યાદિ ન અનુભવવાં. અસંમોહનો બીજો અર્થ પણ થાય છે. શુકલધ્યાન વર્તતું હોય ત્યારે ચૌદ પૂર્વમાં આવતા સુક્ષ્મ પદાર્થોનું એકાગ્રતાથી ચિંતન ચાલતું હોય છે અને એ વખતે ગમે તેટલો ગહન પદાર્થ હોય તો પણ ધ્યાતાનું ચિત્ત વ્યામોહમાં સપડાતું નથી, કારણ કે તેઓને પ્રમાદ હોતો નથી અને શ્રદ્ધાથી તેઓ સંપન્ન હોય છે. એટલે સૂક્ષ્મ અર્થને તેઓ સમજી શકે છે. સૂક્ષ્મ અર્થના ચિંતનમાં કે સૂક્ષ્મ પદાર્થોનાં રહસ્ય સમજવામાં તે મૂંઝાય નહિ, ગૂંચવાય
કે બધાં રહસ્યો તેમને સ્પષ્ટ થવા લાગે છે. વળી શુકલધ્યાન પ્રગટે છે ત્યારે લબ્ધિસિદ્ધિ પણ પ્રગટે છે. વળી દેવદેવીઓ પણ તેમને લોભાવવા કે તેમની પરીક્ષા કરવા માયાજાળ રચે છે. પરંતુ વૈક્રિય લબ્ધિવાળાં દેવદેવીઓથી તેઓ પ્રભાવિત થતા નથી અને તેવી લબ્ધિઓ જોઈ રાજી થતા નથી. તેઓ આકર્ષાય નહિ કે તેવી લબ્ધિઓ માટે તેમનામાં અભિલાષા જન્મે નહિ, આ દૃષ્ટિએ પણ તેઓ અસંમોહિત રહે છે.
આમ, અવધ અને અસંમોહ એ બે લક્ષણોને લીધે શુકલધ્યાની મહાત્મામાં સમતાયુક્ત શૈર્ય અને પૈર્ય રહેલાં હોય છે. [૬૬૨) વિવેત્સર્વસંયો મિત્રમાત્માનમીત્તે ..
देहोपकरणासंगो व्युत्सर्गाज्जायते मुनिः ॥८५॥ અનુવાદ : વિવેક દ્વારા તે સર્વ સંયોગથી પોતાના આત્માને ભિન્ન જુએ છે. વ્યુત્સર્ગ દ્વારા મુનિ શરીર અને ઉપકરણથી અસંગ થાય છે.
વિશેષાર્થ : આ શ્લોકમાં શુકલધ્યાની મહાત્માનાં બીજાં બે લિંગનો એટલે કે લક્ષણોનો અર્થ દર્શાવવામાં આવ્યો છે. એમનું ત્રીજું લિંગ તે વિવેક અને ચોથું લિંગ તે વ્યુત્સર્ગ છે. - વિવેક એટલે ભેદ પારખવાની શક્તિ. અહીં વિવેક એટલે દેહ અને આત્માને ભિન્ન જોવાં તે. દેહની સાથેના સર્વ સંજોગો પણ શુકલધ્યાનીને આત્માથી ભિન્ન અનુભવાય છે. દેહને સગવડ-અગવડ થાય, કષ્ટ વગેરે પડે, માન-અપમાન સહન કરવો પડે, કોઈ શારીરિક પીડા કરે કે કરાવે ઇત્યાદિને તેઓ પોતાનાં માનતા નથી. તેઓનો તેમાં ઉપયોગ જતો નથી. દેહની સાથે સંકળાયેલા સર્વ સંજોગોને
૩૮૧ • For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org