________________
અધ્યાત્મસાર
પણ તેઓ ભિન્ન ગણતા હોય છે. એટલે ગમે તેવા સાનુકૂળ કે વિપરીત સંજોગોમાં પણ તેઓ પોતાના ધ્યાનથી ચલિત થતા નથી. મરણાન્તિક ઉપસર્ગો પણ તેઓને ધ્યાનભંગ કરી શકતા નથી. એ માટે ગજસુકુમાલનું દૃષ્ટાન્ત જાણીતું છે. તેઓ સ્મશાનમાં કાઉસગ્ગધ્યાનમાં ઊભા છે. તે વખતે રોષે ભરાયેલા સસરા સોમિલ તેમના માથા પર માટીની પાળ કરી અંદર દેવતા ભરે છે તે વખતે ગજસુકુમાલને થાય છે કે ‘દેહ બળી રહ્યો છે. એથી મારા આત્માને શું ? જે બળે છે તે મારું નથી અને જે મારું છે તે બળતું નથી.' આવા ભાવ સાથે પોતાના ધ્યાનમાં તેઓ સ્થિર રહે છે. પરિણામે એમને ત્યાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે અને ત્યાં જ સર્વ કર્મ ખપાવીને તેઓ મોક્ષગતિએ સિધાવે છે.
વ્યુત્સર્ગ એ શુકલધ્યાનીનું ચોથું લિંગ છે. વિ+ઉત્સર્ગ એટલે વિશેષપણે ત્યાગ કરવો. વિવેકમાં દેહ અને એની સાથે સંકળાયેલા સંજોગોને શુકલધ્યાની પોતાના માનતા નથી. હવે એથી પણ આગળ વધીને દેહ અને સર્વ ઉપકરણોથી તેઓ અસંગ થઈ જાય છે એટલે કે તેનો ત્યાગ કરે છે, વોસિરાવે છે. અહીં વોસિરાવે છે એનો અર્થ એ કે શરીર અને ઉપધિ પ્રત્યે તેઓને કોઈ પણ પ્રકારનો રાગ (કે દ્વેષ પણ) રહેતો નથી. શુકલધ્યાની મહાત્માઓને ત્યાર પછી કેવળજ્ઞાન થાય છે અને જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી દેહ તો રહે છે, પણ દેહ પ્રત્યે તેમને કશી મમતા હોતી નથી.
આમ, અવધ, અસંમોહ, વિવેક અને વ્યુત્સર્ગ એ ચાર લિંગ અથવા લક્ષણોથી શુકલધ્યાની મહાત્માઓને ઓળખી શકાય છે.
[૬૬૩] જુનું ધ્યાનમં શુદ્ધ મા મનવજ્ઞયા ।
यः कुर्यादेतदभ्यासं संपूर्णाध्यात्मविद् भवेत् ॥८६॥
અનુવાદ : જે (યોગી) ભગવાનની આજ્ઞા વડે શુદ્ધ ધ્યાનનો આ ક્રમ જાણીને એનો અભ્યાસ કરે તે સંપૂર્ણ અધ્યાત્મને જાણનારો થાય છે.
વિશેષાર્થ : આ અધિકારનું સમાપન કરતાં ગ્રંથકર્તા મહર્ષિ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ હવે ધ્યાનના ફળનો નિર્દેશ કરે છે.
જિનેશ્વર ભગવાનની આજ્ઞાનુસાર શુદ્ધ ધ્યાનનો ક્રમ અહીં દર્શાવવામાં આવ્યો છે. આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બે અશુભ ધ્યાનનો ત્યાગ કરીને જીવે ધર્મધ્યાન અને શુકલધ્યાન તરફ વળવાનું છે. આ ધ્યાનના સ્વરૂપનો જે અભ્યાસ કરે છે અને એ પ્રમાણે નિયમિત ધ્યાન ધરે છે તે મહાત્માઓ અધ્યાત્મવિદ્ અર્થાત્ અધ્યાત્મને જાણનારા બને છે. ધર્મધ્યાનથી અને શુકલધ્યાનથી પુષ્કળ શુભાશ્રવ (પુણ્યબંધ), સંવર અને કર્મની નિર્જરા થાય છે. સર્વ કર્મનો ક્ષય થતાં તેઓ કેવળજ્ઞાન અને મુક્તિ પ્રાપ્ત કરે છે.
આ રીતે ધ્યાનનો મહિમા મુમુક્ષુ જીવો માટે ઘણો મોટો છે.
Jain Education International_2016_05
इति ध्यानाधिकारः ।
ધ્યાન અધિકાર સંપૂર્ણ
૩૮૨
For Private & Personal Use Only
www.jainelibrary.org