________________
અધ્યાત્મસાર
આ ત્રીજું શુકલધ્યાન અલ્પકાળનું જ હોય છે. કેવળી ભગવંત પોતાના આત્મપ્રદેશોને નિશ્ચલ કરવાનો પુરુષાર્થ કરે છે. આ પુરુષાર્થમાં તેઓ અડગ રહે છે અને સૂક્ષ્મ કાયયોગનો પણ નિરોધ કરીને જ રહે છે. આ બધી સૂક્ષ્મ ક્રિયા તેરમા ગુણસ્થાનકના અંતિમ કાળે થાય છે. અહીં સર્વથા કાયનિરોધ થતાં તેરમું ગુણસ્થાનક પૂરું થાય છે અને અયોગી કેવલીનું ચૌદમું ગુણસ્થાનક ચાલુ થાય છે.
આ ચૌદમા અયોગી કેવલીના ગુણસ્થાનકે થતા શુકલધ્યાનને ‘સમુચ્છિન્ન ક્રિયા’ અથવા ‘વ્યવચ્છિન્ન ક્રિયા’ અથવા ‘વ્યુપરત ક્રિયા' કહેવામાં આવે છે. સિદ્ધાવસ્થા પ્રાપ્ત થાય ત્યાં સુધી આ ધ્યાનમાંથી હવે પાછા ફરવાનું, પાછા પડવાનું નથી હોતું માટે એને ‘અપ્રતિપાતી' કહેવામાં આવે છે.
આ ધ્યાન દરમિયાન આત્મપ્રદેશો નિષ્મકંપ, નિશ્ચલ હોવાથી મેરુ પર્વત જેવા તે સ્થિર હોય છે. શૈલ એટલે પર્વત અને શૈલેશ એટલે પર્વતોમાં શ્રેષ્ઠ એવો મેરુ પર્વત.
[૫૭] તંતુવિધ શુવતધ્યાનમ યો: તમ્ ।
आद्ययोः सुरलोकाप्तिरंत्ययोस्तु महोदयः ॥ ८० ॥
અનુવાદ : આ ચાર પ્રકારના શુકલ ધ્યાનમાંના પહેલા બે(પ્રકાર)નું ફળ સ્વર્ગલોકની પ્રાપ્તિ છે અને છેલ્લા બેનું (ફળ) મોક્ષ (મહોદય) છે.
વિશેષાર્થ : શુકલધ્યાનના ચાર પ્રકારને ચાર પાયા કહેવામાં આવે છે. જેમ દરેક ધ્યાનનું ફળ બતાવવામાં આવે છે તેમ પ્રશ્ન થાય કે શુકલધ્યાનનું ફળ શું ? શુકલધ્યાનના પહેલા બે પાયા તે ‘સપૃથક્ સવિતર્ક સવિચાર’ અને ‘એકત્વ-સવિતર્ક સવિચાર' છે.
આ પહેલા બે પ્રકારના શુકલધ્યાનથી વિશિષ્ટ કોટિનાં શુભાશ્રવ થાય છે અને તેવી જ કર્મનિર્જરા થાય છે. આ ધ્યાનની શ્રેણીએ ચડેલા મુનિ જો ઉપશમ શ્રેણી માંડીને પડે અને આયુષ્ય પૂર્ણ કરે તો તે સ્વર્ગલોકમાં દેવ થાય છે. પણ જો તે શ્રપકશ્રેણી માંડે તો કેવળજ્ઞાન પામી મોક્ષગતિ પ્રાપ્ત કરે છે.
શુકલધ્યાનના છેલ્લા બે પાયા ‘સૂક્ષ્મક્રિયા અનિવર્તી’ અને ‘બુચ્છિન્નક્રિયા અપ્રતિપાતી' તો ફક્ત અનુક્રમે સયોગી અને અયોગી કેવળજ્ઞાનીને જ હોય છે. એટલે એના ફળરૂપે મોક્ષગતિ જ હોય એ દેખીતું છે.
[૬૫૮] પ્રશ્રવાપાયસંસારાનુભાવભવસંતતી ।
अर्थे विपरिणामं वाऽनुपश्येच्छुक्लविश्रमे ॥८१॥
અનુવાદ : શુકલધ્યાનના વિશ્રામ દરમિયાન, આશ્રવોથી થતા અપાયોની (દુઃખોની), સંસારના અનુભવની, ભવની પરંપરાની અથવા અર્થમાં વિપરિણામની અનુપ્રેક્ષા કરવી.
વિશેષાર્થ : કોઈ પણ ધ્યાનની ધારા અમુક સમય પછી અથવા વધુમાં વધુ અંતર્મુહૂર્ત સુધી ટકતી હોય છે. ચિત્તના ચંચલ સ્વભાવને કારણે એમ બને છે અથવા ધ્યાની મહાત્માઓએ ધ્યાન ધરતાં પહેલાં એની સમયાવધિ વિચારેલી હોય છે. ધર્મધ્યાનથી પણ વધુ આગળ શુકલધ્યાન સુધી પહોંચેલા મુનિ મહાત્માઓ પોતાના ધ્યાનમાં વધુ સમય સ્થિર રહી શકે છે. તો પણ તે ધ્યાન વધુમાં વધુ અંતર્મુહૂર્ત સુધી
Jain Education International_2010_05
૩૭૮
For Private & Personal Use Only
www.jainelibrary.org