________________
પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર
I
આ ધ્યાન નિષ્કપ હોવાથી પવન વિનાના સ્થાનમાં દીપકની જ્યોતિ જેમ સ્થિર રહે તેવી રીતે તે સ્થિર રહે છે. પહેલા પ્રકારના શુકલધ્યાન કરતાં આમાં ધ્યાનની સ્થિરતા અને નિર્મળતા વધુ હોય છે. [૬૫] સૂક્ષ્મદિયાનિવૃત્યારā તૃતીયં તુ નિની તત
__ अर्धरुद्धांगयोगस्य रुद्धयोगद्वयस्य च ॥७८॥ અનુવાદ : સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ નામનું આ ત્રીજું ધ્યાન કેવલી(જિન)નું છે. એમાં કાય (અંગ) યોગનો અડધો નિરોધ અને બીજા બે યોગ(વચન અને મન)નો નિરોધ હોય છે.
વિશેષાર્થ શુકલધ્યાનના ત્રીજા પાયાનો અહીં પરિચય આપ્યો છે. આ ધ્યાન ફક્ત જિન એટલે કે કેવળી ભગવંતને જ હોય છે. શુકલધ્યાનના બીજા પાયાને અંતે કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે કેવળી ભગવંતના મન, વચન અને કાયાના યોગો ચાલુ હોય છે. એટલે એમને સયોગી કેવળી કહેવામાં આવે છે. તેઓ તેરમાં ગુણસ્થાનકે હોય છે. તેઓનો લગભગ બધો આયુષ્યકાળ તેરમા ગુણસ્થાનકે હોય છે. આયુષ્ય પૂર્ણ થતાં પહેલાં તેમને આ ત્રીજું શુકલધ્યાન હોય છે. એટલે બીજા પાયા અને ત્રીજા પાયાના ધ્યાન વચ્ચે કોઈને દિવસ કે દિવસોનું, તો કોઈકને વર્ષોનું અંતર (મહાવીર સ્વામીને લગભગ ૩૦ વર્ષ) રહે છે.
આ ત્રીજા પાયાના ધ્યાનમાં યોગનિરોધની ક્રિયા ચાલુ થાય છે. વચન અને મનના યોગનો નિરોધ થઈ ગયા પછી, એટલે કે એની હવે કશી જ સ્કૂલ (બાદર) કે સૂક્ષ્મ પ્રવૃત્તિ કે ક્રિયા રહી ન હોય અને શરીરની માત્ર શ્રોસોચ્છવાસ પૂરતી સૂક્ષ્મ ક્રિયા બાકી હોય એટલે કે કાયાનો અડધો યોગનિરોધ થઈ ચૂક્યો હોય ત્યારે આ ત્રીજા પાયાનું ધ્યાન ચાલુ થાય છે.
આ ધ્યાનમાં મનોયોગ અને વચનયોગની નિવૃત્તિ થઈ ગઈ હોય છે અને કાયયોગની સૂક્ષ્મ ક્રિયાની હજુ અનિવૃત્તિ છે. માટે આ ધ્યાનને “સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ' કહેવામાં આવે છે. આ ધ્યાન માટે “સૂક્ષ્મ ક્રિયા અનિવાર્તા (પાછી નહિ ફરનારી) એવો શબ્દ પણ પ્રયોજાય છે તે એ અર્થમાં કે આત્મસ્થિરતાના પરિણામથી હવે પાછી નહિ ફરનારી એટલે સૂક્ષ્મમાંથી પાછી બાદરમાં નહિ આવનારી (અનિવાર્તા) એવી આ સૂક્ષ્મ ક્રિયા (કાયાની) છે. [૬૫] તુરીયં છિન્નયિમmતિપત્તિ તા.
शैलवन्निष्प्रकंपस्य शैलेश्यां विश्ववेदिनः ॥७९॥ અનુવાદ : આ ચોથું (શુકલધ્યાન) “સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી (સર્વથા ઉચ્છિન્ન વ્યાપારવાનું અને પાછું ન પડે તેવું) છે. તે શૈલેશી અવસ્થામાં, પર્વતની જેમ નિષ્પકંપ રહેનાર સર્વજ્ઞ(વિશ્વવેદિન)નું હોય છે.
વિશેષાર્થ : હવે શુકલધ્યાનના ચોથા પાયાનો પરિચય આપવામાં આવ્યો છે.
સયોગી કેવળી મન અને વચન એ બેના યોગનો સંપૂર્ણ નિરોધ કરી કાયાના બાદ યોગનો નિરોધ કરે છે અને હવે ફક્ત સૂક્ષ્મ કાયયોગરૂપી શ્વાસોચ્છવાસની ક્રિયા હોય છે અને શુકલધ્યાનના ત્રીજા પાયામાં હોય છે ત્યારે તેઓ કાયાના સૂક્ષ્મ યોગનો નિરોધ કરવાનો પ્રબળ પુરુષાર્થ આદરી દે છે. એટલે
૩૭૭ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
cation Intermational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org