________________
અધ્યાત્મસાર
પરિસ્થિતિ વધુ દુ:ખદ બને. તેઓ કોઈ એક જ નય કે મતનો આશ્રય લઈ બીજા મતનું ખંડન કરે તો એ તો પોતે જે ડાળ પર બેઠા હોય તેને જ કાપવા તૈયાર થાય એના જેવું છે. પોતાની તર્કબુદ્ધિ દોડાવીને કેટલાક એમ જે કરી રહ્યા છે એમાં તો કળિકાળનો જ પ્રભાવ વરતાય છે. પરંતુ એનું પરિણામ સુભગ નહિ પણ કટુ જ આવે છે એ તેઓ બિચારા જાણતા નથી હોતા.
[८८७]
त्यक्तोन्मादविभज्यवादरचनामाकर्ण्य कर्णामृतं । सिद्धान्तार्थ रहस्यवित् क्व लभतामन्यत्र शास्त्रे रतिम् ॥ यस्यां सर्वनया विशन्ति न पुनर्व्यस्तेषु तेष्वेव या । मालायां मणयो लुठन्ति न पुनर्व्यस्तेषु रत्नेषु सा ॥१४॥
અનુવાદ : ઉન્માદનો ત્યાગ કરીને, વિભજ્યવાદ(અનેકાન્તવાદ)ની રચનાના કર્ણામૃતને સાંભળીને સિદ્ધાન્તના અર્થના રહસ્યને જાણનાર શું બીજા શાસ્ત્રમાં રતિ પામે ? તેમાં (સિદ્ધાન્તરચનામાં) સર્વ નયો પ્રવેશે છે, પણ છૂટા છૂટા નયોમાં તે નથી. માળામાં મણિઓ રહે છે, વિખરાયેલાં રત્નોમાં માળા નથી હોતી.
વિશેષાર્થ : જ્યાં ઉન્માદ છે ત્યાં સાચી ષ્ટિ નથી હોતી. અકારણ અભિમાન વસ્તુસ્થિતિની યથાર્થતા સમજવામાં અવરોધરૂપ બને છે. એટલે સત્ય પામવા માટે સૌ પ્રથમ ઉન્માદનો ત્યાગ કરવાની આવશ્યકતા છે. જે ભિન્નભિન્ન નયનું યોગ્ય પૃથક્કરણ અથવા વિભાજન કરીને વિભજ્યવાદ અર્થાત્ સ્યાદ્વાદ અથવા અનેકાન્તવાદ દ્વારા સત્ય પામવાની રુચિવાળા છે તથા સિદ્ધાન્તોના રહસ્યને જાણવાવાળા છે તેઓને એકાન્તિક અભિનિવેશવાળા શાસ્ત્રોમાં રસ ન પડે એ સ્વાભાવિક છે. અહીં જૈનાગમની વિશિષ્ટતા દર્શાવતાં બતાવ્યું છે કે એમાં બધા દર્શનોનો અને બધા નયોનો સમુચિત સમન્વય થયો છે. એટલે જે અન્યત્ર છે તે જૈન દર્શનમાં છે, પરંતુ જે જૈન દર્શનમાં છે તે બધું અન્ય કોઈ એક દર્શનમાં નથી. જે સ્યાદ્વાદમાં છે તે કોઈ એક નયમાં નથી. જેમ કોઈ માળાના મણકા હોય તો તે બધા મણકા માળાની અંદર આવી જાય છે, પરંતુ તે મણકા છૂટાછવાયા વિખરાયેલા હોય તો તેથી તે કંઈ માળા બનતા નથી. મણકાઓમાં જે સ્થાન માળાનું છે તેવું સ્થાન જુદાં જુદાં દર્શનોમાં જૈન દર્શનનું છે, કારણ કે એમાં સર્વ નયોનો સમન્વય થયેલો છે.
[८८८] अन्योन्यप्रतिपक्षभाववितथान् स्वस्वार्थसत्यान्नयान् ।
नापेक्षाविषयग्रहैर्विभजते माध्यस्थ्यमास्थाय यः ॥
स्याद्वादे सुपथे निवेश्य हरते तेषां तु दिङ्मूढतां ।
कुंदेंदुप्रतिमं यशो विजयिनस्तस्यैव संवर्धते ॥ १५ ॥
અનુવાદ : અન્યોન્યના વેરભાવથી ખોટા ઠરતા, પરંતુ પોતપોતાના અર્થમાં સત્ય એવા નયોને વિશે જે મધ્યસ્થભાવનો આશ્રય કરી, અપેક્ષાના વિષયનો આગ્રહ રાખી વિભાજિત કરતા નથી
Jain Education International2010_05
૫૦૬
For Private & Personal Use Only
www.jainelibrary.org