________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર ઓગણીસમો : જિનમતસ્તુતિ અધિકાર
તથા સ્યાદ્વાદરૂપી સન્માર્ગમાં સ્થાપીને તેમની દિમૂઢતાને જે હરી લે છે તે વિજયવંત પુરષનો કુંદ પુષ્ય અને ચંદ્ર જેવો યશ વૃદ્ધિ પામે છે. ' વિશેષાર્થ : દરેક પરિસ્થિતિ, વિચાર, આચાર વગેરેને જુદાં જુદાં દૃષ્ટિબિન્દુથી નિહાળી શકાય. એમાં એવું પણ બને કે એકની દૃષ્ટિએ જે સાચું હોય તે બીજાની દૃષ્ટિએ ખોટું હોય, જ્યાં પરસ્પર વૈરભાવ હોય ત્યાં તો બીજાના મતને ખોટો ઠરાવવાનું વલણ આવ્યા વગર રહે નહિ. બીજી બાજુ પોતાના મતમાં સત્વ રહેલું છે એવું પ્રામાણિકપણે લાગવાનો સંભવ રહે છે. આમ જુદા જુદા નયો વચ્ચે ગજગ્રાહ રહેવાનો અને એમાંથી વૈમનસ્ય જન્મવાનું. પરંતુ જેઓએ સ્યાદ્વાદનો અભ્યાસ કર્યો છે અને જીવનમાં એને ઉતાર્યો છે એવા પુરુષોમાં માધ્યસ્થ દૃષ્ટિ આવી જાય છે. જ્યાં જેટલું જે અપેક્ષાએ સત્ય હોય છે ત્યાં તેટલું સત્ય તેઓ અવશ્ય ગ્રહણ કરે છે. આંશિક સત્ય હોય તો પણ અસ્વીકાર કરવાનું આવા મધ્યસ્થના ભાવવાળાને રુચતું નથી. તેઓ ન્યાયશાસ્ત્રના અભ્યાસી હોય છે, એટલે જુદા જુદા નયની દષ્ટિએ ગૂંચને ઉકેલતાં અને યોગ્ય વિભાજન કરતાં તેઓને આવડે છે. આથી ભિન્નભિન્ન નય વચ્ચે થયેલા વિવાદનો તેઓ સામંજસ્યપૂર્ણ ઉકેલ શોધી આપી શકે છે. જેમનામાં આવી શક્તિ રહેલી હોય તેઓને કુદરતી રીતે જ યશ મળે છે. તેમનો યશ કુંદ પુષ્પ જેવો કે ચન્દ્ર જેવો ઉજવળ હોય છે અને તે વૃદ્ધિ પામતો રહે છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ શ્લેષથી આ છેલ્લા શ્લોકમાં પોતાના નામને ગૂંથી લીધું છે. ઉપાધ્યાયજી મહારાજ ન્યાયવિશારદ હતા એટલે એ દૃષ્ટિએ પણ એમણે આ ગ્રંથમાં ભિન્નભિન્ન દર્શનોની તત્ત્વમીમાંસાને સ્યાદ્વાદની શૈલીથી ગૂંથી લીધી છે. એમના આ ભગીરથ કાર્ય માટે એમને અવશ્ય યશ મળ્યો છે.
इति जिनमतस्तुत्यधिकारः ॥ જિનમતસ્તુતિ અધિકાર સંપૂર્ણ
પ્રબંધ છઠ્ઠો સંપૂર્ણ
૫૦૭ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org