________________
પ્રબંધ સાતમો અધિકાર વીસમો અનુભવ અધિકાર 7
[૮૮૯] શાસ્ત્રોપશિશિ ત્નિતાસદષાવનુષા
प्रियमनुभवैकवेद्यं रहस्यमाविर्भवति किमपि ॥१॥ અનુવાદ : શાસે બતાવેલી દિશાથી જેમનાં અસગ્રહ, કષાય, કલુષતા ગળી ગયાં છે, તેઓને, અનુભવથી જ સમજી શકાય એવું કંઈક પ્રિય રહસ્ય પ્રગટ થાય છે.
વિશેષાર્થ : (અધ્યાત્મમાર્ગમાં વિકાસ કરવા માટે જેટલી શાસ્ત્રાભ્યાસની આવશ્યકતા છે તેટલી જ સ્વાનુભવની આવશ્યકતા છે. સ્વાનુભવ વગર માત્ર શાસ્ત્રાભ્યાસ ચાલ્યા કરે તો એથી પોથી પંડિત બનાય, પણ આત્મિક વિકાસ ન સધાય. તેમ છતાં શાસ્ત્રાભ્યાસની ઉપયોગિતા પણ એટલી જ છે, કારણ કે શાસ્ત્રોમાં પૂર્વસૂરિઓના સ્વાનુભવનો નિચોડ હોય છે. શાસ્ત્રાભ્યાસ દ્વારા કેટલીયે શંકાઓનું સમાથાન થાય છે. આગમશાસ્ત્રોમાં પદાર્થની ભિન્નભિન્ન નયથી છણાવટ કરવામાં આવેલી હોવાથી પદાર્થનું યથાર્થ જ્ઞાન થાય છે. જે માણસના અમુક બાબતો માટે ખોટા અને જડ અભિપ્રાયો બંધાઈ ગયા હોય છે એવા કદાગ્રહી માણસો જયારે એકાંતમાં નિખાલસહૃદયે શાસ્ત્રનું અધ્યયન કરે છે ત્યારે એમના કદાગ્રહો નીકળી જાય છે અને એમને તે વિષયનું યથાર્થ સ્વરૂપ સમજાય છે.
કદાગ્રહની સાથે કષાયો પણ . જોડાયેલા હોય છે. કદાગ્રહ જતાં, મનની ઉદારતા અને વિશાળતા પ્રાપ્ત થતાં અહંકારાદિ કષાયો નીકળી જાય છે. એથી ચિત્તની નિર્મળતા અને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.
આવી દશા જયારે પ્રાપ્ત થાય છે ત્યારે જીવ જો અંતર્મુખ બની આત્માવલોકન કરે તો એને પોતાનો વૈયક્તિક એક જુદો જ અનુભવ થશે. અંતરમાં કંઈક પ્રકાશ લાધશે, કારણ કે આ સ્વાનુભવને લીધે કંઈક અપૂર્વ રહસ્ય પ્રાપ્ત થાય છે. જેઓને આવો આત્માનુભવ થયો હશે તેઓને આ વાતની તરત ખાતરી થશે.
[20] પ્રથમrખ્યાવિત્નાસાવવિખૂdયક્ષUસ્ક્રિીનમ્
चंचलतरुणीविभ्रमसममुत्तरलं मनः कुरुते ॥२॥ અનુવાદ : પ્રથમ અભ્યાસના વિલાસથી આવિર્ભાવ પામીને ક્ષણમાં જે વિલીન થઈ જાય છે તે (રહસ્ય અથવા અનુભવ) ચંચલ તરુણીના વિશ્વમ(મનોહર કટાક્ષ)ની જેમ મનને ઉત્સુક (ઉત્તરલ) કરે છે.
વિશેષાર્થ : સાધક જ્યારે આત્માનુભવ માટે સાધનાની શરૂઆત કરે છે ત્યારે તે સમયે તેની દશા
૫૦૮
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org