________________
પ્રબંધ સાતમો, અધિકાર વસમો : અનુભવ અધિકાર
કેવી હોય છે તેનું અહીં વર્ણન છે. આરંભકાળનો એ અનુભવ બહુ વિલક્ષણ હોય છે. સાધકના પ્રારંભિક અભ્યાસકાળમાં આત્માનુભવની ઉત્કટ તાલાવેલી જ્યારે હોય છે અને તે પ્રકારની એની સજ્જતા અને આચરણા હોય છે ત્યારે પોતાના ક્ષયોપશમથી, ધ્યાનમાં એકાગ્રતા અને સ્થિરતા પ્રાપ્ત થતાં તેને આત્મદર્શનની, રહસ્યબોધની કંઈક પ્રકાશમય ઝાંખી થાય છે કે જે અપૂર્વ હોય છે. પરંતુ આરંભદશા હોવાથી તે ઝાંખી ઝાઝીવાર ટકતી નથી. તે તરત વિલીન થઈ જાય છે. પરંતુ સાધકને તે એવો ચટકો લગાડે છે કે હવે એને બીજું કંઈ સૂઝતું નથી, રુચતું નથી. આત્મદર્શનનો એવો અનુભવ ફરી વાર, વારંવાર કરવાનું એને મન થાય છે. હવે એને બીજી કોઈ વાતમાં રસ પડતો નથી. એનું મન ત્યાં જ વારંવાર દોડી જાય છે. એને એમ થાય છે કે આ દર્શન વધુ સમય રહે તો કેવું સારું ! પોતે શું શું કરે કે જેથી એ અનુભવ તરત વિલીન ન થતાં વધુ સમય રહે ? એ માટે તે સર્વ ઉપાયો યોજે છે. આત્મસાધનામાં જેઓ આગળ વધ્યા છે તેઓને આ વાત તરત સમજાય એવી છે. આ વિષયના અનુભવીઓ આ કથન માટે તરત સાક્ષી પૂરી શકે એમ છે.
ઉપાધ્યાયજી મહારાજે સાધકની તાલાવેલી માટે અહીં દૃષ્ટાંત ચંચલ યુવતીના નયનકટાક્ષનું આપ્યું છે. કોઈ યુવાન ચંચલ તરુણીના કામુક હાવભાવને એક વાર જુએ અને આકર્ષાય તો એનું ચિત્ત એ હાવભાવ જોવા વારંવાર ત્યાં દોડી જાય છે. એને એ સિવાય બીજી કોઈ વાતમાં ચેન પડતું નથી. એવી જ રીતે પ્રારંભ દશામાં સાધકનું ચિત્ત ક્ષણવારને માટે થયેલા આત્મદર્શનને કારણે વારંવાર એ જ દિશામાં દોડવા લાગે છે.
અનુભવે આ વાત વધુ સમજાય એવી છે.
[૮૯૧] સુવિદિતયોરિણું ક્ષિપ્ત પૂર્વ તર્થવ વિક્ષિણમ્I
___एकाग्रं च निरुद्धं चेतः पंचप्रकारमिति ॥३॥ અનુવાદ : યોગને સારી રીતે જાણનારાએ (યોગીઓએ) ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ એમ પાંચ પ્રકારનું ચિત્ત ઇચ્છવું (જાયું; કહ્યું) છે.
વિશેષાર્થ : ચિત્તને આત્મા સાથે ગાઢ સંબંધ છે. મન, વચન અને કાયા એ ત્રણના યોગમાં મનનો યોગ સૌથી વધુ બળવાન છે. માણસ જો થોડીક વાર સ્થિર બેસી, મૌન ધારણ કરી પોતાના ચિત્તમાં ઉદ્ભવેલા વિચારપ્રવાહનું અવલોકન અને પુનરાવલોકન કરે તો એને તરત ખાતરી થશે કે પોતાના ચિત્તમાં થોડીક વારમાં જ કેટલા બધા વિચારો ઝબકી ગયા. પોતાના ચિત્તને કોઈક એક બાબતમાં થોડી વાર માટે સ્થિર રાખવામાં પણ કેટલી બધી મહેનત પડે છે એ તો અનુભવે સમજાય એવી વાત છે. જીવનમાં કેટલાક એવા અનુભવો હોય છે કે જ્યારે ચિત્ત વધારે એકાગ્ર થાય છે, તો ક્યારેક અત્યંત ચંચલ થાય છે.
ચિંતકની વય, કક્ષા, અભ્યાસ, ઇત્યાદિ ઉપરાંત એના ચિત્તમાં ચાલતા વિષયોના પ્રકારો, આંદોલનનું સ્વરૂપ, સ્થિરતાનો કાળ ઇત્યાદિની દૃષ્ટિએ ચિત્તના અનેક પ્રકાર પડી શકે. તુંડે તુંડે મતિમન્ના | એમ આપણે કહીએ છીએ એ દષ્ટિએ પ્રત્યેક મનુષ્યનું ચિત્ત એક જુદો જ નમૂનો છે. આમ છતાં યોગને
૫૦૯ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org