________________
શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે મહાન પૂર્વસૂરિઓનું સ્મરણ કરાવે છે. તેમનામાં ગુરુભક્તિ, તીર્થભક્તિ, શ્રુતભક્તિ, સંઘભક્તિ, શાસનપ્રીતિ, અધ્યાત્મરસિકતા, ધીરગંભીરતા, ઉદારતા, ત્યાગ, વૈરાગ્ય, સરળતા, લઘુતા ઇત્યાદિ અનેક ગુણોનું દર્શન થાય છે.
આમ અનેકવિધ પ્રતિભા ધરાવનાર, અનેક ક્ષેત્રોમાં પોતાનું મૂલ્યવાન યોગદાન આપનાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી આપણા મહાન જ્યોતિર્ધર છે. તેમને તાર્કિક શિરોમણિ, સ્મારતિ શ્રુતકેવલી, લઘુ હરિભદ્ર, દ્વિતીય હેમચંદ્ર, યોગવિશારદ, સત્યગવેષક, સમયવિચારક, ‘એઁ' બીજમંત્ર પદના પ્રસ્થાપક, ‘કુચલી શારદ’નું વિરલ બિરુદ પામેલા, મહાન સમન્વયકાર, પ્રખર નૈયાયિક, વાદીમદભંજક, શુદ્ધાચારક્રિયાપાલક, દ્રવ્યાનુયોગનો દરિયો ઉલ્લંઘી જનાર ઇત્યાદિ શબ્દો વડે બિરદાવવામાં આવે છે. એવા મહાન જ્યોતિર્ધર મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવનકવનનું યથાર્થ દર્શન થતાં જ આપણું મસ્તક સહજ રીતે જ એમનાં ચરણોમાં નમી જાય છે !
Jain Education International2010_05
*
39
For Private & Personal Use Only
www.jainelibrary.org