________________
ક્રોધાદિ કષાયોથી મુક્ત થવાનો અને ક્ષમાદિ સદ્ગુણો ધારણ કરવાનો ઉપદેશ આપતાં કવિ | લખે છે :
સિદ્ધ ઔષધિ છેક્ષમા, તાકો કરો પ્રયોગ;
ન્યું મિટ જાયે મોહધર, વિષય ક્રોધ જવર રોગ. ક્ષમા ચંદન રસે, સિચો ચિત્ત પવિત્ત.
દયાવેલ મંડપ તલ, રહો લહો સુખ મિત્ત. સમાધિશતક ૧૦૪ દોહામાં લખાયેલી કૃતિ છે. એમાં સંસારની માયા જીવોની કેવી રીતે ભમાવે છે અને આત્મજ્ઞાનીઓ તેમાંથી કેવી રીતે મુક્ત થાય છે, જ્ઞાનીની ઉદાસીનતા કેવી હોય છે અને તેમાં તેમને આત્મદષ્ટિ બહિરાત્મભાવમાંથી નીકળવા માટે કેવી ઉપકારક થાય છે, ઇત્યાદિનું વર્ણન છે. આત્મજ્ઞાની માટે સંસાર એ માત્ર પુદ્ગલનો મેલ છે. એમ દર્શાવતાં કવિ લખે છે :
આતમજ્ઞાને મગન જો, સો સબ પુદ્ગલ ખેલ; ઈન્દ્રજાલ કરિ લેખવે, મિલે ન તિહાં મનમેલ. ભવપ્રપંચ મનજાલકી, બાજી જૂઠી મૂલ;
ચારપાંચ દિન ખુશ લગે, અંત ધૂલકી ધૂલ. કવિએ જુદી જુદી દેશીઓમાં અધ્યાત્મનાં પાંત્રીસેક પદોની રચના કરી છે. એમાં પ્રભુભજન, ચેતન અને કર્મ, મનની સ્થિરતા, સમતા અને મમતા, ઉપશમ, ચેતના, આત્મદર્શન, સાચો ધર્મ, સાચા મુનિ વગેરે વિષયો લેવામાં આવ્યા છે. કવિની ઘણીખરી આ રચનાઓ વ્રજભાષામાં કે વ્રજભાષાની છાંટવાળી છે અને કવિતાની ઊંચી કોટિએ પહોંચે એવી છે.
આમ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં પણ વિપુલ સાહિત્ય આપણને આપ્યું છે. એ વડે આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તેઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એમના તમામ સાહિત્ય માટે એમણે પોતે ‘શ્રીપાળ રાસની બારમી ઢાળમાં કહ્યું છે તે પ્રમાણે અવશ્ય કહી શકીએ :
“વાણી વાચક જસ તણી, કોઈ નયે ન અધૂરી છે.” ઉપસંહાર - શ્રી યશોવિજયજી મહારાજે પોતાના સમયમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિષયમાં ઉપલબ્ધ લગભગ બધી જ કૃતિઓનો ઊંડો અભ્યાસ કર્યો હતો. વાડ્મયના વિવિધ ક્ષેત્રે એમના જેટલી અને જેવી બુદ્ધિમતા, બહુશ્રુતતા અને સર્જનપ્રતિભા ત્યાર પછીના આ ત્રણ સૈકામાં હજુ સુધી કોઈનામાં આપણને જોવા મળી નથી.
ઉપાધ્યાયજી મહારાજ દાર્શનિક વિષયોના પારદ્રષ્ટા હતા. તેમણે જૈન દર્શનોને નવ્ય ન્યાયની શૈલીમાં રજૂ કર્યા છે. જેમ દર્શનશાસ્ત્રમાં તેમ અધ્યાત્મયોગમાં પણ તેમનું અર્પણ બહુ મૂલ્યવાન છે. તેમને શ્રી હરિભદ્રસૂરિએ વર્ણવેલા યોગમાર્ગના આદ્ય વિવેચક તરીકે ઓળખાવવામાં આવે છે. તેઓ જેવા જ્ઞાની હતા તેવા જ ક્રિયાવાદી પણ હતા. તેમની પ્રતિભા અને તેમનાં કાર્યો આપણને શ્રી સિદ્ધસેન દિવાકર,
38
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org