________________
વિવિધ દેશીઓમાં રચાયેલા ૧૭ ઢાળના આ સ્તવનમાં કવિએ તત્કાલીન લોકો અને મુનિઓના આચરણો, ભ્રમભર્યા વિચારો ઇત્યાદિનું નિર્ભયતાપૂર્વક સાચું ચિત્ર દોર્યું છે, જેમાંથી કોઈપણ યુગના માત્ર મુનિઓએ જ નહિ, લોકોએ પણ ઘણો બોધ લેવા જેવો છે. સઝાયો - શ્રી યશોવિજયજીએ સમ્યક્ત્વના સડસઠ બોલની સજઝાય, અઢાર પાપસ્થાનકની સજઝાય, પ્રતિક્રમણ હેતુગર્ભિત સજઝાય, અગિયાર અંગની સઝાય, આઠ યોગદૃષ્ટિની સઝાય, સુગુરુની સજઝાય, પાંચ કુગુરુની સઝાય (નાની મોટી), જિન પ્રતિમાસ્થાન સજઝાય, અમૃતવેલની સજઝાય (નાની તથા મોટી), ચાર આહારની સઝાય. સંયમ શ્રેણિવિચાર સઝાય, ગુણસ્થાનક સજઝાય ઇત્યાદિ સઝાયોની રચન કરી છે. સજઝાયનો (સ્વાધ્યાયનો) રચનાપ્રકાર જ એવો છે કે જેમાં કોઈ તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સમજાવવામાં આવ્યું હોય અને એમાંથી ફલિત થતો બોધ આપવામાં આવ્યો હોય. શ્રી યશોવિજયજીની સઝાયો જૈનધર્મના પારિભાષિક જ્ઞાનથી સભર છે. એમની અભિવ્યક્તિ માર્મિક અને ચોટદાર છે. સમ્યકત્વના સડસઠ બોલ, અઢાર પાપસ્થાનક અને પ્રતિક્રમણ એ ત્રણ વિષય પર ઉપરની એમની સજઝાયો કદમાં ઘણી મોટી અને સૈદ્ધાંતિક વિચારણાથી સભર છે. આ બધી સજઝાયો કવિના ગહન શાસ્ત્રજ્ઞાનની અને વિશદ ચિતનની પ્રતીતિ કરાવે છે. અન્ય કૃતિઓ | ગુજરાતી ભાષામાં ગદ્ય અને પદ્યમાં શ્રી યશોવિજયજીએ લખેલી અન્ય કૃતિઓ, ગીતો, પદો, બત્રીસી, શતક, ભાસ, સંવાદ, ચોપાઈ, બાલાવબોધ, ટબો, પત્રો વગેરે પ્રકારની છે. અત્યાર સુધીમાં ઉપલબ્ધ એવી અન્ય કૃતિઓમાં “સમુદ્ર વહાણ સંવાદ', સમતાશતક', “સમાધિશતક', “પંચ પરમેષ્ઠિ ગીતા', “સમ્યત્ત્વના છ સ્થાનની ચોપાઈ”, “જંબૂસ્વામી બ્રહ્મગીત', “દિપટચોરાશી બોલ', યતિધર્મ બત્રીસી', ‘આનંદઘન અષ્ટપદી', “જસવિલાસ' (આધ્યાત્મિક પદો), ‘ઉપદેશમાલા’, ‘અધ્યાત્મ મત પરીક્ષાનો ટબો’, ‘તત્ત્વાર્થ સૂત્રનો ટબો', ‘વિચારબિંદુ અને તેનો ટબો”, “શેઠ-પ્રકરણ બાલાવબોધ', ‘લોકનાલિ બાલાવબોધ', “જેસલમેરના પત્રો', “સાધુવંદના', ‘ગણધર ભાસ', “નેમ રાજુલનાં ગીતો’ ઇત્યાદિ છે.
સમુદ્રવહાણ સંવાદ' સં. ૧૭૧૭માં ઘોઘા બંદરમાં કવિએ રચેલી સંવાદના પ્રકારની એક ઉત્તમ કૃતિ છે. ૧૭ ઢાળ તથા દુહાની મળી ૩૦૬ ગાથામાં રચાયેલી આ કૃતિમાં કવિએ સમુદ્ર અને વહાણ વચ્ચે સચોટ સંવાદ રજૂ કરીને, વહાણે સમુદ્રનો ગર્વ કેવી રીતે ઉતાર્યો તેનું આલેખન કર્યું છે.
સમતાશતક'ની રચના ૧૦૫ દોહામાં કરવામાં આવી છે. એમાં સમતા, મગ્નતા, ઉદાસીનતાની સાધના કેવી રીતે કરવી તથા ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો તથા વિષયાદિરૂપી અંતરંગ શત્રુઓ ઉપર કેવી રીતે વિજય મેળવવો ઇત્યાદિની વિચારણા કરવામાં આવી છે. કૃતિનો આરંભ કરતાં કવિ લખે છે :
સમતા-ગંગા-મગનતા, ઉદાસીનતા જાત, ચિદાનંદ જયવંત હો, કેવલ ભાનુ પ્રભાત.
37
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org