________________
શ્રી સીમંધરસ્વામીની વિનતીરૂપ નય-રહસ્યગર્ભિત સ્તવન (૧૨૫ ગાથા), (૨) કુમતિમદગાલન શ્રી વીરસ્તુતિરૂપ હૂંડીનું સ્તવન (૧૫૦ ગાથા) અને (૩) સિદ્ધાંતવિચાર રહસ્યગર્ભિત શ્રી સીમંધર જિન સ્તવન (૩૫૦ ગાથા). એ ત્રણે સ્તવનો એનાં નામ કરતાં એની ગાથાની સંખ્યાથી વધુ જાણીતા બની ગયેલાં છે. કવિનાં બીજાં મોટાં સ્તવનોમાં મૌન એકાદશીનું સ્તવન, (દોઢસો કલ્યાણકનું સ્તવન-બાર ઢાળની ૬૩ ગાથા) અને નિશ્ચયવ્યવહારગર્ભિત શ્રી સીમંધરસ્વામીનું સ્તવન છે.
ત્રણ ચોવીસીઓમાંની એકમાં કવિએ તીર્થકરોના માતા, પિતા, નગર, લાંછન, આયુષ્ય વગેરેનો મુખ્યત્વે પરિચય આપ્યો છે. બીજી બેમાં તીર્થકરોના ગુણોનું ઉપમાદિ અલંકારો વડે વર્ણન કરીને, પોતાના પર કૃપા કરવા માટે તેમને વિનંતી કરી છે. કવિની આ રચનાઓમાં સ્થળે સ્થળે આપણને એમની ઊંચી કવિત્વશક્તિનાં દર્શન થાય છે.
વિહરમાન વીસ જિનેશ્વરોનાં વીસ સ્તવનોમાં એમણે જિનેશ્વરો પ્રત્યેની પોતાની ચોલ મજીઠના રંગ જેવી પાકી પ્રીતિ વ્યક્ત કરી છે, અને પ્રભુની કૃપાની યાચના કરતાં કરતાં તેઓ, સામાન્ય રીતે, છેલ્લી એક-બે કડીમાં તે તે જિનેશ્વરોનાં માતાપિતા, લાંછન ઇત્યાદિનું સ્મરણ કરે છે.
કવિએ અન્ય કેટલાંક સ્તવનોની જે રચના કરી છે તે જુદી જુદી રાગરાગિણીઓમાં છે અને તેની ભાષા વ્રજ છે. આ સ્તવનોમાં કવિની વાણી માધુર્ય અને પ્રસાદ ગુણથી વિશેષ ઝળકે છે. વિશિષ્ટ જિનસ્તવનોમાં તે તે સ્થળ-વિશેષનો અને તેના મહિમાનો પણ કવિએ નિર્દેશ કર્યો છે.
શ્રી સીમંધરસ્વામીના સવાસો ગાથાના સ્તવનમાં આરંભમાં કવિએ શ્રી સીમંધરસ્વામીને વિનંતી કરીને કુગુરુઓનાં અનિષ્ટ આચરણો પર પ્રહાર કર્યો છે. આવા કુગુરુનાં વચનમાં લોકો ફસાયા છે. તેમને એક સદ્ગુરુ જ સાચો બોધ આપે છે. કવિએ આ સ્તવનમાં આત્મદ્રવ્યનું શુદ્ધસ્વરૂપ, સાચી જ્ઞાનદશાનું મહત્ત્વ, નિશ્ચય અને વ્યવહારની આવશ્યકતા ઇત્યાદિ સ્પષ્ટતાથી સમજાવ્યાં છે. અને દ્રવ્ય-ભાવ સ્તવનું નિરૂપણ કરી, જિનપૂજા અને તેમાં પણ સાચી ભક્તિનું રહસ્ય સમજાવી સ્તવન પૂરું કર્યું છે.
શ્રી વરસ્તુતિરૂપ દોઢસો ગાથાના હૂંડીના સ્તવનમાં કવિએ જિન-પ્રતિમાની પૂજા કરવામાં ન માનવાવાળાના મતનો પરિહાર કર્યો છે. આ સ્તવનમાં કવિએ જિનપ્રતિમાની પૂજાને લગતાં પ્રાચીન વ્યક્તિઓનાં ઘણાં દૃષ્ટાંતો આપ્યાં છે.
શ્રી સીમંધરસ્વામીના સિદ્ધાંત વિચારરહસ્ય ગર્ભિત સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં કવિ સીમંધરસ્વામીને વિનંતી કરે છે કે “હે ભગવાન ! કૃપા કરીને મને શુદ્ધ માર્ગ બતાવો. આ કલિયુગમાં લોકો અંધશ્રદ્ધાપૂર્વક વર્તી રહ્યા છે. સૂત્ર વિરુદ્ધાચારે ચાલી રહ્યા છે અને છતાં પોતે સાચા માર્ગે ચાલે છે એમ બતાવી ભોળા લોકને ભોળવી રહ્યા છે.” કવિએ આ સ્તવનમાં અજ્ઞાની લોકોની અંધશ્રદ્ધા પર અને કુગુરુના વર્તન પર સખત પ્રહારો કર્યા છે. માત્ર કષ્ટ કરવામાં જ મુનિપણું રહેલું જેઓ માને છે તેને માટે કવિ લખે છે :
જો કષ્ટ મુનિ મારગ પાવે, બળદ થાય તો સારો;
ભાર વહે જે તાવડે ભમતો, ખમતો ગાઢ પ્રહારો. આવા મુનિઓ અને તેમનાં આચરણો ઉઘાડાં પાડી કવિએ ઉત્તમ મુનિઓનું ચિત્ર પણ દોર્યું છે.
(36
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org