________________
પ્રબંધ ત્રીજો, અધિકાર અગિયારમો : મનઃશુદ્ધિ અધિકાર
વાળીને શમરૂપી બધા રસને નીચે ઢોળી નાખે છે. એમાં મુનિરૂપી સમરસનો વેપારી શું કરે?
વિશેષાર્થ : અહીં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે એક સરસ રૂપક પ્રયોજયું છે. જૂના જમાનાનું એક ચિત્ર નજર સમક્ષ ખડું કરો. ઘી, તેલ, દીવેલ, કોપરેલ વગેરે પ્રવાહીનો (એટલે રસનો) એક વેપારી છે. એની દુકાનમાં આવા રસના ઘડા ભરીને વેચવા માટે રાખ્યા છે. એવામાં અચાનક એક મોટો જબરો વાંદરો ત્યાં આવી ચડે છે. એક પછી એક ઘડાઓને ઊંધા કરીને પ્રવાહી જમીન પર ઢોળી દઈને ભાગી જાય છે. વેપારીના બધા ઘડા આ રીતે ઊંધા વળી ગયા. વેપારી ઊભો થાય અને વાંદરાને ભગાડે એટલી વારમાં તો એને આ બધું નુકસાન થઈ ગયું. એ વાંદરાને શી સજા કરી શકે ? વાંદરો તો ક્યાંનો ક્યાં ભાગી ગયો. વેપારીનું નુકસાન કોણ ભરપાઈ કરી આપે ? બધું જ નુકસાન વેપારીએ પોતે જ ભોગવવાનું રહ્યું.
એવી જ રીતે મુનિ મહારાજો ઉપશમ રસના વેપારી જેવા છે. ઉપશમ અથવા શમરૂપી રસના તેઓ સાધક છે. ઘણી સાધના પછી તેમણે આ ઉપશમ રસ પ્રાપ્ત કર્યો છે. પરંતુ ઘણાંનો પોતાના મન ઉપર અખંડ સંયમ નથી રહેતો. મનને વાંદરા જેવું ચંચલ ગણાવ્યું છે. એક વિચાર ઉપરથી બીજા વિચાર ઉપર વાંદરાની જેમ તે કેટલું ઝડપથી કૂદકા મારે છે ! આવું મર્કટ જેવું મન જો એવી અશુભ ધારાએ ચાલ્યું જાય તો ઘડીકમાં મુનિ મહારાજની કે એવા અન્ય કોઈ સાધકની સંયમની સાધનાને, એના ઉપશમ રસને તે વિચલિત કરી નાખી શકે છે. માટે જ મનને સતત સ્થિર રાખવાનો પુરુષાર્થ કરવાની અત્યંત જરૂર છે. | [૩૦૮] સંતતિકૃિતસંયમૂતભોસ્થિતરોનિ: પ્રથયસ્તમઃ |
अतिदृद्वैश्च मनस्तुरगो गुणैरपि नियंत्रित एष न तिष्ठति ॥५॥ અનુવાદ : સતત ખૂંદેલી સંયમરૂપી જમીનમાંથી ઊડેલી ધૂળના સમૂહ વડે અંધકારને ફેલાવતો આ મનરૂપી ઘોડો, અત્યંત મજબૂત દોરડા (ગુણ) વડે બાંધ્યા છતાં સ્થિર રહેતો નથી. ' વિશેષાર્થ : આ શ્લોકમાં બીજું એક સુંદર રૂપક આપવામાં આવ્યું છે. વાંદરાનું રૂપક આપ્યા પછી આ શ્લોકમાં મનને માટે ઘોડાનું રૂપક આપવામાં આવ્યું છે. ઘોડો દોડવાથી શું થાય છે? એના નાળવાળા પગથી સતત ખુંદાતી જમીનમાંથી ધૂળના ગોટેગોટા ઊડે છે અને ચારે બાજુ એવી રીતે પ્રસરી જાય છે કે કશું દેખાતું નથી. ઘોડો તાકાતવાળો હોય, ચંચલ હોય અને દોડવાનો ઉત્સાહી હોય તો દોરડાની લગામથી એને અંકુશમાં લેવા જતાં પણ તે ઊભો રહેતો નથી. અહીં “ગુણ' શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. ગુણનો એક અર્થ “દોરડું થાય છે. એટલે અહીં ગુણ શબ્દમાં શ્લેષ રહેલો છે. અહીં રૂપકમાં મનરૂપી ઘોડો છે. ગુણરૂપી લગામ છે અને સંયમરૂપી જમીન છે. “સતત કુતિ' શબ્દ ઘોડાને પણ લાગુ પડે છે અને સંયમરૂપી ભૂતલને પણ લાગુ પડે છે. કૂટી ફૂટીને સંયમરૂપી જમીનને નક્કર કરવામાં આવી હોય તો પણ તેવી જમીનને ઘોડો દોડી દોડીને ખોદી નાખે છે. જયારે ચિત્તની અંદર અસદ્ વિચાર કે વિકલ્પની ધારા ધસમસતી આવે છે ત્યારે પ્રાપ્ત કરેલા સદ્ગુણો પણ એને અટકાવવા માટે સમર્થ બનતા નથી. એટલા માટે મનરૂપી અશ્વને જ એવી તાલીમ આપવી જોઈએ કે જ્યારે ઇચ્છીએ ત્યારે એ ચાલે અને જયારે ઇચ્છીએ ત્યારે એ ઊભો રહી જાય, કારણ કે તાલીમબદ્ધ અશ્વ નિરંકુશ બનતો નથી.
૧૬૭ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org