________________
પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો ઃ યોગ – અધિકાર
વિશેષાર્થ : અહીં ગ્રંથકાર મહર્ષિ કેટલીક સાવઘ પ્રવૃત્તિઓ વિશે પોતાનું મંતવ્ય સ્પષ્ટ કરે છે. તેઓ વેદને માનનારાઓની માન્યતા અંગે પણ સચોટ અભિપ્રાય આપે છે.
કોઈ એવી દલીલ કરે કે યજ્ઞાદિ ક્રિયા ભલે સાવદ્ય હોય, પણ જો તે વેદને માન્ય હોય તો પછી તેમાં કોઈ દોષ આવતો નથી. એટલે કે એવી ધર્મક્રિયાથી ચિત્તની શુદ્ધિ થાય છે.
પરંતુ વેદને માનવાવાળા યજ્ઞમાં પશુનો બલિ આપતા હોય અને જંગલી અનાર્ય માણસો પોતાના ઇષ્ટદેવતા સમક્ષ, એને પ્રસન્ન કરવા માટે ગાયનો વધ કરતા હોય તો બંને પ્રકારની સાવઘ પ્રવૃત્તિ એકસરખી જ થઈ ગણાશે. માટે તમે તમારા યજ્ઞને યોગ્ય જો માનતા હો તો અનાર્યોના ગોવધને પણ યોગ્ય જ માનવો જોઈએ.
આની સામે વેદમાં માનવાવાળા એમ કહે કે ગોવધની ક્રિયાને વેદે માન્યતા આપી નથી, પરંતુ અમારા યજ્ઞને તો વેદે માન્યતા આપેલી છે. માટે અમારા વેદવિહિત યજ્ઞાદિથી ચિત્તશુદ્ધિ થઈ શકે.
આના જવાબમાં વેદના પણ જાણકાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે જો વેદવિહિત સર્વ ક્રિયાને તમે શુભ અને ચિત્તશુદ્ધિ કરાવનાર ગણશો, તો પછી તમારા વેદમાં જ સ્પેનયાગ કરવાનું કહ્યું છે. તો પછી સ્પેનયાગને પણ શુભ ગણવો પડશે. શ્યુન એટલે બાજ પક્ષી. યાગ એટલે યજ્ઞ. આ યજ્ઞમાં બાજ પક્ષીને હોમવામાં આવે છે.
સ્પેનયાગમાં મારણ વગેરે પ્રકારના મંત્રો હોય છે. આવો યજ્ઞ બીજાને મારી નાખવા માટે થતો હોય છે. એવો યજ્ઞ કરવાનું વેદમાં ફરમાન છે. પણ પછીના શાસ્ત્રકારોએ ક્ષેનયાગનો નિષેધ કર્યો છે.
એટલે જો એમ કહેવામાં આવે કે વેદમાં જે કરવાનું કહ્યું છે તે બધું જ પવિત્ર છે, તો પછી સ્પેનયાગ પણ પવિત્ર અને કરવા જેવો છે એમ સ્વીકારવું પડશે. પરંતુ વેદમાં માનવાવાળાને એ સ્વીકાર્ય નથી. આમ, સમગ્ર રીતે જોતાં જે ધર્મક્રિયામાં હિંસાદિ દોષો હોય તે ધર્મક્રિયા સાવધ હોવાથી તે ચિત્તની શુદ્ધિ કરી શકે જ નહિ.
[૫૨૫] સાવદ્ય ર્મ નો તસ્માવાવેય બુદ્ધિવિપ્નવાત્ ।
कर्मोदयागते त्वस्मिन् न संकल्पादबंधनम् ॥३१॥
અનુવાદ : એટલા માટે, બુદ્ધિનો વિપર્યાસ કરનાર હોવાથી સાવદ્ય કર્મનો ક્યારેય આદર કરવો નહિ. કર્મના ઉદયને કારણે તે થયું હોય તો તેમાં સંકલ્પ ન હોવાને કારણે કર્મનો બંધ પડતો નથી.
વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંથાનમાં ગ્રંથકર્તાશ્રી કહે છે કે આમ જેમાં પશુવધ કે નરબિલ થતા હોય એવી ઘોર હિંસાવાળી કહેવાતી ધર્મક્રિયા ગમે તેટલું ઇષ્ટ ફળ અપાવતી હોય તો પણ તેવી ધર્મક્રિયાનો ક્યારેય આદર થઈ શકે નહિ. એક વખત જો એવી પ્રવૃત્તિને માન્ય રાખવામાં આવે અને એનું બહુમાન કરવામાં આવે તો વખત જતાં તેવા મનુષ્યોની બુદ્ધિ જ બગડી જાય કે અવળી થઈ જાય. પછી તો ધર્મના નામે ઘોર હિંસક કાર્યો કરવા તે તૈયાર થઈ જાય એવો સંભવ રહે છે.
Jain Education International_2010_05
૨૯૭
For Private & Personal Use Only
www.jainelibrary.org