________________
અધ્યાત્મસા૨
વિશેષાર્થ : અગાઉ આપણે જોયું છે તેમ મનુષ્યની પ્રત્યેક ક્રિયા કર્મયોગ બનતી નથી. જે ક્રિયા ધર્મના ધ્યેયથી, અધ્યાત્મના આશયથી યોગ્ય રીતે કરવામાં આવે અને તેમાં મનના શુભ ભાવો જોડાયેલા હોય તો તે ક્રિયાને કર્મયોગ તરીકે ઓળખાવી શકાય. પરંતુ એમાં પણ જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનો ફરક કરવો પડશે. જ્યાં જ્ઞાન નથી ત્યાં ક્રિયાનો આશય શુદ્ધ હોય વા ન પણ હોય. શુભ આશય હોવા છતાં અજ્ઞાનીની ક્રિયા અશુદ્ધ હોઈ શકે. એટલા માટે ભગવાન મહાવીરે પઢમં નાનું તો રયા છે એમ કહ્યું છે. પહેલાં જ્ઞાન હોવું જરૂરી છે, પછી દયા. અહીં ગ્રંથકાર ઉપાધ્યાયજીએ ઉદાહરણ આપ્યું છે કે કોઈ મ્લેચ્છ એટલે કે યવન અથવા જંગલી અનાર્ય વ્યક્તિ પોતાના ઇષ્ટ દેવદેવીને પ્રસન્ન કરવા પશુનો કે નરનો બલિ ચડાવે તો એવી પશુધની કે મનુષ્યવધની ક્રિયાને આપણે “કર્મયોગ” તરીકે ઓળખાવીશું? નહિ જ, કારણ કે દેવદેવીને પ્રસન્ન કરવાનો શુભ ભાવ હોવા છતાં અજ્ઞાનને કારણે તેની ક્રિયા પાપમય બની જાય છે. આમ અજ્ઞાનીની ધર્મક્રિયા કર્મયોગ બની શકતી નથી. તેમાં ચિત્તની વિશુદ્ધિ હોતી નથી. એવી જ રીતે કેટલાક લોકો યજ્ઞ વગેરે પ્રકારની ક્રિયા કરે છે, પરંતુ તેમાં ચિત્તશોધન હોતું નથી. એટલે કર્મયોગના સ્વરૂપને બહુ સૂક્ષ્મતાથી સમજવાની આવશ્યકતા છે. [૨૩] ર તર્મયોપેડપિ હત્નસંન્યવર્નનાર્ ..
संन्यासो ब्रह्मबोधाद्वा सावद्यत्वात्स्वरूपतः ॥२९॥ અનુવાદ : તે કર્મયોગમાં પણ ફળના સંકલ્પનો ત્યાગ કરવાથી અથવા બ્રહ્મના બોધથી તે સંન્યાસ થઈ શકતો નથી, કારણ કે તે સ્વરૂપથી જ સાવદ્ય છે.
વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં આ શ્લોક છે. વિવિધ પ્રકારની ક્રિયાઓ કર્મયોગ બની શકે છે. પણ એનો બધા દૃષ્ટિબિન્દુથી વિચાર કરવો ઘટે. આવા યજ્ઞ વગેરે પ્રકારના કર્મયોગમાં ફળના સંકલ્પનો ત્યાગ કરવામાં આવે અથવા તેમાં બ્રહ્મબોધ રહેલો હોય તો પણ જયાં સુધી એ ક્રિયાઓ પાપરૂપ છે, સાવદ્ય છે ત્યાં સુધી એ સંન્યાસ કે જ્ઞાનયોગ બની શકે નહિ. યજ્ઞ કરવાથી રાજયસુખ, પુત્રસુખ કે સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય છે એમ કહેવાય છે. કોઈ યજ્ઞ કરે કે કરાવે અને રાજય, પુત્ર કે સ્વર્ગના સુખનો સંકલ્પ સુદ્ધાં ન કરે અને કહે કે પોતે ચિત્તશુદ્ધિ માટે યજ્ઞ કરાવે છે તો તેથી તેના ચિત્તની શુદ્ધિ થતી નથી, કારણ કે મૂળ પ્રવૃત્તિ જ સાવદ્ય છે, દોષરૂપ છે, પાપરૂપ છે. જયાં સુધી પ્રવૃત્તિ પોતે નિષ્પાપ ન હોય અથવા પાપથી ભરેલી હોય ત્યાં સુધી અન્ય પ્રકારની નિર્મળતાથી ખાસ કશું પ્રાપ્ત થઈ શકે નહિ.
એટલે પ્રાથમિક આવશ્યકતા એ છે કે પ્રવૃત્તિ પોતે જ સાવદ્ય અથવા દોષરૂપ ન હોવી જોઈએ. તો જ ચિત્તશુદ્ધિ માટે અવકાશ રહે છે. [૫૨૪] નો €િ મોહિંસારા ટ |
__ श्येनाद्वा वेदविहिताद्विशेषानुपलक्षणात् ॥३०॥ અનુવાદ : જો એમ ન હોય તો ગોહિંસાદિથી પણ પ્રગટ શુદ્ધિ થશે નહિ. નહિ તો વેદમાં કહેલા શ્યનયાગથી પણ શુદ્ધિ થશે, કારણ કે બંનેમાં કોઈ વિશેષ લક્ષણભેદ નથી.
૨૯૬
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org